ફિલ્મી ગઝલ રસાસ્વાદ-શ્રેણી - ૬.
પ્રિય મિત્રો,
આજે આપણે સન ૧૯૬૬ ની, બોક્ષ ઑફિસ પર,અત્યંત સફળ ફિલ્મ `દો બદન`ની પ્રખ્યાત ગઝલ નો રસાસ્વાદ માણીશું.
આ ફિલ્મ, નિર્માતા - હુડા બિહારી, દિગ્દર્શક - રાજખોસલા, કથા-મસૂદ મસ્સદી, સંવાદ-વિરેન્ર્દ સિંન્હા, સ્ક્રિન પ્લે - જી.આર.કામથ. કલાકાર -મનોજકુમાર, આશાપારેખ, સિમી ગરેવાલ, પ્રાણ, મોહનચોટી,ધુમાલ,મનમોહન ક્રિશ્ના,ના સંવેદનશીલ અભિનયથી શોભે છે.
આ ફિલ્મની કથા એક એવા કૉલેજ બૉયની (વિકાસ-મનોજકુમાર) છે,જે ગરીબ પરિવારમાંથી આવે છે.તે કૉલેજના ક્લાસમાં કેવળ અભ્યાસના ઉદ્દેશ્યથી આવે છે,જેથી જે સારી નોકરી મેળવી,પિતાને સુખી કરી શકે. કૉલેજમાં વિકાસ, અમીર કૉલેજકન્યા આશાને (આશાપારેખ) મળે છે.થોડીઘણી ગેરસમજ બાદ,બંને પ્રેમની લાગણી અનુભવે છે.વિકાસના પિતા, કૉલેજની પરીક્ષા દરમિયાન જ, અવસાન પામતાં,તેમની અંતિમવિધીમાં જવાનું હોવાથી, વિકાસ પરીક્ષા આપી ના શકવાથી તેનો અભ્યાસ અધુરો રહી જાય છે.
આ જાણી આશાને ઘણૂં જ દુખ થાય છે, તે પોતાના પિતાને, વિકાસ માટે ભલામણ કરીને, નોકરી અપાવે છે. આશાના પિતા, તેનાં લગ્ન અશ્વિની (પ્રાણ ) સાથે કરાવવા ઈચ્છે છે,તેથી તે વિકાસ અને આશાના પ્રેમ અંગે જાણે છે, ત્યારે ઘણા જ દુઃખી થાય છે. વિકાસને રસ્તામાંથી હટાવવા,અશ્વિની, વિકાસનો રોડ ઍક્સિડન્ટ કરાવતાં, વિકાસ દ્રષ્ટિ ખોઈ બેસે છે. હવે , તે પોતાને, આશાને લાયક ન સમજતો હોવાથી, તે આશાને ફરીથી મળવાનું ટાળે છે. અશ્વિની,આશાને વિકાસના મૃત્યુના સમાચાર આપે છે. પિતાના દબાણથી આશા અશ્વિની સાથે લગ્ન તો કરે છે, પણ છેવટે સચ્ચાઈ જાણે છે ત્યારે આશા અને વિકાસ બંન આખરી ક્ષણોએ, મિલન થયા વગર જ એકસાથે મૃત્યુ પામે છે, છેલ્લે અશ્વિનીને પોતાના દુષ્કૃત્ય પર પસ્તાવો થાય છે, પરંતું ત્યાં સુધીમાં,ઘણું મોડું થઈ ગયું હોય છે.
આ ફિલ્મ માટે સિમી ગરેવાલને , ફિલ્મફૅઅરનો, `બેસ્ટ સપોર્ટિંગ ઍક્ટ્રેસ` ઍવોર્ડ મળ્યો હતો, ઉપરાંત ફિલ્મફૅઅર ઍવોર્ડ માટે,બેસ્ટ મ્યુઝિક ડાયરેક્ટર - રવિ, બેસ્ટ ગીત, `નસીબમેં જીસકે જો લીખા થા`, માટે ગીતકાર - શકિલ બદાઈયુની તથા `લો આ ગઈ ઉનકી યાદ` ગીત માટે બેસ્ટ ગાયિકા તરીકે, સુશ્રીલતાજીનાં નામ નોમિનેશન્સ થયા હતાં.
દોસ્તોં,કથાવસ્તુ એકદમ ફિલ્મી છે,પરંતુ આ ફિલ્મની,એક સુંદર કવિતા જેવી માવજત અને કર્ણપ્રિય, ભાવવાહી ગીત-સંગીતને કારણે ફિલ્મ હીટ રહી હતી.
ચાલો, માણીએ આ ફિલ્મની સુંદર ગઝલ. આશા છે આપને જરુર ગમશે.
ફિલ્મ - "दो बदन"
No comments:
Post a Comment