હિન્દીફિલ્મોની ગઝલનો રસાસ્વાદ(શ્રેણી-૧)
પ્રિય મિત્રો,
હિન્દી ફિલ્મોના ચાહક એવા,આપ સહુ ફિલ્મોમાં ગઝલના પ્રયોગને ન ચાહતા હોય તેવું ભાગ્યે જ માનવામાં આવે ?
મિત્રો આપ એ જાણો છો? ફિલ્મોમાં ગઝલની શરુઆત પ્રથમ બોલતી ફિલ્મ"આલમઆરા"થી જ થઈ ગઇ હતી,બોલિવુડની
પ્રથમ બોલતી ફિલ્મનું બહુમાન મેળવનારી ફિલ્મ આલમઆરામાં ગઝલ અથવા ગઝલનુમા ગીતનો અઢળક સમાવેશ થયો હતો.
ફિલ્મોમાં જોકે હિન્દી કવિઓ ના મુકાબલે,ઉર્દૂ શાયરોનું યોગદાન વધારે છે,જેમકે`કમર`જલાલાબાદી(અસલી નામ-ઓમ પ્રકાશ ભંડારી),સ્વ.શકીલ બદાયુની,સ્વ.રાજા મહેંદીઅલી ખાઁ,`હસરત`જયપુરી,`સાહિર` લુધયાનવી,`મજરુહ`સુલ્તાનપુરી,`કૈફ઼ી`આઝમી,રાજેન્દ્રકૃષ્ણ,નક્સ લાયલપુરી(અસલી નામ-જસવંત રાય)અને બીજા અનેક નામી શાયર.પ્રાચીન નામી શાયરોની ગઝલનો પણ ભરપુર ઉપયોગ થયો,જેમકે,ગ઼ાલિબ,જ઼ૌક઼,જફ઼ર,દાગ઼,જિગર,બહજ઼ાદ,શમીમ,તથા અન્ય અનેક.
મનુષ્યના સ્વભાવની સરળતા,સૌંદર્ય,માધુર્ય,પ્રેમ,પ્રાર્થના અને ક્યારેક અમીરી-ગરીબીની,જીવનની કડવી સચ્ચાઇના ઝખ્મોને સચોટ રીતે નિરુપણ કરતા, શબ્દોરુપી મલમને કારણે ફિલ્મોમાં ગઝલ લોકપ્રિય થઇ ગઇ.જીવનની કોઇપણ પરિસ્થિતિમાં,ગઝલ દરેકને પોતાના જીવનની કથા લાગવા લાગી.
સુપ્રસિધ્ધ ફિલ્મ નિર્માતા,નિર્દેશક,સંગીતકાર,ગાયક-ગાયિકા,દરેકે ગઝલને પ્રેમથી અપનાવી લીધી.
જોકે,કેટલીક ગેરસમજને કારણે ફિલ્મોમાં રજૂ થતી ગઝલને ગીતનું નામ આપી દેવાય છે પરંતું તે,
ખરેખર ગઝલનુમા ગીત હોય છે.આમ થવાનું કારણ ફિલ્મોમાં સિચ્યુએશન સાચવવા ગઝલના મૂળ સ્વરુપ સાથે,
ઘણી બધી છૂટછાટ લેવામાં આવે છે તેને ગણી શકાય?
મિત્રો,એ જે હોય તે,પરંતુ ફિલ્મોમાં આજે પણ ગઝલની હાજરીથી ફિલ્મને ચાર ચાઁદ લાગી જાય છે તે,હકિકત છે.
આપની સમક્ષ,હિન્દીફિલ્મોની ગઝલ તથા ગઝલનુમા ગીતના રસાસ્વાદની શ્રેણી શરુ કરવા રજામંદી ચાહું છું,
મને એમ લાગે છેકે,ભૂલાતી જતી અથવાતો નવી ફિલ્મોની,પરંતુ આપણા ધ્યાન બહાર ગયેલી,
આવી સુંદર રચનાઓનો,સરળ ગુજરાતીમાં રસાસ્વાદ પિરસવાનો મારો આ નમ્ર પ્રયાસ ઘણા મિત્રોને જરુર ગમશે.
તા.ક.મિત્રો,હું પરિપૂર્ણ નથી,તેથી કોઇ ભૂલચૂક લાગે તો ક્ષમા કરી સુધારો સુચવવા નમ્ર વિનંતી છે.
માર્કંડ દવે.તા.૦૧-૧૧-૨૦૦૯.
હિન્દીફિલ્મોની ગઝલની રસાસ્વાદ શ્રેણી-૧
ફિલ્મ-દસ્તક,---ગીતકાર-મજરુહ----સંગીતકાર---મદનમોહન----ગાયિકા-લતા મંગેશકર.
તાલ-દાદરા સાથેના સ્વરાંકનમાં,કોમળ રિષભ-કોમળ ગાંધાર-કોમળ ધૈવત-અને કોમળ નિષાદ ના પ્રયોગ દ્વારા,
શ્રીમદનમોહનજીએ ગઝલમાં ચાર ચાઁદ લગાવી દીધા છે.
મિત્રો,આ ગઝલને માણવી હોય તો આ સાથે ઑડિયો રજૂ કરું છું,માણવા વિનંતી છે.
Friday, January 15, 2010
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment