Friday, January 15, 2010

ફિલ્મ-બેગાના-फिर वो भूली सी याद आई है।

" फिर वो भूली सी याद आई है।" , ફિલ્મી ગઝલ રસાસ્વાદ શ્રેણી-૯.
====================

પ્રિય મિત્રો,

આજે આપણે, સન ૧૯૬૩ ની, ફિલ્મ-બેગાના ની, સુપ્રસિદ્ધ ગઝલ," फिर वो भूली सी याद आई है।" નો રસાસ્વાદ માણીશું.

આ સાથે, ગીતની ઑડિયો લિંક - http://www.zshare.net/audio/712279139b4bad48/ અને
વિડીયો લિંક - http://movies.bollysite.com/videos/GV8EHRiQpLQ/Begaana-Fir-voh-bhuli-si-yaad-aayi-hai.html
આપી છે.ડાઉનલૉડ કરી લેવા ભલામણ છે.

સન ૧૯૬૩ ની, ફિલ્મ-બેગાનાના, નિર્માતા-સદાશીવ ચિત્રા ; દિગ્દર્શક-સદાશીવ જે. રૉ. કવિ ; સંગીત-સપન જગમોહન ;ગીતકાર-શૈલેન્દ્ર ; ગાયક-ગાયિકા,આશા ભોસલે,મન્નાડૅ,મહેન્દ્રકપૂર,લતામંગેશકર, ઉષામંગેશકર,મુકેશ,મોહેંમદરફી.

આ ફિલ્મના કલાકાર હતા. શ્રીધર્મેન્દ્ર, સુપ્રિયા ચૌધરી, શૈલેષકુમાર, તરુણ બોઝ, આગા, મનોરમા, માધુરી, બબલુ.છે.

સન-૧૯૯૩ના `ઈલ્યુસ્ટ્રેટેડ વિકલી ઓફ ઈંડીયા`ના, ઑગસ્ટના, અંકમાં,લેખક શ્રીરાજુ ભરતનના જણાવ્યા પ્રમાણે," દરેક નાના સગીત-સ્વરકારને, કિલ્મી દુનિયાના કળણમાં,સાધારણ પગ મૂકવા થોડા આધારની જરુર પડે છે.સન ૧૯૬૩માં સંગીતકાર જોડી,સપન-જગમોહનને, ફિલ્મ-બેગાનાના નિર્માતા-સદાશીવ ચિત્રા અને દિગ્દર્શક-સદાશીવ જે.રૉ.કવિએ,આવી તક પુરી પાડી. સંગીતકાર તરીકે સપન-જગમોહનની આ પ્રથમ ફિલ્મ હતી,જેમાં તેઓએ નિર્માતા-દિગ્દર્શકના વિશ્વાસને અનુરુપ અફલાતૂન સંગીત પિરસ્યું."

સંગીતકારબન્યા તેના દસ વર્ષ અગાઉ, શ્રીજગમોહને, તેઓની કારકિર્દી,એક ગાયક તરીકે શરુ કરી હતી.તેઓએ કિશોર શાહુની `હેમ્લેટ`માં શ્રીરફીસાહેબ સાથે પ્રખ્યાત ગીત,"ઘીર-ઘીર આયે બદરવા રે કારે." ગાયું હતું. તેથીજ જ્યારે ફિલ્મ `બેગાના`માં સર્વપ્રથમ તક મળી ત્યારે,શ્રીજગમોહને, પોતે કંમ્પોઝિશન કરેલી આ અદભૂત ગઝલ," फिर वो भूली सी याद आई है।" શ્રી રફીસાહેબના કંઠે રેકૉર્ડ કરાવી. રફીસાહેબે તેને ખરા દિલથી ગાઈને,અવિસ્મરણીય બનાવી દીધી. યાદ રહે, "फिर वो भूली सी याद आई है।" જેવી ગઝલનું, કંમ્પોઝિશન, ફક્ત સપન-જગમોહન જ કરી શકે.આવા અદભૂત કંમ્પોઝિશન વગર કોઈપણ ગાયક, તેને યાદગાર કે લોકપ્રિય બનાવી ન શક્યા હોત.

સંગીતકાર, શ્રીસપન - જગમોહન,સન ૧૯૬૦ થી ૧૯૮૦ ના બે દાયકા સુધી,સંગીતકાર શ્રીઆર.ડી.બર્મનના આસીસ્ટન્ટ તરીકે કાર્યશીલ હતા.`શોલે` ફિલ્મના ટાઈટલ વખતે બેકગ્રાઉન્ડમાં વાગતો પ્રખ્યાત ટાઈટલ ટ્રેક, શ્રીસપન સેનગુપ્તાના ભેજાની પેદાશ છે.જ્યારે `શોલે` ફિલ્મમાં શ્રી અમિતાભજી દ્વારા વગાડાતી,માઉથઑર્ગનની સુંદર ધૂન, શ્રીજગમોહન બક્ષીજીએ વગાડેલી છે.

શ્રીસપન-જગમોહનની અન્ય ફિલ્મો, ગીતગંગા (૧૯૮૫), પ્રેમ યુદ્ધ (૧૯૮૫), દરવાજા (૧૯૭૮), લાલ કોઠી (૧૯૭૮), અભી તો જી લેં (૧૯૭૭), રઈશ (૧૯૭૬), કાગઝ કી નાઁવ (૧૯૭૫), કૉલગર્લ (૧૯૭૪), દો નંબર કે અમીર (૧૯૭૪), નયી દુનિયા નયે લોગ,(૧૯૭૩), દો રાહા (૧૯૭૧), ગુનાહ ઔર કાનૂન (૧૯૭૦), ચેતના (૧૯૭૦), ગુસ્તાખી માફ (૧૯૬૯), ઈંન્સાફ કા મંદિર (૧૯૬૯), તેરી તલાશમેં (૧૯૬૮), બેગાના (૧૯૬૩),

ચાલો, આ સુંદર ગઝલ," फिर वो भूली सी याद आई है।"નો રસાસ્વાદ માણીએ.
===================

" फिर वो भूली सी याद आई है।"



ગીતકાર- શૈલેન્દ્ર
સંગીતકાર - સપન જગમોહન.
ગાયક - મોહંમદ રફી.

જાતિ -સંપૂર્ણ. આરોહ-અવરોહ = શુદ્ધ સ્વર ષડજ,પંચમ,મધ્યમ જ્યારે કોમળ સ્વર - રિષભ, ગાંધાર,નિષાદ છે.
જેમાં ધૈવત શુદ્ધ અને કોમળ બંને પ્રયોગ થયા છે.

फिर वो भूली सी याद आई है !
ए ग़मे -दिल तेरी दुहाई है!

बात इतनी सी है कहानी में!
हम भी मारे गए जवानी में ॥
आग सीने में ख़ुद लगाई है!


आँख में बूँद - भर जो पानी है!
प्यार की इक यही निशानी है॥
रोते बीती है जो बिताई है!

फिर वो भूली सी याद आई है !
ए ग़मे -दिल तेरी दुहाई है!

શબ્દાર્થઃ-

૧. ग़मे -दिल = દિલનું દર્દ.

૨. दुहाई = કસમ.


રસાસ્વાદઃ-

फिर वो भूली सी याद आई है !
ए ग़मे -दिल तेरी दुहाई है!

અય પ્રિયે, આજે ફરીથી, તારા પ્રેમની યાદ, મારા આકુળ-વ્યાકુળ મન પર છવાઈ ગઈ છે.મારા વિરહી દર્દથી ઘેરાયેલા,હ્યદયને મનાવવાનો હું પ્રયત્ન કરુ છું પણ,તે તારી યાદના, અવિરત વહેતા ઝરણાને રોકવા અસમર્થ છે. મારા અત્યંત દુઃખી આ હ્યદયને, વિરહના આ દર્દની દુહાઈ પણ આપી જોઈ, મનાવવાનો પ્રયત્ન કરી જોયો,તે પણ વ્યર્થ-નિષ્ફળ રહ્યો છે.

बात इतनी सी है कहानी में!
हम भी मारे गए जवानी में ॥
आग सीने में ख़ुद लगाई है!

મારા નિષ્ફળ પેમની કથા બસ એટલી છેકે,પ્રેમની આ ભભૂકતી આગ, મારા હ્યદયમાં,મારા થકીજ લાગી છે અને આ આગમાં, મારી સમગ્ર યુવાની,તારા હકારાત્મક પ્રતિભાવની રાહ જોવામાં, વીતી ગઈ છે.જગત મારી પરિસ્થિતિની દયા જાણીને,કહેછેકે, " બિચારો પ્રેમમાં બરબાદ થઈને, ભર યુવાનીમાં, હવે મરવા વાંકે જીવે છે."

आँख में बूँद - भर जो पानी है!
प्यार की इक यही निशानी है॥
रोते बीती है जो बिताई है!

પ્રિયે, જગતનો આ પ્રકારનો વ્યવહાર મને ખૂંચે છે.મેં તને ખરા દિલથી પ્રેમ કર્યો છે. હું તને તેની સાબિતીપણ આપી શકું છું,મારાં નયનમાં અત્યારે જે અશ્રુ-બિંદુ ડોકાય છે તે તારા પ્રેમની નિશાની નથી તો બીજું શું છે? તેનાથી ય વધારે પુરાવો જોઈએ તો આપું. તને જાણ નથી પરંતુ, તારા વિરહમાં, તારી યાદમાં,પ્રેમના દર્દમાં,ઓશીકે મ્હોં ને છૂપાવી,આખી રાત હું રડતાં વિતાવું છું.

જોકે મને આશા છે,મારો આ પ્રેમાર્તનાદ,એક દિવસ જરુર, તારા હ્યદય ઉપર દસ્તક દેશે,હું જીવનના છેલ્લા શ્વાસ સુધી તે,ક્ષણની રાહ જોઈશ.તું આવીશને ..!!

દોસ્તોં, અગાશી અને ઘરના ધાબા ઉપર,કાન ફાડી નાંખતી,સાઉન્ડ સિસ્ટમમાં પરાણે સાંભળવાં પડેલાં, અષ્ટમ-પષ્ટમ ગીતોના, માનસિક ત્રાસ પછી,કદાચ આ ગઝલ, આપના મનને, ઉર્જા અર્પે અને આપને પણ, `ફિર વો ભૂલી સી યાદ` આવી જાય...!!

માર્કંડ દવે.તા.૧૫-૦૧-૨૦૧૦.

No comments:

Post a Comment

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.