Tuesday, April 13, 2010

લબાડ સવાલ - આળવીતરા જવાબ.ભાગ- ૫.

લબાડ સવાલ - આળવીતરા જવાબ.ભાગ- ૫.

લબાડ સવાલ -" ચાંદી જૈસા રંગ હૈ તેરા સોને જૈસે બાલ..!!"

આડવીતરો જવાબ- " જરા ધ્યાનથી જુઓ,ભાઈ ભૂલથી, તમે ભેંસની પૂછડી પકડી છે..!!"


==========

પ્રિય મિત્રો,

મિત્રો એકમેકને સંદેશા મોકલવાનું હવે તો ઘણૂંજ સરળ થઈ ગયું છે. ચાલો આજે આવાજ કેટલાક લબાડ સવાલના આળવીતરા જવાબ માણીએ.

લ.સ.- " મને આજે કોઈ લેડીનો, `SMS` મળ્યોકે, કોઈએક, સુંદર માણસને બદલે, આપને એક` LOVE SMS `ભૂલથી મોકલાઈ ગયો છે, માફ કરશો.
શું હું સુંદર નથી?"

આ.સ.-" આપ સામે `HATE SMS` મોકલી આપોકે, હું બેવકુફ પ્રેમીકાઓને ઘાસ નાંખતો નથી."

લ.સ.-" મને એક `SMS` મળ્યો છે,જેમાં મને વિદેશની ફ્રી ટ્રીપ, કોઈ એક મિત્ર સાથે, માણવાની ઑફર કરાઈ છે.આપ આવશો?"

આ.સ.-" હું મારી પત્નીને લીધા વગર ક્યાંય જતો નથી.એક કામ કરો, તે ટ્રીપ મારા નામે ટ્રાન્સફર કરાવી આપો."

લ.સ.-" મેં તેને જોઈ,  ચાંપ દાબી, એક ઈશારો કર્યો. તે  સડસડાટ નીચે આવી, તરતજ, મને તેનામાં સમાવી લીધો. હું હવે જમીનથી બે વ્હેંત અધ્ધર ઉડતો હતો. આપને આવો અનુભવ ક્યારેય થયો છે?"

આ.સ.-" થયો છેને..!!  લીફ્ટમાં બેસુંને ત્યારે..!!"

લ.સ.-" મારું મેઈલબોક્સ, નક્કામા મેસેજથી, વારંવાર છલકાઈ જાય તો, શું કરવું ?"

આ.જ.- " `આ.લ, ઈ.ઝ,..વૅલ, ગો ટુ  હૅલ`, બોલીને  `સીલેક્ટ ઑલ` આપી, `ડીલીટ` આપી દેવું..!!"

લ.સ.-" મારી ગર્લફ્રેંડ, પોતે પ્રેગ્નંન્ટ હોવાનું બહાનું કાઢી, મને  SMS કરી,મારી સાથે, લગ્ન કરવા,  દબાણ કરે છે."

આ.જ.-" એનું નામ કોઈ મેટરનીટી હોમમાં નોંધાવી, તેના મમ્મી પપ્પાને,તે હૉસ્પિટલની ફાઈલ મોકલી આપો."

લ.સ.-" હોઠ પાસે હથેળી ઘરીને, દૂ...રથી ઉડતી `KISS`, એ વળી શું બલા છે?"

આ.જ.-" કદાચ, તે લોકો, `નમકવાલી પૅપ્સોડન્ટ ટૂથપૅસ્ટ`, નહીં વાપરતા હોય..!!"

લ.સ.-" મારા, તમામ `HE - SHE` મિત્રો, કાયમ મીસ કોલ કરીને, સામે ફૉન કરાવી, મારું બીલ વધારે છે.શું કરું?"

આ.જ.-" થોડા દિવસ, મોબાઈલ `OUT  OF COVERAGE AREA` કરી નાંખો, રૂબરૂ મળતા થઈ જશે."

લ.સ.-" કાલે મેં તેને કરમાં ગ્રહી, જાણે એકજ   ઘૂંટડે, તે અંદર ઉતરી ગઈ, હું તંદ્રાવસ્થામાં પહોંચું, ત્યાંતો  ફરી આંખ ખૂલી ગઈ."

આ.જ."  થોડી હાઈ પાવરની, ઊંઘની ગોળી, ગળતા હોય તો..!!"

લ.સ.-"  હું અને મારો બોયફ્રેંન્ડ, કૅન્ડલ લાઈટ ડીનર માટે,  ફાઈવ સ્ટાર હૉટેલમાં ગયા હોઈએ તો, મુલાકાતના અંતે,અમારે એકમેક ને, શું કહેવું જોઈએ ?"

આ.જ.-" તમારા બોયફ્રેંડે, તમને, `I  LOVE YOU`, કહેવું જોઈએ અને તમારે તેને, `PAY THE BILL` કહેવું જોઈએ...!!"

લ.સ.-" મારો એક્સ-પ્રેમી મને રોજ સ્વપ્નમાં આવીને, પ્રેમના સંદેશ પાઠવે છે.પણ તે મને સપનેય ગમતો નથી શું કરું?"

આ.જ.-" તમારે દરરોજ તેને, તેના સ્વપ્નમાં ભૂત બનીને,  ડરાવવો જોઇએ..!!"

લ.સ.-" મારા લવગુરૂ મને કહે છે,પ્રેમ કરતી વખતે ,મારે મગજના ડાબા અને જમણા, બંને હિસ્સાનો ઉપયોગ કરવો જોઈએ. મગજને બે હિસ્સા હોય?"

આ.જ.-" હોયને..!! પણ Left પાર્ટમાં, પ્રેમ Right હોવો જોઈએ અને  Right પાર્ટમાં, પ્રેમ  Left (બાકી બચેલો) હોવો જોઈએ."

લ.સ.-" મારા સસરાના મોબાઈલ પરથી, મને ` LOVE SMS -E MAILS` મળ્યા કરે છે,આ કામ મારી સાસુ કે સાળીનું નથી,તેની ખાત્રી છે. હવે?"

આ.જ.-" તમારા સસરા પાછળ પ્રાયવેટ ડીટેક્ટીવ, અથવા `ઈમોશનલ અત્યાચાર`ના કૅમેરામેન છોડી દો."

લ.સ.-" ફિલ્મ-`ડર` ના સાયકીક પ્રેમી, શાહરુખખાનની માફક, મારી પત્નીની પાછળ એક જૂનો પ્રેમી ફરીથી, પાછળ પડ્યો છે. હું શું કરું."

આ.જ.-" કશું નહીં..!! જૂનો પ્રેમી મરવાનો થયો હોય તેમાં, તમારે શું..!! ભોગવવા દો એના કર્મનું ફળ ?"

લ.સ.-" માઁ અને સાસુ, બનાવવા પાછળ, ઈશ્વરની શું મનસા હશે?"

આ.જ.-" ઈશ્વરને લાગ્યું,તે આખી દુનિયામાં,બધે નહીં પહોંચી વળે,તેણે માઁ બનાવી, પણ પછી તેને લાગ્યું, સંતાનો માઁ ની કદર નહીં કરે, તેથી માઁનું મહત્વ, વધારવા, તેણે વિલન જેવી સાસુ બનાવી...!!"

લ.સ.-" મારી ભાવી સાસુ મને ગાંડામાં, ખપાવે છે, છતાંય મારી જોડે તેમની દીકરી પરણાવવા માંગે છે, એમ કેમ હશે?"

આ.જ.-" તમારી સાસુને જ મેન્ટલ હોસ્પિટલમાં ભરતી કરાવો. આ કામમાં તો ભાવી સસરા પણ હોશેં-હોશેં સહકાર આપશે."

માર્કંડ દવે.તા.-૧૩-૦૪-૨૦૧૦.

No comments:

Post a Comment

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.