Sunday, January 17, 2010

મહેજબીન બાનો ઉર્ફે મીનાકુમારી

નામ-મહેજબીન બાનો ઉર્ફે મીનાકુમારી

(જન્મ ૧ ઑગસ્ટ ૧૯૩૨-નિધન ૩૧ માર્ચ ૧૯૭૨)

પિતા-અલી બક્ષ

(સંગીતશિક્ષક,હારમોનિયમ પ્લેયર તરીકે પારસી થિયેટર સાથે જોડાઇ,ઉર્દુ શાયરી પણ લખતા,
"શાહી લૂંટેરે"જેવી સી ગ્રેડ ફિલ્મમાં સંગીત પણ આપેલું છે.)

માતા-પ્રભાવતીદેવી ઉર્ફે ઇકબાલ બેગમ

(પ્રભાવતીદેવી,લગ્ન અગાઉ "કામીની" નામથી સ્ટેજ એક્ટ્રેસ,ડાન્સર હતાં,લગ્ન બાદ મૂસ્લિમ ધર્મ અપનાવી "ઇકબાલ બેગમ" નામ ધારણ કર્યું.-એમ પણ કહેવાય છે કે,પ્રભાવતી દેવીના માતા નામ "હેમ સુંદરી" નાં લગ્ન "ટાગૉર" પરિવારમાં થયાં હતાં,પરંતુ દુર્ભાગ્યે વિધવા થયા બાદ એમને પરિવારે ત્યાગી દીધાં હતાં.)

નાની બે બહેન-ખૂરશીદ અને મધુ

જીવનની કેટલીક દુઃખદ ક્ષણો-

૧. જન્મ થતાંજ પ્રસુતિગૃહમાં બીલ ભરવા રકમ ના હોવાથી જન્મ થતાંજ થોડા કલાકો માટે અનાથાલયમાં ગુજારવા પડ્યા,જોકે થોડા કલાકો પછી પિતા એમને પરત લઇ આવેલા.

૨."મારે બીજા કરતાં ય વધારે,ખૂબ ભણવું છે,મારે શાળાએ જવું છે" કહેતાં રહ્યાં પણ,હાય ગરીબી!!!ફક્ત સાત વર્ષની કુમળી વયે "બૅબી મીના" ના નામથી,રુપતારા સ્ટુડીયોમાં પ્રથમ ફીલ્મ "ફરઝાદ-એ-વતન(૧૯૩૯)" માં કામ કર્યું ત્યારબાદ ઉંમર કરતાં વહેલા મોટા થઇ, મીનાકુમારી તરીકે ધામિક ફિલ્મ"ગટોર્ગચ્છ(૧૯૪૯)"તથા તિલસ્મી ફિલ્મ,"અલાઉદીન ઔર જાદૂઇ ચરાગ(૧૯૫૨)" જેવી ફિલ્મોમાં કામ કરી આખાય કુટુંબનું પોષણ કરતાં રહ્યાં.

જીવનની કેટલીક સુખદ ક્ષણો-

૧.વિજ્ય ભટ્ટની ૧૯૫૨ માં નિર્માણ થયેલી" બૈજુ બાવરા" એ,એમને ના ફક્ત સફળ હિરોઇન તરીકે સ્થાપિત કર્યા,પણ એકમાત્ર પ્રથમ અભિનેત્રી હતાં જેને બૅસ્ટ ઍક્ટ્રેસનો ફિલ્મફૅઅર ઍવૉર્ડ (૧૯૫૩)પ્રાપ્ત થયો.

૨.પછી તો જાણે અગણીત સફળ ફિલ્મોની વણઝાર ચાલી,પરિણીતા(૧૯૫૩),એક હી રાસ્તા(૧૯૫૬),શારદા(૧૯૫૭),દિલ અપના ઔર પ્રિત પરાઇ(૧૯૬૦)કોહિનૂર(૧૯૬૦),વિગેરે...

3.ઉંમરમાં પોતાના કરતાં ૧૫(પંદર)વર્ષ મોટા,પરિણીત એવા,કમાલ અમરોહી સાથે પ્રેમલગ્ન(૧૯૫૨)માં કર્યાં.
(તલ્લાક-૧૯૬૦)
૧૯૬૨ માં ગુરુદત સાથે"સાહબ બીબી ઔર ગુલામ" અને ત્યારબાદ "છોટી બહૂ"માં હતાશામાં ડૂબી શરાબના રવાડે ચઢેલી પત્નીનો અવિસ્મરણીય રોલ કર્યો,પરંતુ એમને એકલતાએ એવાં ઘેરી લીધાં કે ખરેખર શરાબના રવાડે ચઢી ગયાં.ફિલ્મ "છોટી બહૂ"ના એક ગીત"પિયા ઐસો જીયા મેં સમાય ગયોરે" માં એક પત્નીની વ્યથાને એવી તો અભિનિત કરી છે કે આજે પણ પ્રેક્ષકોની આંખ અશ્રુભીની થઇ જાય છે.

આશરે ૯૦(નેવું) કરતાં વધારે ફિલ્મો જેમાં મોટા ભાગે સફળ ફિલ્મો,આશરે ત્રીસ વર્ષની ફિલ્મી કૅરીયરમાં,જમાના અને ખાસ તો પતિ કમાલ અમરોહી તરફથી ઉપેક્ષા,દગો-બેવફાઇ અને ૧૯૬૦ માં થયેલા તલ્લાકના દુઃખ સહન કરતાં વીતેલી જિંદગી,શરાબની લત,લથડતી તબિયત,આર્થિક કફોડી સ્થિતિ ને કારણે મીના કુમારીનું દિલ આ બનાવટી દુનિયા પર થી સાવ ઉઠી ગયું.

આજે પણ ફ્રેશ,ક્લાસિક ગણાય તેવી "પાકીઝા"ના રિલીઝ થયાના બે માસ પછી જ,લિવરના કૅન્સરને કારણે મીના કુમારીએ જ્યારે હૉસ્પિટલમાં છેલ્લો શ્વાસ છોડ્યો,ત્યારે એમના જન્મસમય ની આર્થિક સ્થિતિ જ ફરીથી વિધાતાએ લખી રાખી હતી."પાકિઝા"બૉક્ષઑફિસ પર ટંકશાળ પાડતી હતી પરંતુ,આજીવન સફળ અભિનેત્રી પાસે મૃત્યુ સમયે,હૉસ્પિટલનું બિલ ભરવાનાં નાણાં ન હતાં,

એટલેજ કદાચે મીનાકુમારીએ કમાલ અમરોહી સાથેના અસફળ સંબંધનું દર્દ આ રીતે રજુ કર્યું છે કે,

"તલાક તો દે રહે હો,નઝરેં કહર કે સાથ, જવાની ભી મેરી લૌટા દો મહેર કે સાથ."

મીનાકુમારીના મધુર કંઠે ગવાયેલ કેટલાક પ્રખ્યાત અશઆર"ટૂકડે ટૂકડે દિન બીતા." એમને આપણા સહુ તરફથી શ્રધ્ધાંજલી સ્વરુપે પ્રસ્તુત છે આશા છે આપને જરુર ગમશે.આપના પ્રતિભાવની અપેક્ષા.
MINA KUMARI.mp3
http://www.zshare.net/audio/65656641737bbf98/

"ટ્રેજેડી ક્વીન ",મીનાકુમારી સાંભળો છો? આપને જાણનારું આખુંયે વિશ્વ આપને હજી ખરા દિલથી ચાહે છે,
આપ જ્યાં રહો,બસ હવે તો સૂકૂનથી રહો એજ આપના ચાહકો તરફથી માલિકને દુઆ છે.
માર્કંડ દવે.

No comments:

Post a Comment

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.