Saturday, May 29, 2010

પીંખાતા પંખ.

પીંખાતા પંખ.

"  પીંખાતા  પંખ   બદલે છે, ક્યારેક જિંદગીનો   મુકામ,
   નહીંતર, આમ તો છે  જિંદાદિલી,જિંદગીનું  જ નામ  ..!!"


=======

આજે સવારની ચ્હા પીતાં-પીતાં હું બહાર વરંડામાં હિંચકે નિરાંતની પળ માણી રહ્યો હતો.

રાતને હજી કળ વળી હોય તેમ લાગતું ન હતું અને સાથેજ મારી ઊંઘને પણ.ત્યાંજ મારી ઊંઘ સાવ ઉડી જાય તેવો એક બનાવ બન્યો. મારામાં નો નિરીક્ષક જાગૃત થઈ ગયો.

જોયુંતો,ચકલીનું એક સાવ નાનકડું બચ્ચું મારી બાજુમાંથી, ફ..ડ..ફ..ડ કરતું,જમીન સરસું, ખુલ્લા આસમાનમાં ઉડતાં શીખી રહ્યું હતું અને તે જ્યાં બેઠું હતું,ત્યાં અવારનવાર, વરંડાના કોટની દિવાલ પરથી, તેની માઁ ચકલી, તે બચ્ચાની બાજુમાં આવી,બેસીને જાણે તેને શીખવતી હોયકે, "જો આમ ઉડાય..!!" તેમ હાવભાવ સાથે ફડડડ્‍ દઈને, તેની બાજુમાંથી ઉડી  સામેની દિવાલની ટોચે ઉડીને બેસી જતી હતી.

મને તે માઁ પર ઘણુંજ માન ઉપજ્યું, જોને, તે કેવી પોતાના બચ્ચાંને ઉડવાનું શીખવવા, સીધા આકાશને બદલે,શરૂઆતમાં, થોડીજ ઉંચાઈ સુધી ઉડવાનું શીખવતી હતી..!! વા..હ..!!

પેલા ચકલીના સાવ નાના બચ્ચાનો ડર અને તેની માઁ નો  બચ્ચાને ઉડતાં શીખવવાનો અદમ્ય ઉત્સાહ, હું રોમાંચ સાથે મારા રોમરોમમાં માણી રહ્યો હતો.નાનું બચ્ચું ઉડવાની  તૈયારીમાંજ હતું, ત્યાં તો હાયરે, કા...ળ..!!


હું હજી કાંઈ સમજું,ત્યાં તો એક ઘોઘર બિલાડાએ ચકલીના નાનાં બચ્ચાને, તીક્ષ્ણ દાંત વચ્ચે જડબામાં દબાવી, તેની પીંખાતી પાંખોનાં પીછાંને, જમીન પર ખેરવતો, બિલાડો ત્યાંથી ભાગી છૂટ્યો.

પોતાના વહાલસોયા નાના બચ્ચાંનાં પીછાં સામે જોઈ બિલાડાનો, નિષ્ફળ પીછો કરતી ચકલી પણ તેની પાછળ ઉડી ગઈ.
રહી ગયા માત્ર હવામાં ગૂંજતા, એક આહત માઁના  આક્રંદના દર્દભર્યા કરૂણ સ્વર....!!

મારી ઉંઘ હવે સાવ ઉડી ગઈ. આજનું અખબાર હાથમાં લીધું તો, સમાચારમાં પણ, આવાજ બે સમાચાર પર નજર પડી.

* ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહની એક વિદ્યાર્થીનીએ, નાપાસ થવાના ભયથી આપઘાત કર્યો,પરંતુ પરિણામ જાહેર થતાં તેના,૭૫% માર્ક આવ્યા હતા.

* આવાજ એક  કિસ્સામાં એક વિદ્યાર્થીએ નાપાસ થવાના ભયથી આપઘાત કર્યો, પરંતુ તેના પણ ૬૨% માર્કસ આવ્યા હતા.

મને વિચાર આવ્યો, આ બાળકોનાં માબાપ તેમને સરખું ઉડતાં શીખવવામાં નિષ્ફળ ગયાં હોવાં જોઈએ, ધોરણ બારના નજીકના લક્ષ્ય પર ધ્યાન આપવાને બદલે, તેના પછીના ડૉક્ટર, એન્જિનિયર,કે અન્ય કોઈ આસમાનને અડવાનું, મુશ્કેલ લક્ષ્ય આપ્યું હશે તેથીજ જિંદગી, કાળ નામના ઘોઘર બિલાડા સામે, હારી ગઈ..!! હાસ્તો, બીજું શું વળી...!!

જોકે, મને વિચાર આવે છે, જેમને ઉડતાં શીખવવા માટે બાળપણથી માબાપ કે કોઈ વાલી જ ન હોય તેવાં બચ્ચાંનું શું થતું હશે? તે કેવા ઘોઘર બિલાડાઓના હાથે પીંખાતાં હશે?

આપને પણ આ બાબત વિચારતી કરી મૂકે તેવી લાગતી હોયતો, હું તો શબ્દની કરકસર કરીશ,નીચે આપેલી,સાવ નાનાં,નોંધારાં બચ્ચાં, પ્રણીતા,શાહીન અને અંજલી તથા ખૂદ ઍન્કર સુનિથા ક્રિષ્નનના પીંખાયેલા પંખની, એક દર્દભરી વાતનું વર્ણન કરતી,આ લિંક પર જરૂર હીટ કરજો, મને તો જવાબ મળી ગયો છે,કદાચ આપને પણ મળી જશે.

આ લિંક પર વિડીયો જોયા પછી આપને જવાબ મળી ગયો હોય તો મને જાણ કરવા નમ્ર વિનંતી.

http://www.ted.com/talks/sunitha_krishnan_tedindia.html

માર્કંડ દવે.તાઃ ૨૯ -૦૫- ૨૦૧૦. 

3 comments:

 1. Too touching.

  Brougt tears to the eyes, Boss ! ( iinsaan hun,... Farishaan nahin )

  Davebhai, I am taking liberty to post your video and article on a highly educated forum, that I am on.

  http://www.r2iclubforums.com/forums/showthread.php/1629-MT-My-favorite-videos?p=292519

  Yr Article was equally painful
  Must have read "Kaka Kakelkar's evergreen story-time lesson on " Khisloki nu Bachchun " during your school career, davesaheb ! You remined me that lesson, today !

  So true. Many innocent rabits, deers and in your words ( a sparrow kid ) gets slaughtered daily, everytime, everywhere, every second.

  Persons like Sunitha or Aradhna Gupta is for sure salute-worthy.
  Our Hats-off.
  http://groups.google.com/group/janiojani/web/ruchika?hl=en

  Too shameful, that such incidents do happen in today's so called Modern, advanced, educated, sane, civil n' sober societies !

  Thanks for the VDO.
  ...........................

  ReplyDelete
 2. Too touching.

  Brougt tears to the eyes, Boss ! ( iinsaan hun,... Farishaan nahin )

  Davebhai, I am taking liberty to post your video and article on a highly educated forum, that I am on.

  http://www.r2iclubforums.com/forums/showthread.php/1629-MT-My-favorite-videos?p=292519

  Yr Article was equally painful
  Must have read "Kaka Kakelkar's evergreen story-time lesson on " Khisloki nu Bachchun " during your school career, davesaheb ! You remined me that lesson, today !

  So true. Many innocent rabits, deers and in your words ( a sparrow kid ) gets slaughtered daily, everytime, everywhere, every second.

  Persons like Sunitha or Aradhna Gupta is for sure salute-worthy.
  Our Hats-off.
  http://groups.google.com/group/janiojani/web/ruchika?hl=en

  Too shameful, that such incidents do happen in today's so called Modern, advanced, educated, sane, civil n' sober societies !

  Thanks for the VDO.
  ...........................

  ReplyDelete
 3. Dear Markandbhai,

  I am glad that I have joined this group and due to that I am able to read wonderful articles from you and other members. I really appreciate your contribution to the society.

  I was very touched by your article " Pinkhata Pankh " and Dr. Sunitha Krishnan's video. Crimes like this still happen in our so called cultured and educated society. I did send a small contribution to their Houston address.

  Where do you live in Amdavad? I was born and raised in Devni Sheri, Lakha Patel's Pole, Sankdi Sheri. Now we have moved near Judges' Bunglow, near Vastrpur. I would like to visit you when I come to Ahmedabad next time.

  May God bless you and give you enough strength and courage to continue your contribution to our society.

  Thank you again.

  Vinod Thakkar,
  vrthakkar@gmail.com, vrthakkar@hotmail.com
  Des Plaines, ILLINOIS, USA

  ReplyDelete

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.