Tuesday, September 14, 2010

આધુનિક બોધકથાઓ શ્રેણી - ૩

આધુનિક બોધકથાઓ શ્રેણી - ૩


" બીરબલ, બકરું કાઢતાં ઊંટ પેઠું, એટલે શું?"

" જહાઁપનાહ,આપની શાદીમાં,  બેગમસાહિબા સાથે, સાળો ગીફ્ટમાં આવ્યો છે..!! તેને કાઢવા જતાં સાસુ કાયમી રહેવા આવે તેને, `બકરૂં કાઢતાં ઊંટ પેઠું` કહેવાય?"

=========

વાર્તા -૧ (સુખદ અકસ્માત)

(એક યુવક દોડતો આવીને, તેના સદગુરુજીના પગમાં આળોટતાં)

યુવક," ગુરુજી મને બચાવો,બચાવો,બચાવો?"

ગુરુ," કેમ વત્સ, શું થયું?"

યુવક," ગુરુજી, કાલે મારા લગ્નમાં,અચાનક ઈલેક્ટ્રીસીટી  પાવર જવાથી, અંધારાનો લાભ લઈ, મારી વિધવા સાસુએ, મારી સાથે ફેરા ફરી લીધા. હવે?

ગુરુ," તારી વિધવા સાસુને, ફારગતી-છૂટાછેડા આપી દે? સમસ્યા ખતમ.!!"

યુવક," પણ પ્રભો, તેની પાસે, ધનસંપત્તિનો ખાસ્સો મોટો દલ્લો છે, તે સાવ છોડી દેવાય?"

ગુરુ, " હં..મ..!! સમસ્યા ગંભીર છે. બેટા, મારે માટે આશ્રમમાં ઍ.સી. કુટીર બનાવવાની છે. તારા તરફથી કાંઈ દાન-પૂન્ય?"

યુવક," ગુરુજી, કુટીર બની ગઈ સમજોને, મને ઝટ, ઉપાય બતાવો..!! હું મારી અસલ પત્ની (વિધવાની દીકરી) ને પાંચ વર્ષથી પ્રેમ કરું છું. તેના વગર મરી જઈશ..!!"

ગુરુ," પણ વત્સ, તારી પ્રેમિકા  તો  હવે તારી પણ દીકરી ગણાયને?"

યુવક," એજ તો સમસ્યા છે?"

ગુરુ," એક કામ કર, તારે મમ-મમથી કામ છેકે, ટપ-ટપથી?"

યુવક," પ્રભો, મમ-મમથી..!!'

ગુરુ," તો જા,  મારી ઍ.સી. કુટીરની સાથે, તારી આ, યુવાન પ્રેમિકાને, પણ સાધ્વી બનાવી અહીં મૂકી જા. શાસ્ત્રકથન અનુસાર, દુનિયાના બધાજ સબંધ,સાધ્વી બનતાંજ ખતમ અને સાથે તારી સમસ્યા પણ ખતમ, તું  તારે, અહીં  આવતો-જતો  રહેજે? ઑ.કે. સમજ્યો?"

યુવક," સમજી ગયો, પ્રભો, બરાબર સમજી ગયો. જેવી આપની આજ્ઞા.મને યોગ્ય ઉકેલ મળ્યો તેથી, ખૂબજ આનંદ થયો. ઑ.કે. ગુરુજી, બાય? "


આધુનિક બોધ;  હાથમાં આવેલી કોઈપણ તક જતી કરવી નહીં. જીવનમાં, લગ્ન સમયે, પાવર ફૅઈલ થાય, તેવો સુખદ અકસ્માત, બધા સાથે, નથી ઘટતો..!!  
===========

વાર્તા-૨ (સુંદર ગાયિકા.)

અકબરઃ" બીરબલ, તાનસેન એક માસની પી.એલ. ( રજા) પર ઉતરવાના છે. યાર, આ વખતે કોઈ સુંદર ગાયિકાનો પ્રબંધ કરને, જરા મઝા આવી જાય..!!"

બીરબલઃ " બાદશાહ સલામત, એક કામ કરીએ, રાજ્યમાં દાંડી પીટાવીને, ગાયિકાઓના ઈંન્ટરવ્યુ રાખીએ તો?"

અકબરઃ " વૅરી ગુડ આઈડીયા, બીરબલ, એમજ કર. તાનસેન અઠવાડિયા પછી, રજા પર જાય તે પહેલાં, ગાયિકાની ઍપોઈંન્ટમેન્ટ થઈ જવી જોઈએ..!!"

બીરબલઃ" ઑ.કે. જહાઁપનાહ, એમજ થશે. આપ નિશ્ચિંત રહો."

આખા રાજ્યમાં ઢોલ પીટાયો, અનેક રુપાળી ગાયિકાઓ, ઈન્ટરવ્યુ આપવા આવી. કેટલીક ગાયિકાઓ, સેમી ફાયનલ રાઉન્ડ માટે, સીલેક્ટ પણ થઈ..!!

તે દરમિયાન, એક દિવસ, બાદશાહ ગભરાયેલા ચહેરે, બીરબલને મળ્યા.

બાદશાહ  કહે," યાર, બીરબલ, મહેલમાં, મારી બેગમને ખબર પડી ગઈ છેકે, આપણે સુંદર ગાયિકા શોધીએ છે, ખબર નહીં ક્યાંથી, તેની એક ખાસ બહેનપણી ટપકી પડી છે.?  હવે,  બેગમે આખો મહેલ માથે લીધો છેકે, તેનેજ સીલેક્ટ કરવી, બીજી એકપણ નહીં..!! યુ, નૉ. તું તો સમજે છેને?"

બીરબલ કહે," જહાઁપનાહ, એમ વાત છે? મારા પર બધું છોડી દો, હું બેગમસાહિબાને સમજાવી દઈશ."

બીરબલ, બેગમસાહિબાને મળ્યા અને કોણજાણે શું સમજાવ્યુંકે, બેગમે, પોતાની બહેનપણીને ગાયિકા તરીકે સીલેક્ટ કરવાની, જીદ છોડી દીધી અને તેને  તરતજ, તેના અસલ ગામે, પરત રવાના કરી દીધી.

બાદશાહ કહે," બીરબલ, બેગમને તેં શું કહ્યું કે તે તરત માની ગઈ?"

બીરબલે કહ્યું," કાંઈ નહીં મહારાજ, મેં  બેગમસાહિબાને કહ્યું, બાદશાહ સલામતને, તો સ્નાન કરતી વખતે, હમામખાનામાં, સંગીતનો  આનંદ મળે તે માટે, `બાથરૂમ સિંગર`, સીલેક્ટ કરવી છે. બેગમસાહેબા, જરા ચેતી જાવ, આપની બહેનપણી રૂપાળી છે અને આપનું સ્થાન ખતરામાં છે..!!"

બાદશાહ, " પણ, પછી શું થયું?"

બીરબલ," પછી શું? બેગમસાહિબાએ, તાનસેનજીને બોલાવી, તેમની પી.એલ. (રજા) નામંજૂર  કરી  દીધી..!!"

આધુનિક બોધઃ   સ્ત્રીઓને  સમજાવવા, સ્ત્રીસહજ ઈર્ષ્યાના ભાવને વટાવી જોવામાં, કશું ખોટું નથી.

==========

વાર્તા-૩  (ન.મો.)


કાયમી આદત પ્રમાણે, પરદુઃખભંજન  વીરવિક્રમરાજાએ, અડીયલ વૈતાલનું મડદું ઝાડ પરથી ઉતારી, ખભા પર નાંખીને, ચાલતી પકડી.

વૈતાલ," વિક્રમ, મારે તારી, આ  વ્યર્થ મહેનત પર, દયા ખાવી કે મૂર્ખાઈ પર હસવું તેજ, મને સમજાતું નથી.

ખેર..!! રસ્તો કાપવા, તને એક આધુનિક કથા કહું છું. કથાના અંતે પૂછેલા સવાલનો જવાબ તું નહીં આપે તો, તારા પર ભ્રષ્ટાચારના આરોપ લાગે તેવો શાપ આપીશ..!!"

વૈતાલની વાત સાંભળીને, વિક્રમ બોલ્યા વગરજ, મંદ-મંદ મલકાતો, ચાલતો રહે છે.

વૈતાલ," ગુજરાત  નામના રાજ્યમાં, એક મૂખ્યમંત્રી થઈ ગયો. તેને બધા હિટલર કે સરમૂખત્યાર કહેતા. આખા ગુજરાતમાં તેના નામ અને સરનેમનું શોર્ટકટ કરી નાંખીને, તેને સહુ કોઈ, પોતાનો અક્કડુ સ્વભાવ ત્યજી, `ન.મો, ભાઈ જરા, ન.મો`. ની સલાહ આપતા હતા, પણ આ  માણસ, કોઈને એક  ઈંચ પણ, નમવા તૈયાર ન હતો..!!

વિરોધીઓએ તેને, નમાવવા, કેટલીય જાતના સાચા-ખોટા કેસમાં, સંડોવીને, વામણા પ્રયત્ન કરી જોયા. પણ સરવાળે શૂન્ય. આ માણસ ના નમ્યો તે નાજ નમ્યો. બધા કહેતાકે, આ તો, લાજવાને બદલે ઉપરથી ગાજે છે?

છેવટે એકવાર, એક જાહેર સ્થળે, જાહેરસભામાં, તે કોઈજ દેખીતા કારણ વગર,જનતા સમક્ષ નમ્યો. કેવી રીતે?  વળી જનતાએ તાળીઓના ગડગડાટ કર્યા. કેમ?  શા માટે?  વીર વિક્રમ, જો આ સવાલના જવાબ તુ નહીં આપેતો, તને શાપ આપીશ."

વીર વિક્રમે, મંદમંદ મલકાતાં, જવાબ આપ્યો," મંચ પર, ન.મો.ના  પગમાં ઘૂંટણ પર,  લાલ કીડીએ ચટકો ભરવાથી, અસહ્ય ખંજવાળ આવવાથી, તે  ઝૂક્યા હતા. લાલ કીડીને, ન.મો.ના વિકાસના ભાષણમાં રસ પડ્યો  નહતો ."

આધુનિક બોધઃ ભલભલા વિરોધીઓના વિરોધથી નહીં, ઝૂકનાર માણસને,  અમેરિકા, બ્રિટન, ઈટાલી કે ભારત સહિત, કોઈપણ દેશની, નાનીસરખી, લાલ કીડી ઝૂકાવી શકે છે, માટે લાલ કીડીઓથી દૂર રહેવામાંજ શાણપણ છે. ધઃ
=========
વાર્તા-૪ (રસપ્રદ રૅડિયો ઈંન્ટરવ્યુ)

(મ્યુઝીક......., ઢેંટેંણેંણ...!!)

આર.જે., " દોસ્તોં, આજે આપણી સાથે છે, પુરુષપ્રધાન લગ્ન-વિચારધારાના કટ્ટર ટીકાકાર, આજીવન કુવારાં ઍક્ટિવિસ્ટ સુશ્રી...બહેન..!! આપનું રૅડિયો- ૪૨૦ F.M. પર હાર્દિક સ્વાગત છે."

બહેન," ધન્યવાદ."

R.J." આપ એ બતાવોકે, આજે આપના પુરુષવિરોધી સંગઠનમાં,કુલ કેટલા સ્ત્રી મેમ્બર છે?"

બહેન,(આંગળીનાં વેઢાં ગણતાં)," ટ્રેડ સિક્રેટ, નો કમૅન્ટ્સ..!!"

 R.J." બીજો સવાલ, આપની નજરમાં પતિની શું કિંમત છે?"

બહેન," સાવ શૂન્ય, ઝીરો, કશીજ નહીં..!! બધાજ પતિ, ઉલ્લુ જેવા, સાવ બેવકૂફ હોય છે, તેથીજ, દરેક સ્ત્રીને, હું લગ્ન કરવાની ના પાડું છું. નારી મુક્તિ ઝિં..દા..બાદ..!!"

 R.J." કેમ..!! આપ પુરુષો પર, આટલો મોટો આક્ષેપ કયા આધારે કરી રહ્યા છો?"

બહેન," સીધી વાત છે. દિવસે પત્નીની ખોડખાંપણ કાઢ્યા કરતા, પતિને તેના બધાજ સદગુણ, રાતના અંધારામાંજ દેખાવા લાગે છે?"

R.J." પરંતુ, બહેન, તે આખો દિવસ કમર તોડીને પતિ કમાય અને પત્નીઓ શોપીંગના બહાને, પૈસા ઉડાવી દે છે, તેવા આક્ષેપ સ્ત્રીઓ પર પણ નથી થતા?"

બહેન," શૉપીંગ કરવું તે સ્ત્રીઓનો જન્મસિદ્ધ અધિકાર છે. તેના પર કોઈ પાબંદી ન લગાવી શકે..!!"

R.J." ઠીક છે, બહેન છેલ્લો પ્રશ્ન..!! આપને લગ્નવિરોધી ચળવળ શરૂ કરવાની પ્રેરણા ક્યાંથી મળી?"
બહેન, (ગર્વથી)," મારા ઘરમાંથી, મારી માતા પાસેથી?"

R.J." આપની માતા, પરણેલાં હતાં?"

બહેન,(ગરમ થઈને) " કયા શાસ્ત્રોમાં લખ્યું છે કે, એક સ્ત્રી ભૂલ કરે તેથી, બધી સ્ત્રીઓએ  એજ   ભૂલ  ફરી  કરવી?

R.J." બહેન, આપના ફૅન એવા એક પુરુષ કૉલરનો ફૉન છે, આપ જવાબ આપશો? ભાઈ, આપનું નામ અને સવાલ જણાવશો?"

કૉલર," હેલૉ...!! હા, મારું  નામ,..., છે. હું તમારો, કરોડપતિ, એક્સ પ્રેમી છું  અને  હજી પણ ,તમને પ્રેમ  કરું  છું.
મારો સવાલ  એ છેકે, મને તમારો પત્તો આજે દસ વર્ષ પછી લાગ્યો છે. મારી સાથે, લગ્ન વગર, લીવ ઈન રીલૅશનશીપથી રહેશો?"

બહેન," હાય.....સા..લ્લા..!! મને છોડીને ક્યાં જતો રહ્યો`તો? અત્યારે ક્યાં છે તું..!! મારે અત્યારેજ તને મળવું છે..!!"

કૉલર," ડાર્લિંગ, હું  અહીં રૅડિયો સ્ટેશનની ઑફિસની બહારજ, તારી રાહ જોતો ઉભો છું..!!"

બહેન," યસ..યસ..!! સ્ટૅ ધૅર..જસ્ટ કમિંગ..વી વીલ મૅરી, રાઈટ નાવ..?"

R.J." પણ બહેન, આ રસપ્રદ ઈન્ટરવ્યુ? તમારી લગ્ન વિરોધી ચળવળ? તમારી સાથે જોડાયેલ મેમ્બરનુ શું?"

બહેન," આ..લે..,તારું માઈક..!! બાય..બાય..?"

આધુનિક બોધઃ પોતાના નિશ્ચય પર, બહેનો કાયમ  અડગ જ રહેતી હોય છે તેમ, માનવાની ભૂલ પુરુષોએ ક્યારેય કરવી નહીં..!!

===========

" ANY COMMENTS?"

" NO COMMENTS. "

માર્કંડ દવે. તાઃ ૧૪ સપ્ટેમ્બર,૨૦૧૦.

===========

No comments:

Post a Comment

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.