Monday, October 24, 2011

વધામણી ના કર. (ગઝલ.)




વધામણી ના કર. (ગઝલ.)


પ્રિય મિત્રો, 

દિપાવલીના શુભ પર્વે, આજે ધનતેરસની અનેકોનેક હાર્દિક શુભેચ્છાસહ.

આ ગઝલ સમર્પિત છે, જગતની તમામ ધનસંપત્તિ,ઐશ્વર્યથી પણ અમૂલ્ય એવી,  `જિંદગી` નામની, પ્રાણથી પણ પ્યારી,  આપણી  પ્રિયતમાને..!!


બેવફાઈની વધામણી   ના  કર,
પ્રેમની તું  સરખામણી  ના  કર.


(૧)


આવી કમતિ ક્યાંથી સુઝી, પ્રિયે?
ખુદની આમ ઉછળામણી ના કર.



(૨)


નજરથી  તેં  ભલે ઊતાર્યો પણ,
હીણપતને અળખામણી ના કર.



(૩)


ફરી   શોધું  વફા,  દિલની  હાટે, 
સજાવટ બહુ લોભામણી ના કર.


(૪)


હીરાની ચમક શમી ગઈ કે શું?
પથ્થરને  પારસમણિ  ના  કર.


(૫)


વીસરી  ગઈને, સરજનહારને?
એની સાથે રિસામણી  ના  કર.


માર્કંડ દવે.તા.૨૩-૧૦-૨૦૧૧.

No comments:

Post a Comment

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.