Friday, October 29, 2010

હોઠ રસીલે તેરે- IITR - Pride for all Indians.

હોઠ રસીલે તેરે- IITR - Pride for all Indians.

IITR - Our Vision:

" To be the fountainhead of new ideas and innovations in science and technology and continue to be a source of pride for all Indians. "


========

પ્રિય મિત્રો,

આજે આપણા સહુની સવાર સુધરી ગઈ છે, દરેક ન્યૂઝ ચેનલ્સ પર સતત, અવિરત, `IIT Roorkee` ના કૅમ્પસમાં, કાચી કુંવારી કન્યાઓના, નરમ-નરમ હોઠ પર ગરમ-ગરમ કુમારોના, અત્યંત કુશળ તૃષાતુર, ઉત્તેજીત હોઠ અને દાંત દ્વારા ગ્રહણ કરેલી લિપસ્ટીક વડે, લિપસ્ટીક  લગાવવાની કૉમ્પિટીશનના, આલ્હાદક,રોમાંચ અને રોમાન્સભર્યાં દ્રશ્યો નિહાળીને..!!

વાહ..!! ક્યા બાત હૈ..,ક્યા બાત હૈ..,ક્યા બાત હૈ....!!

આ કૉમ્પિટીશન જીતવાની હોડમાં, ભાગ લેનાર દરેક ગરમ ગરમ કુમારો, જે પ્રકારે કાચી કુંવારી કન્યાઓના માથાને સ્થિર રાખવા મથીને, તેઓના નરમ- નરમ હોઠ પર લિપસ્ટીકનું રંગરોગાન કરી રહ્યા હતા..!! તે જોઈને,

હા...ય..!! એમ લાગી રહ્તું હતું,જાણેકે કોઈ કુશળ ચિત્રકારો અત્યંત બારીકાઈથી, વિશ્વનું સર્વશ્રેષ્ઠ, અદ્વિતિય ચિત્ર નિર્માણ કરવા પ્રયત્નશીલ હોય..!!

આ સાથેજ આવા નેક કાર્યમાં, કાચી કુંવારી કન્યાઓ, ગરમ ગરમ કુમારોને, જાણે આ  કાર્ય કરાવતા સમયે, પોતાને અનંત સમાધિ લાગી ગઈ હોય, તેમ કુમારોની બંને હથેળીઓમાં, પોતાની નાજુક - સુંદર ડોકીને સોંપી, ગરદન ઉંચી રાખીને, કન્યાઓ મુખ પર જે પ્રકારે સમર્પણભાવ ધારણ કરી, ધ્યાનસ્થ મૂદ્રામાં, સ્થિર થઈ ગઈ હતી, જાણેકે, તેમના રોકાઈ ગયેલા શ્વાસની સાથે, આસપાસની હવા-ધરતી-આકાશ સઘળું સ્થિર થઈ ન ગયું હોય?

જોકે, એક બિચારા સરદારજીને, વિશ્વના યુવાનોને પ્રેરણારૂપ, આવા અતિ સુંદર શુભ કાર્યમાં, તેમની પાઘડી (અને દાઢીમૂછ પણ) નડતી હતી.તે જોઈને મને હ્યદયમાં, અત્યંત દર્દ થયું. વળી સરદારજી પેલી કન્યા કરતાં થોડા લાંબા હોવાથી તેમને `ઍડજેસ્ટ`(..!! હી..હી..હી..!!) થતાં જોઈ, મારું હ્યદય રડી ઉઠ્યું.

સાલું,સરદારજીને આવો અન્યાય? સરદારજીઓને ક્યાંય સુખ નહીં? અહીં પણ તેમની મજાક ઉડે તેવી, બટકી કન્યા ઠઠાડી દેવાની?

ચાલો, આપણે સહુ, જમણા હાથની મુઠ્ઠીવાળી, હાથ ઉંચો કરીને,આ સરદારજીને સાંત્વન આપીએકે,"સરદાર, તુમ આગે બઢો, હમ સબ તુમ્હારે સાથ હૈ..!!"

જોકે, મને એક મિત્ર કહે છેકે, " આપણે ભલે આ યુવાઓની ઉંમર વટાવીને હવે, પૌઢની વ્યાખ્યામાં આવી ગયા.પણ આ બાબતે તમે કાંઈ લખો તો, ખરેખર લખજોકે, સિંઘલ-ફિંગલ કે બીજા જે કોઈ ચોખ્ખા માણસો હોય તેમને બધાને,આવી કૉમ્પિટીશન ગમે કે ના ગમે. પરંતુ, આપણે બધા પૌઢ વ્યક્તિઓ, આ કન્યાઓ અને કુમારોની સાથેજ છે.!!"

મને તેમની વાત સાંભળી નવાઈ પામેલો જોઈ, તેમણે ખુલાસો કર્યો," યાર, તારી ભાભીના અધરનું રસપાન કરતી વેળાએ, મને જે ગલગલિયાઁ નથી થતાં, તેનાથી અનેકઘણાં વધારે ગલગલિયાઁ, આ કુમાર-કન્યાઓની લિપસ્ટિક કૉમ્પીટીશન જોતાં-જોતાં થાય છે?"

મને લાગ્યું, તેમની વાત તો સાવ સાચી લાગે છે, આ મિત્ર જેવી નિખાલસતા દર્શાવી શકે છે તેવી, આપણા જેવા, ગલગલિયાઁ થયાં હોય તોપણ, કબૂલ ના પણ કરે?

અને આમેય, આપણા કામશાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે, સંપૂર્ણ નગ્નતા કરતાં, ઢાંકેલી નગ્નતામાં વધારે ઉત્તેજના હોય છે..!!

આ લોકો, ચાર આંગળ દૂરથી, લિપસ્ટિક લગાવે છે, તે દ્રશ્યમાંજ ખરી મઝા છે. તેથી IITRના આ ચિત્રકાર કુમારો,પોતાનાજ (પુરૂષ) હોઠ પર, લિપસ્ટિક લગાવી, બાદમાં, જેતે કન્યાના હોઠરૂપી કેનવાસ પર, લિપસ્ટિકની છાપ ઉપસાવતા હોત તો, આપણને, તે દ્રશ્યો માણવાની, આટલી બધી મઝા ન આવત?

મને આમીરખાન-માધુરી દિક્ષિતની સન-૧૯૯૦ની `દિલ` ફીલ્મ યાદ આવે છે. તેમાં પણ, માધુરી, બોક્સીંગ  રીંગમાં, આમીરખાન ઉર્ફે રાજાને, તેના હરીફને હરાવવા પડકાર ફેંકે છે, જેમાં શરત હોય છેકે, જો આમીરખાન કૉમ્પિટીશન જીતે તો, તેણે સહુના દેખતાં માધુરીને ચૂંબન કરવું અને હારે તો મોટી ભેંસ જેવી ભારે કન્યાને ચૂંબન કરવું..!!

આ દ્રશ્યમાં મઝા એ છેકે, આમીરખાન કૉમ્પિટીશન જીતીજાય છે અને, શરત મુજબ,  IITR ના લિપસ્ટિક કૉમ્પિટીશનના કન્યા-કુમારની માફક માધુરીની ગરદન પકડી, પોતાના હોઠ પાસે, છે....ક સુધી, માધુરીના હોઠ લઈ જઈને, છેવટે ચૂંબન કર્યા વગર, માધુરીને જતી કરે છે,

ત્યારનો આમીરનો, સંવાદ છે," મેરે ડેડીને કહા હૈ, કીસી ઐરે-ગૈરે કો મુઁહ મત લગાના."

આ ફીલ્મના, આ દ્રશ્ય સમયે, આમીરના, ચાર્લી સહિત, કૉલેજના સર્વે મિત્રો, ગલગલિયાઁ થતાંહોય તેમ, જે રીતે તેમના પોતાના હોઠ, આગળ કરે છે તે, દર્શકોને ખૂબ જ  રમૂજ પમાડે છે.

આમેય, IITR ની વેબસાઈટ પર,સંસ્થાનું વિઝન છે..!!    ( IITR - Our Vision:)


" To be the fountainhead of new ideas and innovations in science and technology and continue to be a source of pride for all Indians. "

નિર્માતા-નિર્દેશક શ્રીઈંદરકુમાર, આમીરખાનની ફીલ્મ, `દિલ`માં, માધુરીને (મધુના પાત્ર માટે) સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો,ફીલ્મ ફેઅર ઍવોર્ડ મળ્યો હતો, તેમાં આ અસફળ, અધુરા કિસિંગ સિનનો પણ ફાળો હોવો જ જોઈએ અને જો તેમ હોય તો, IITRનાં આ કન્યા અને કુમારોને પણ, તેમની સંસ્થા અને આપણી કેંદ્ર સરકારે, ખાસ, `Pride for all Indians`નો નેશનલ ઍવોર્ડ આપવો જોઈએ?

આ ઉપરાંત, જેમ ઑસ્ટ્રેલિયામાં ભારતીય વિધ્યાર્થીઓ પર થતા અત્યાચારના કથાનક પરથી મહેશ-મુકેશ ભટ્ટ બંધુઓએ, `CROOK` ફીલ્મ બનાવી, આપણને ઉલ્લુ બનાવીને, રોકડી કરી લીધી તેવીજ રીતે, આ લિપસ્ટિક કૉમ્પિટીશન પરથી પ્રેરણા લઈને, સિરિયલ કિસર શ્રીશ્રી૧૦૦૮ સંતશિરોમણીશ્રીઈમરાન હાશ્મી મહારાજ સાથે, `લિપસ્ટિક કિસર` નામક ફીલ્મ બનાવવી જોઈએ?


આપને કદાચ જાણ નહીં હોય, ધ ઈંડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ ટૅકનોલૉજી અગાઉ અંગ્રેજોના સમયમાં સન ૧૮૪૭માં, (લગભગ ૧૬૦ વર્ષ અગાઉ) થૉમસન કૉલેજ ઓફ સિવિલ ઍંન્જિનિયરિંગ ના નામથી સ્થપાઈ હતી. સન ૧૯૪૮માં યુનિવર્સિટી ઓફ રૂડકી તરીકે દેશમાં સર્વપ્રથમ ઍંન્જિનિયરિંગ યુનિવર્સિટી તરીકેનું બહુમાન પણ તેને પ્રાપ્ત થયેલું છે.

ઉપરાંત,   IITR, Roorkee. ઉત્તરપ્રદેશના ઉત્તરાખંડમાં સોલાની નદીકિનારે આવેલ છે, જ્યાં વિશ્વની સર્વશ્રેષ્ઠ ઍંન્જિનિયરિંગની કમાલ દર્શાવતો, ૯૧૮ મીટર લાંબો ઍક્વાડકટ અથવા વૉટર બ્રિજ નિર્માણ કરવામાં આવ્યો છે.જે નદી ઉપરથી ગંગા કેનાલને પસાર કરવામાં સહાયરૂપ થાય છે..!! અન્યથા આ કેનાલની ૧૨ કિલોમીટર લંબાઈ વધી જાત..!!

પરંતુ, IITR, Roorkeeના, આ ભાવિ એંન્જિનિયરો, આવા ફાલતુ નિર્માણના અધ્યયનમાં સમય બરબાદ ન કરીને,  એક રીતે દેશનું ભલુંજ કરી રહ્યા છે, શું જરૂર છે, આવી બધી, અધ્યયનની માથાકુટ કરવાની?

હવે, મારે આ કુમાર-કન્યાની ટીકા કરનારાઓને સવાલ કરવો છે, શું આ ઍન્જિનિયરો, કોઈપણ મોટા પ્રોજેક્ટનું નિર્માણ કર્યા બાદ, તેને રંગરોગાનના વાઘા પહેરાવવા, દાંતમાં પીંછી પકડીને, તે પ્રોજેક્ટના કાગળના ચિત્રમાં રંગપૂરણી હરિફાઈ ગોઠવે તો પણ આપણે તેમની ટીકા કરત?

પ્રોજેક્ટના ચિત્રમાં રંગપૂરણીને બદલે, આ અઠંગ જ્ઞાનપિપાસુ કુમાર-કન્યાઓએ લિપસ્ટિક કૉમ્પિટીશન ગોઠવી, કન્યાના હોઠને રંગવાની પ્રક્રિયાને, તેમના કોઈ પ્રોજેક્ટના એક પ્રેક્ટિકલ્સ ના ભાગરૂપે આપણે માનવાને બદલે હોબાળો મચાવવાનો?  આ તો બિચારાં નિર્દોષ બાળકો પર, અત્યાચાર ના કર્યો કહેવાય?

ખરેખર તો, તિસ્તાબહેન જેવાં કોઈ ઍક્ટિવિસ્ટે, આ બાબતે, હોબાળો મચાવનારા વિરૂદ્ધ, માનવ અધિકાર ભંગનો મુદ્દો ઉઠાવવો જોઈએ?

મને લાગે છે, આજ પ્રદેશના, યોગગુરુ બાબારામદેવજીએ, આ અંગે હજુસુધી કોઈ પ્રત્યાઘાત આપેલ નથી, તેથી મને વહેમ જાય છેકે, તેમની યોગ વિધ્યાપીઠમાં, યુવાનો માટે, આ કૉમ્પિટીશન કે આવાજ પ્રકારનું કોઈ યોગાસન, યોગના અભ્યાસક્રમમાં દાખલ કરે તો આપણને નવાઈ ન લાગવી જોઈએ?

મારા ઉપર ઉલ્લેખાયેલા પેલા રંગીલા ગલગલિયાઁ મિત્ર, જો આજે રાત્રે ભાભી માની જાય તો, પોતાના હોઠ-દાંતમાં, લિપસ્ટિક પકડી, ભાભીની ગરદન ઉંચી કરી, હોઠ પાસે હોઠ લઈ જઈ,ભાભીના હોઠ રંગવાના પ્રોજેક્ટ પર પ્રેક્ટિકલ્સ કરવાના છે..!! ભોગ તેમના ને આપણી ભાભીના..!!

ખેર..!! આપ પણ ઘેર જઈને આવું કાઈં કરવા વિચારતા હોય તો, મારા પેલા રંગીલા મિત્રને જે સલાહ મેં આપી, તે આપને પણ આપું છું...!!


માનવી હોય તો માનજો, નહીં તો જે થાય તે ભોગવજો?

અમૂલ્ય સલાહઃ-

" આ પ્રકારની કૉમ્પિટીશન કે પ્રોજેક્ટ પર કામ કરતા અગાઉ, ઑનિયન ઉર્ફે કાંદા ઉર્ફે ડુંગળી ન ઝાપટવી જોઈએ, પ્રોજેક્ટ ફેઈલ જવાનો સંભવ છે."

જોકે, છેલ્લા સમાચાર મુજબ તો, લિપસ્ટિક કૉમ્પિટીશન ગોઠવનારા ચારેક કુમારોને,   IITR ના સત્તાવાળાઓએ સસ્પેન્ડ કરી દીધા છે, Poor Boys..!!

તાકઃ  IITR, Roorkeeના આ અંગેના વિડિયો માણવા લિંકઃ-

Strange competition in IIT Roorkee

http://www.youtube.com/watch?v=cW1wu2S-R5s

Lipstick Scandal


http://www.youtube.com/watch?v=Bbcnslgy9G4

thomso 2009 vogue video 4

http://www.youtube.com/watch?v=lTS-ZYd3n_0&feature=related

iitb fashion show

http://www.youtube.com/watch?v=dzQTWM5ug8A&feature=related

IIT girl dancing so good,superm and sexy

http://www.youtube.com/watch?v=Am-wxUvuoC4

winner of duet dance in iit-roorkee 07

http://www.youtube.com/watch?v=H83zfpoAs_o&p=A9B80EB5E3733DC2&playnext=1&index=8

==========

"ANY COMMENTS?"

માર્કંડ દવે તાઃ ૨૯ ઑક્ટોબર,૨૦૧૦.

1 comment:

  1. IIT જેવી ઉચ્ચ કક્ષા ની કોલેજ મા જ થતા આવા આયોજન Engineering નુ લેવલ ડાઉન કરે છે. અને તમારી આ પોસ્ટ રજૂ કરવા ની સ્ટાઇલ ગમી.

    Madhav
    www.iharshad.wordpress.com

    ReplyDelete

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.