Friday, January 15, 2010

ચેક રિટર્ન - મોટાભાઈનો સાળો

ચેક રિટર્ન - મોટાભાઈનો સાળો.

"મહેશ ઠાકર? મહેશ ઠાકર ?", મેટ્રોપોલીટન કૉર્ટમાં મહેશના નામની બૂમ પડતાં જ મહેશ બેઠક ઉપરથી ઉભો થઈ,જજસાહેબના બોર્ડ તરફ આગળ વધ્યો, ક્લાર્કે કહ્યું,"ચાલો, સાક્ષીના પાંજરામાં આવી જાવ." મહેશ પાંજરામાં પ્રવેશી શિસ્તબધ્ધ ઉભો રહ્યો.જજસાહેબે તેની સામે જોતાંજ તે માનપૂર્વક નમ્યો. બેંન્ચ ક્લાર્કે ઈશ્વરના નામ પર સાચું બોલવાના સોગંદ લેવડાવ્યા.

છેલ્લા એક વર્ષ પહેલાં મહેશને,તેના મોટાભાઈનો સાળો રાકેશ,એક સામાજીક પ્રસંગે મળી ગયો,બંન્ને બાજૂ બાજૂમાં બેસીને આડીઅવળી વાતો કરતા હતા તેવામાં, મહેશને, શરમમાં નાંખીને રાકેશે, મહેશ પાસે ત્રણ માસ માટે દોઢ લાખ રુપિયા ઉછીના માંગ્યા.જોકે મહેશે તરતજ પોતાની અસમર્થતા દર્શાવી દીધી,અને વાત ત્યાંજ ખતમ થઈ ગઈ.પરંતુ ગમે તે કારણ હોય,રાકેશને નાણાંની તાતી જરુર હોયકે, ગમેતે હોય બીજા દિવસથી,તેણે મહેશની ઑફિસે ચક્કર કાપવાનું અને વિનંતી કરવાનું શરું કરી દીધું.આમ પંદર દિવસ સળંગ ચાલ્યું.રાકેશના કારણે,મહેશ સાવ કંટાળી ગયો.

એક દિવસ મહેશને મળવા તેના એક જૂના મિત્ર આવીને બેઠા, તેવામાં રાકેશ આવ્યો અને આવતાં જ ફરી નાણાં માટે કરગરવા લાગ્યો.મહેશની સાથે બેઠેલા,મળવા આવેલા મિત્રએ પોતે દોઢ લાખ ની વ્યવસ્થા ત્રણ માસ માટે કરી શકે છે તેમ ભોળાભાવે કહ્યું અને તરત રાકેશે વાતને પકડી લીધી.મહેશ કાંઈ બોલે તે પહેલાંતો માસિક બે ટકા લેખે વ્યાજ ચૂકવવાનું નક્કી કરી, પેલા મિત્રને,રાકેશે ખિસ્સામાંથી ચેકબૂક કાઢીને,તેમના નામનો ચેક ફાડી આપ્યો.પેલા મિત્રનું ઘર પાસે જ હતું,તેથી પેલા મિત્ર સાથે તરત જ, ત્યાં રુબરુ જઈ રાકેશ, રુપિયા દોઢ લાખ રોકડા લઈ, બંન્નેનો આભાર માની ચાલતો થયો.

હા,ભાઈ હા, રાકેશ પેલા મિત્રની રકમ લઈને, ખરેખર ચાલતો થયો.પ્રથમ માસથીજ વ્યાજની વાત તો દૂર, મહેશ કે મહેશના પેલા મિત્રનો ફોન ઉઠાવવાની તસ્દી,તેણે લેવાની બંધ કરી..!! નાણાં ધીરનારા પેલા મિત્ર હવે મહેશ ઉપર દબાણ કરવા લાગ્યા,તેથી નાછૂટકે મહેશે પોતાના મોટાભાઈને, તેમના સાળાએ કરેલા કારસ્તાનની વાત ડરતાં ડરતાં કરી, મોટાભાઈએ વાત સાંભળીને,તે આવાજ ધંધા કરતો હોવાનું સર્ટીફીકેટ આપ્યું, સાથેજ ત્યાં હાજર આખાંબોલાં ભાભીએ તો મહેશને સુણાવી પણ દીધી," મહેશભાઈ, આવી રીતે પૈસા આપનારા મૂરખા કહેવાય,પહેલાં, પૂછવું જોઈએને ?"

બસ, થઈ રહ્યું..!! છેવટે રુપિયા ધીરનાર પેલા મિત્રને મહેશે કંટાળીને કહી દીધું," ભાઈ તમે કાયદેસર જે થાય તે કરો,જરુર પડશે,તો હું સાક્ષી ભરવા આવીશ." પેલા મિત્રએ ચેક રિટર્ન થતાં કાયદેસર કેસ દાખલ કર્યો,તેનો સમન્સ બજતાં, આજે મહેશ સાક્ષીના પાંજરામાં ઉભો હતો.

સરકારી વકીલે,મહેશને નામ,ઠામ,કેસની વિગતો પૂછી.ત્યારબાદ રાકેશના વકીલે સવાલ પુછ્યા.ખાસ કરીને પેલા મિત્રએ વ્યાજે નાણાં આપ્યાં કે વગર વ્યાજે હાથઉછીના આપ્યા ? તે બાબત ફેરવી ફેરવીને સવાલ પૂછ્યા, પણ મહેશે મિત્રને નુકશાન ન જાય તે માટે, વગર વ્યાજે હાથઉછીના, નાણાંની લેવડદેવડ થયાનુ જણાવ્યું.

કેસ તો સાવ સ્પષ્ટ હતો. મહેશની હાજરીમાં રુપિયાની લેવડદેવડ થઈ હતી. મહેશે બધું જ સાચું કહી દીધું, તેને લાગ્યું કે હવે જો, રાકેશ રુપિયા નહી આપે તો તેને ચોક્કસ સજા થશે.

છતાં જજસાહેબે, કોઈ સમાધાનકારી, છેલ્લો રસ્તો શોધી જોવા મહેશને જ્યારે પૂછ્યુંકે," આ ભાઈ તમારા મોટાભાઈના સાળા છે,આ ભાઈના નામે કોઈ મિલકત છે ?તમનેતો ખબર હશેને ? "

જવાબ આપતાં પહેલાં મહેશે એક ક્ષણ આંખ બંધ કરી વિચાર્યું, મોટાભાઈએ તેને પાળી પોષીને મોટો કર્યો હતો, ભાભીએ પણ તેને ક્યારેય ઓછું આવવા દીધું ન હતું રાકેશ પાસે, પેલા મિત્રને આપવા માટે, નાણાં કેમેય કરીને ભેગાં થાય તેમ ન હતાં. તેવામાં રાકેશના સ્વર્ગસ્થ માતાપિતાએ વારસામાં, તેને આપેલું એક માત્ર મકાન, જો આ દેવું ચૂકવવા કૉર્ટ હુકમ કરીને વેચાવી દેશે તો, રાકેશના જેલમાં ગયા બાદ, તેનાં નિર્દોષ પત્ની અને બાળકો રોડ ઉપર આવી જશે.

"ના સાહેબ,ઘણાં વર્ષોથી મારે, તેમનો સંપર્ક નથી, તેથી મને તેમની મિલકત અંગે કશીજ જાણકારી નથી." અનુભવી જજે ઉંચી નજર કરીને, અસત્ય બોલતા મહેશ સામે જોયું, મહેશની આંખમાં સબંધોની લાચારી તરવરતી હતી. જજસાહેબે ડોકું હલાવી," સારું,જાવ", કહી મહેશને જવા માટે ઈશારો કર્યો. પોતે જાણે કોઈ ધર્મસંકટની મહાજાળમાંથી માંડ માંડ છૂટ્યો હોય તેવા, ભાવ સાથે મહેશે જાણે છગછગાવીને ઘર ભણી દોટ મૂકી.

બીજા બે માસ પછીની મુદતે ચૂકાદો આવી ગયો,પેલા મિત્રને થયેલા કાનૂની ખર્ચ સાથે, રાકેશે રુપિયા એક લાખ પંચોતેર હજાર કૉર્ટ દ્વારા ફરીયાદીને ચૂકવવા,અથવા એક વર્ષની સાદી કેદ ભોગવવી.

પોતે આ જમેલામાં ખોટો સંડોવાઈ ગયો હોવાની લાગણી અનુભવતો હોવા છતાં, મહેશને, પેલા મિત્ર અને કેટલાક અંશે,મોટાભાઈ, ભાભી સાથે સબંધ ખાટા થઈ ગયા તેનું ઘણું જ દુઃખ થયું.પણ હવે શું થાય ?

પ્રિય મિત્રો,

આ વાર્તા કોઈ એક મહેશની નથી.આપણે બધાએ ક્યારેક શરમમાં આવી જઈ,ક્યાં તો જામીન બનીને અથવા આપણાં પોતાનાં નાણાં, શરમમાં ઉધાર આપીને, ગુમાવવાનો વારો આવે છે.હવે ધક્કાબેંકના ચેક ફાડનારાની સંખ્યા વધી છે,સામાજીક પ્રતિષ્ઠાની કોઈને પડી નથી.ઘણા નફ્ફટ લોકો તો આને જ મોટી ક્રેડિટ સમજી, કાર્ડ ખેલી નાંખે છે..!!

કેટલાક માણસો, આવડત વગરના ધંધાનું સાહસ, સમજ વગર શેરબજારમાં રોકાણ, "આમદાની અઠ્ઠન્ની ખર્ચા રુપૈયા",જેવી જીવન શૈલી,ઘરમાં સદસ્યને ગંભીર ખર્ચાળ બિમારી,દેવું કરીને દેખાદેખી કરેલા ભપકાદાર લગ્નપ્રસંગો અને ના પાડવાની કળા વગરનો લાગણીશીલ ઉદાર સ્વભાવ,જેવાં અનેક પરિબળો અને સંજોગોને કારણે, દેવાના ડુંગરની ચે દબાઈ જાય છે. નાણાંની અછતના વિષચક્રમાં ફસાયેલા દેવાદાર, આવા દુર્ભાગીઓએ, છેવટે બાળબચ્ચાં પત્ની,કુટુંબ સહિત આપઘાત કર્યાના પણ ઉદાહરણ આંતરે દિવસે,વર્તમાનપત્રોમાં વાંચવા મળે છે.

વૈશ્વિક ઉદારીકરણના વાયેલા વાયરાને કારણે, આપણી અર્થવ્યવસ્થામાં ઋણ - ધિરાણની અત્યંત સરળ પ્રક્રિયાને કારણે, ઘણા લોકો આ માયાજાળના સકંજામાં જકડાઈ ગયા છે.

પોતાના હોદ્દા,સતા,અને સામાજીક મોભાનો,ઉપયોગ કરીને,બે નંબરનાં નાણા કમાઈને, યેનકેન પ્રકારે, ઉધારી વસૂલ કરવાના આત્મવિશ્વાસ સાથે, પઠાણી વ્યાજે ધીરધારના લાયસન્સ વગર, ગેરકાયદે રુપિયા ધીરનારાઓની આખી એક જમાત ઉભી થઈ છે.જૂના જમાનામાં કેટલાય ગરીબ ખેડૂતો, બમણું-ત્રણઘણૂં વ્યાજ ચૂકવે છતાં મૂળ મૂડીની ઉઘારી ઉભી જ રહેતી.

તેથીજ વ્યાજખોર શાહુકારના પોતાના બનાવેલા,સગવડીયા આંક, ઘડિયા `પહાડા` મુજબ એમ કહેવાતુંકે," સત્તર પંચા,પંચાણું,ઉપર છૂટના મૂક્યા ત્રણ, થયા અઠ્ઠાણું,ચાલ લાવ સો માં બે ઓછા." (હકિકતમાં ૧૭ ગુણ્યા ૫ = ૮૫ થાય,જેમાંથી ત્રણ રુપિયા છૂટના બાદ કરતાં ૮૨ રુપિયા આપવાના થાય)

આપ સહુની જાણકારી માટે ઈન્ડીયન પીનલ કૉડની કલમ ૧૩૮ અંગે નીચે વિગત આપી છે. ઈશ્વરને પ્રાર્થના કે કોઈને કૉર્ટકચેરીનાં પગથીયાં ઘસવાનો વારો ક્યારેય ના આવે.

કમસે કમ નીચેની કલમો વાંચીને આપણે તો આડેધડ ચેક નહીંજ ફાડીએ. ખરુંને ?

માર્કંડ દવે.તા.૧૩ - ૧૨ - ૨૦૦૯.
=============================

ઈન્ડીયન પીનલ કૉડની કલમ ૧૩૮ .ચેક રિટર્ન ઑફેન્સ.

[CHAPTER XVII]
OF PENALTIES IN CASE OF DISHONOUR OF CERTAIN CHEQUES FOR INSUFFICIENCY OF FUNDS IN THE ACCOUNTS

138. Dishonour of cheque for insufficiency, etc., of funds in the accounts

Where any cheque drawn by a person on an account maintained by him with a banker for payment of any amount of money to another person from out of that account for the discharge, in whole or in part, of any debt or other liability, is returned by the bank unpaid, either because of the amount of money standing to the credit of that account is insufficient to honour the cheque or that it exceeds the amount arranged to be paid from that account by an agreement made with that bank, such person shall be deemed to have committed an offence and shall without prejudice to any other provisions of this Act, be punished with imprisonment for ["a term which may extend to two year"], or with fine which may extend to twice the amount of the cheque, or with both:

Provided that nothing contained in this section shall apply unless-

(a) The cheque has been presented to the bank within a period of six months from the date on which it is drawn or within the period of its validity, whichever is earlier.

(b) The payee or the holder induce course of the cheque, as the case may be, makes a demand for the payment of the said amount of money by giving a notice, in writing, to the drawer, of the cheque, 3["within thirty days"] of the receipt of information by him from the bank regarding the return of the cheques as unpaid, and

(c) The drawer of such cheque fails to make the payment of the said amount of money to the payee or, as the case may be, to the holder in due course of the cheque, within fifteen days of the receipt of the said notice.

Explanation: For the purpose of this section, "debt or other liability" means a legally enforceable debt or other liability].

OBJECTS AND REASONS OF AMENDING ACT OF 2002

The Negotiable Instruments Act, 1881 was amended by the Banking, Public Financial Institutions and Negotiable Instruments Laws (Amendment) Act, 1988 wherein a new Chapter XVII was incorporated for penalties in case of dishonour of cheques due fo insufficiency of funds in the account of the drawer of the cheque. These provisions were incorporated with a view to encourage the culture of use of cheques and enhancing the credibility of the instrument. The existing provisions in the Negotiable Instruments Act, 1881, namely, sections 138 to 142 in Chapter XVII have been found deficient in dealing with dishonour of cheques, Not only the punishment provided in the Act has proved to be inadequate, the procedure prescribed for the Courts to deal with such matters has been found to be cumbersome. The Courts are unable to dispose of such cases expeditiously in a time bound manner in view of the procedure contained in the Act- (Para 1)

Keeping in view the recommendations of the Standing Committee on Finance and other representations, it has been decided to bring out, inter alia, the following amendments in the Negotiable Instruments, Act, 1881, namely:-

(i) to increase the punishment as prescribed under the Act from one year to two years;

(ii) to increase the period for issue of notice by the payee to the drawer from 15 days to 30 days; (Para 4)

1. Inserted by Act 66 of 1988, , sec. 4 (w.e.f. 1-4-1989). Earlier Chapter XVII relating to " Notaries Public" Inserted by Act 2 of 1985, sec. 10, was replaced by the Notaries Act, 1952 (53 of 1952), sec. 16 (w.e.f. 14-2-1956).

2. Substituted by Act 55 0f 2002, sec. 7 for "a term which may extended to one year" (w.e.f. 6-2-2003).

3. Substituted by Act 55 of 2002, sec. 7, for "within Fifteen days" (w.e.f. 6-2-2003).

=============================

No comments:

Post a Comment

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.