Monday, September 19, 2011

`લવ`ની લાલિયાવાડી.(ગીત)




`લવ`ની લાલિયાવાડી.(ગીત)

હે...ઈ..,`લવ`ની લાલિયાવાડી, 
આ.તો..,`લવ`ની લાલિયાવાડી.
પેમલાને  પછાડી ગઈ,(કોરસ..હે...હે..,૨)  
ઓલી પેમલી ઝટિયાંવાળી
`લવ`ની લાલિયાવાડી, આ.તો..,`લવ`ની લાલિયાવાડી.

અંતરા-૧.

એક   માગું  ત્યાં  તેર  મળેને, તૂટ જાય સાંધે તેર,
નિત નવાં નખરાં કરે, હરિ  દેર કરે, ક્યાંક અંધેર.
વાંઢાને  બનાવી ગઈ, (કોરસ..હે...હે..,) (૨)  
ઓલી પેમલી ઝટિયાંવાળી
`લવ`ની લાલિયાવાડી, આ.તો..,`લવ`ની લાલિયાવાડી.

અંતરા-૨.

હરખાયો મનથી ઘણો, પણ ઓલી પેમલીથી ગભરાય,
`લવ યુ` કે`તાં બહુ કાંપતો, ડીલે પરસેવો છૂટી જાય.
પર-સેવા કરાવી ગઈ,(કોરસ..હે...હે..,) (૨)  
ઓલી પેમલી ઝટિયાંવાળી,
`લવ`ની લાલિયાવાડી, આ.તો..,`લવ`ની લાલિયાવાડી.

અંતરા-૩.

નિશદિન પૂછતો પેમલો, હની `લવ` કરું  બે કે ચાર?
બાપ, પેમલીનો પૂછતો, ખાઈશ ડંડા દસ કે બાર,
ડંગોરા મરાવી ગઈ, (કોરસ..હે...હે..,) (૨) 
ઓલી પેમલી ઝટિયાંવાળી,
`લવ`ની લાલિયાવાડી, આ.તો..,`લવ`ની લાલિયાવાડી.

અંતરા-૪.

ચાર રસ્તે ફીલ્ડીંગ ભરે, નેટપ્રેક્ટિસ કરે અપાર,
બોલિંગ-બેટિંગ ક્યાં કરે, લવ-લોચાની ભરમાર,
અમ્પાયર પટાવી ગઈ,(કોરસ..હે...હે..,) (૨) 
ઓલી પેમલી ઝટિયાંવાળી,
`લવ`ની લાલિયાવાડી, આ.તો..,`લવ`ની લાલિયાવાડી.

માર્કંડ દવે.તા.૧૮-૦૯-૨૦૧૧.

No comments:

Post a Comment

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.