Wednesday, October 5, 2011

મનડાની મહેક (ગીત)પ્રિય મિત્રો,

તાજેતરમાં નવરાત્રી નિમિત્તે, `જય માતાજી` વડોદરા દ્વારા બહાર પાડવામાં આવેલ ઑડિયો આલ્બમ "અણીયાળી આંખોવાળી"માંથી 
એક ગીતની રમઝટ. આશા છે આપને જરૂર ગમશે..!!

ગાયક- શ્રીધવલ ઠાકર.

©ગીત-સ્વરાંકન-સંગીત, શ્રીમાર્કંડ દવે.

રેકૉર્ડિંગ- એમ.કે.સ્ટુડિયો,અમદાવાદ.

મનડાની મહેક (ગીત)

તારા મનડાની મહેક મને મરવા ન દે..,
મારા ચિત્તડાની ચોટ મને જીવવા ન દે..,

કોરસ- તારા મનડાની મહેક મને મરવા ન દે..,

તારા મનડાની મહેક મને મરવા ન દે..,
મારા ચિત્તડાની ચોટ મને જીવવા ન દે..,

તારા મનડાની મહેક મને મરવા ન દે..,

અંતરા-૧.

ઘડીભર આશા ને પળમાં નિરાશા..,
મૂરઝાતું મન મારું,કરમાતા ચહેરા.., 

ઘડીભર આશા ને પળમાં નિરાશા..,
મૂરઝાતું મન મારું,કરમાતા ચહેરા..,
તારા પ્રેમનો તંતુ મને તૂટવા ન દે

કોરસ- તારા પ્રેમનો તંતુ મને તૂટવા ન દે..,
તારા મનડાની મહેક મને મરવા નદે..,

તારા મનડાની મહેક મને મરવા નદે..,

અંતરા-૨.

પકડા પકડીના આ  છે તમાશા, 
વિરહ,સંજોગને ત્યાં જન્મી હતાશા.., 

પકડા પકડીના આ  છે તમાશા, વિરહ,
સંજોગને ત્યાં જન્મી હતાશા..,
તારા સ્મરણોનો ભાર મને ઊંઘવા ન દે..,

કોરસ-તારા સ્મરણનો ભાર મને ઊંઘવા ન દે..,
તારા મનડાની મહેક મને મરવા ન દે..,

તારા મનડાની મહેક મને મરવા નદે..,
મારા ચિત્તડાની ચોટ મને જીવવા ન દે..,

અંતરા-૩.

શ્વાસ-ઉચ્છવાસ જ્યાં ગીરવી મુકાયા..,
જીવતરમાં હવે નથી કોઈ ધખારા.., 

શ્વાસ-ઉચ્છવાસ જ્યાં ગીરવી મુકાયા..,
જીવતરમાં હવે નથી કોઈ ધખારા..,
તારા પ્રેમના પડઘા જરા ગુંજવા તો દે..,

કોરસ-તારા પ્રેમના પડઘા જરા ગુંજવા તો દે..,
તારા મનડાની મહેક મને મરવા ન દે..,

તારા મનડાની મહેક મને મરવા નદે..,
મારા ચિત્તડાની ચોટ મને જીવવા ન દે..,

અંતરા-૪.

વટ-વચન અને વાયદાના સોદા..,
નિભાવું તો મળે ઉના નિસાસા,.., 

વટ-વચન અને વાયદાના સોદા..,
નિભાવું તો મળે ઉના નિસાસા,.., 
સોગંદના રંગે જરા રંગાવા દે.., 

કોરસ-સોગંદના રંગે જરા રંગાવા દે.., 
તારા મનડાની મહેક મને મરવા ન દે..,

તારા મનડાની મહેક મને મરવા નદે..,
મારા ચિત્તડાની ચોટ મને જીવવા ન દે..,

માર્કંડ દવે.તા.૨૪-૦૮-૨૦૧૧.

No comments:

Post a Comment

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.