Saturday, October 8, 2011

યાદોને ખોબલેથી. (ગીત)

યાદોને ખોબલેથી. (ગીત)

યાદોને  ખોબલેથી વીણી હજી હું એકઠી કરું..!

ત્યાંતો મનાકાશે કણ-કણ થઈ તું શાને ઊડે..!

અંતરા - ૧.

સહરાઈ પ્રખર તાપનું, હજી હું મારણ  કરું..!

ત્યાં ઝાંઝવાંનું છદ્મ નીર થઈ, તું સામે મળે..!

યાદોને ખોબલેથી વીણી હજી હું એકઠી કરું..!

અંતરા-૨. 

નયનોમાં પ્રેમરસ ઝીલી, હજી ઘૂંટ પીવા મથું..!

ત્યાંતો  અશ્રુનું  ટપક ટપક થઈ, તું શાને સરે..!

યાદોને  ખોબલેથી  વીણી  હજી હું એકઠી કરું..!

અંતરા-૩

પત્તાં સજાવી સ્વપ્નમહેલ હજી રચવા મથું..!

ત્યાંતો  બેરહેમ  આંધી  થઈ  તું શાને વહે..!

યાદોને ખોબલેથી વીણી હજી હું એકઠી કરું..!

અંતરા -૪.

સમસ્ત  તાકાતથી ચાહ્યા પછી, હું પ્રેમ શીખું..!

ત્યાંતો ડગમગ પ્રેમે અલવિદા કહી, તું શાને રડે..!

યાદોને ખોબલેથી વીણી હજી હું એકઠી કરું..!
 
ત્યાંતો મનાકાશે કણ-કણ થઈ તું શાને ઊડે..!
 
માર્કંડ દવે.તા.૨૩-૦૯-૨૦૧૧.

No comments:

Post a Comment

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.