Monday, July 26, 2010

રૅવ પાર્ટી. સંવાદ શ્રેણી-૫

રૅવ પાર્ટી.

સંવાદ શ્રેણી-૫




" કમોતે    મરવાની, એષણા  લઈ   ફરું  છું,
  મને જ,   છેતર્યાની, ભ્રમણા લઈ    ફરું  છું..!!"


======

" તને કૉલેજમાં  આવ્યાને,  કેટલો સમય થયો?"

" એક સૅમેસ્ટર."

" તું હૉસ્ટેલમાં, આખો દિવસ બોચિયાની જેમ, વાંચ્યા જ કરે છે?"

" તો બીજું શું કરું? અહીં ભણવા તો આવ્યો છું..!!"

" આજે રાત્રે, ચાલ મારી સાથે."

"ક્યાં?"

" એક ધનાઢ્ય મિત્રના, ફાર્મ હાઉસ પર."

" કેમ..!! ત્યાં શું છે?"

" તું ચાલતો ખરો, તને સ્વર્ગ બતાવું.!!"


======

" આવ, ડર્યા વગર,  અંદર આવ..!!"

" દોસ્ત, તું મને ક્યાં લાવ્યો? અહીં તો બધા, નશામાં ઝૂમતા લાગે છે..!!"

" અરે..!! મઝા આવશે, લે..!! જરા, બે  કસ, તુંય  લગાવ  તો?"

" નહીં, નહીં..!! અરે..અરે..!!...યા.....ર...!!"

" કેમ.. મઝા આવી?"

" યાર, તેં...એં..એં...,મને   શું   પી...વ...ડા...વી   દીધું?"

" હજી   ખરી મઝા તો, હવે આવશે. જો દિલ્હીથી ખાસ અપ્સરા બોલાવી છે...!!"

" અ...પ્સ...રા..!! ક્યાં છે?  અ...પ્સ...રા..!!"

" આ...રહી..!! સ્વી..ઇ...ટી....!!   મારા દોસ્તને મઝા કરાવ, હું ય હમણાં આવ્યો...!!"

" હાય..!!  હેન્ડસમ ?  પ્લીઝ, કમ ઈન, કમ ઈન, ઓ..હ..!! પ્લીઝ..ટેક મી ઑન હૅવન્સ રાઈડ..ઓહ..ઓહ..!!"

===========

( પોલીસ સાયરન...!!...!!)


"પાટીલ.., રન..ફાસ્ટ..,મેક..હરી.., કૅચ, ઓલ ધ બા..સ્ટ...ર્ડસ..!!

" બાપના પૈસે લીલાલહેર..હમ..મ..?"

"લૂક ઑફિસર..!! યુ ડોન્ટ નૉ મી..!! આઈ એમ  ફેમસ, `----,`સ`, સન..!!"

( તમાચાનો અવાજ.., સ..ટા..ક..!!)

" તારા એ બાપને, હવે સીધો કૉર્ટમાં બોલાવજે. તેનેય ખબર પડેકે, મારો સપૂત કેવા ધંધા કરે છે?"

"સર..!! આ મૉડલ ગર્લ સાથે,  ડ્રગ્સના ઑવરડોઝથી, એક છોકરો  બેભાન થઈ ગયો લાગે છે..!!"

" મેક..હરી..!! તેને હૉસ્પિટલ ભેગો કર, જલ્દી..!! જલ્દી કર..!!"

" સાહેબ,પ્લીઝ, તેને જવા દો..!! તે મારા આગ્રહથી, પહેલીજ વાર, આવી પાર્ટીમાં આવ્યો છે."


( ઉંડા શ્વાસ સાથેનું, મૌ..ન..!! )

" સર, પ્લીઝ..!! તેને છોડી દેજો..!! સાવ ગરીબ પણ, ભણવામાં હોંશિયાર છે."


( ઉંડા શ્વાસ સાથેનું, મૌ..ન..!! )

" સર,તેના કૅરિયરનો સવાલ છે. તેના મા-બાપની, તે એક જ આશા છે."

" ચૂપ કર.., યુ.. બાસ્ટર્ડ..!!  પાટીલ.. જો તો..!! તેના શ્વાસ ચાલે છે?"

" નો, સર..!! હી ઈઝ નો મૉર...!!"


" ચલો, ચલો..પુલીસ વાન મેં બૈઠો..!! કભી લાશ નહીં દેખી ક્યા? અ..બે.., ચલ..ના,  કીત્તીબાર બોલને...કા..આ..આ?"

=========

" ENJOY RAVE PARTIES..!!"

"  NO COMMENTS."


માર્કંડ દવે.  તાઃ૨૬ જુલાઈ ૨૦૧૦.

1 comment:

  1. એક હકીકતને ખુબજ સરસ રીતે આલેખન કરેલ છે.

    das.desais.net

    ReplyDelete

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.