Friday, October 28, 2011

ત્રિ-હાય-કુ-મુબારક.




ત્રિ-હાય-કુ-મુબારક.


પ્રિય મિત્રો,

ચાર પંચાક્ષરી તથા ત્રણ સપ્તાક્ષરી પંક્તિનાં 

ત્રિ - હાય -  કુ- મુબારક.

*

સલવાડી  દેતા  સંબંધ - મુબારક. 

(૧)


સંબંધ કસી,

ઉધાર  હસી, સૌ  ને,

હેપ્પી ન્યૂ યર,

કર્યા તો ખરા, હવે

દેવતા જાણે..!!

રાશી - ફળ  આપણું,  

કોને  નડશે..!!

*

આજીવન વાસી ડાર્લિંગ-મુબારક.


(૨)


સેવ-સુંવાળી,

ઘારી, વાસી ડાર્લિંગ,

દિવાળી  આવી,  

તબીબની ગોળી  લૈ, 

વૈદ્યની ફાકી,

ગૈ,  જોને  દસ્ત-દાન,

પર ચઢાવી.

*

ભ્રષ્ટ-મોંઘેરા નેતા-મુબારક.


(૩)


રોજ  દિવાળી,

હોય  તો, નહીં નડે,

આ મોંઘવારી?

 પણ,   હૈયા - હોળી થૈ,

આજન્મ  નડે, 

જોને,  હોળી  - ભૂખ્યા છે,

સૌ ભ્રષ્ટાચારી..!!

*

ભાઈબીજ/ અ-ધરમની બેન-મુબારક.

(૪)

ભાઈ નથી શું?

રડ મા, પિન્કી, બેટા..!!

પપ્પા લાવશે,

નાના  ભાઈની સાથે,  

ધર્મની બેન ?

કહેજો, ભાઈ  - બેન,

તેને માં, બસ..!!

=========

છોડો, યાર...!!

દિવાળી તો, સતયુગ સંગ, વહી ગઈ?

માર્કંડ દવે. તા.૨૮-૧૦-૨૦૧૧. 

No comments:

Post a Comment

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.