Wednesday, June 22, 2011

શ્રીબકબક વિજયસિંહ ભાનપામાં?


શ્રીબકબક વિજયસિંહ 
ભાનપામાં?


સૌજન્ય-ગૂગલ

===========

(નોંધ- આ સમગ્ર લેખ સાવ ૧૦૦% કાલ્પનિક છે અને તેને જીવતા કે મરેલા કોઈ પણ રાજકારણી અથવા અન્ય કોઈ વ્યક્તિ સાથે સ્નાનસૂતક નો પણ સંબંધ નથી. કોઈએ પણ બંધબેસતી પાઘડી પહેરવી નહીં.) 
===========

સ્થળ-દિલ્હી મુખ્ય કાર્યાલય-ભાનપા.

સમય-બપોરે-૪.૦૦ કલાક.

પત્રકાર પરિષદ-શુભારંભ થવાની તૈયારી.

મંચ પર હાજર સભ્યો - 

પક્ષ પ્રમુખ શ્રીકડવીકરીજી, 

સુશ્રીઉષ્મા કુરાજ્યજી, 

સાધ્વી સુશ્રી માંખો મારતીજી તથા 

શ્રીબકબક વિજયસિંહજી.

===========

શ્રીકડવીકરીજી," માઇક ચાલુ છે? હેલૉ, વન-ટુ-થ્રી;વન-ટુ-થ્રી;વન-ટુ-થ્રી, હાશ માઇક તો ચાલુ છે..!!"

શ્રીબકબક વિજયસિંહ-" હવેથી તમારે માઇક થી ડરવાની જરૂર નથી, મૈં  હૂઁ ના?  હે..એ...લૉ....!! વન-ટુ-થ્રી;વન-ટુ-થ્રી;વન-ટુ-થ્રી, લો માઈક ચાલુ હો ગયા, બસ?"

સુશ્રી માંખો મારતીજી," દેખિયે? યે ગ઼લત કર રહે હૈં, પક્ષ પ્રમુખ કે હોતે હુએ ઇનકો માઇક કો હાથ નહીં લગાના ચાહિયે..!! મેરા વિરોધ હૈ ઔર મૈં પક્ષ છોડ઼ દૂઁગી..!!"

શ્રીબકબક વિજયસિંહ-" સબ સે પહલે, ભાનપા પક્ષ મેં વાપસ દાખિલ તો કરને દો, બાદ મેં  ભારતીય નચણિયા પાર્ટી  કો  છોડ દેના..!! પહલે, આપકો જો કામ દિયા હૈ વો હી કરો ના? યુ.પી. મેં `કાયાવતી` પ્રજાતિ કી મખ્ખીઓં કા ઉપદ્રવ કિતના બઢ ગયા હૈ, ઉસે કન્ટ્રોલ કબ કરોગે, અગલે જનમ મેં?"

સુશ્રી માંખો મારતીજી," મૈં યુ.પી. ચલી જાઉં, તાકિ આપ  ભારતીય નચણિયા પાર્ટી કા સહારા લેકર,મધ્યપ્રદેશ મેં ફિર એક બાર મુખ્ય મંત્રી બન જાયેં, ક્યોં?"

શ્રીકડવીકરીજી,(ગુસ્સે થઈને) " ચૂ..ઉ..ઉ..પ..!! ડોસાભા બીન માફિયા કી ઔલાદ?  દિખતા નહીં હૈ, ન્યૂઝ ચૈનલ કે  સભી  કેમરે ચાલુ હૈ?"

શ્રીકડવીકરીજી,(પત્રકારોને)" ચલો ભાઈ, આપ કા સબ કામ હો ગયા? અબ પત્રકાર પરિષદ શુરુ કરેં?"

(બધા પત્રકારો હકારમાં માથું ધુણાવે છે.)

શ્રીકડવીકરીજી," હાઁ તો મૈં ક્યા કહ રહા થા?"

શ્રીબકબક વિજયસિંહ-" આપ ઐસા કહ રહે થે..!!ચૂ..ઉ..ઉ..પ..!! ડોસાભા બીન માફિયા કી ઔલાદ? "

શ્રીકડવીકરીજી," યા...ર..!! બકબકજી, આપ થોડી દેર ચૂપ બૈઠેંગે?"

(પત્રકારો તરફ જોઈને.)

શ્રીકડવીકરીજી," આપ સહુ જાણો છો કે, આજે આ પત્રકાર પરિષદ ખાસ એનાઉન્સમેન્ટ કરવા માટે ગોઠવી છે. આદરણીય સુશ્રી માંખો મારતીજી તથા ઢોંગ-રેસ ના મહાન મંત્રી શ્રી બકબક વિજય સિંહ, આપણા પક્ષ માં આજે જોડાઈ રહ્યા છે, તે બાબત હું ગૌરવપૂર્વક જાહેર કરૂં છું..!! આપના કોઈ સવાલ હોય તો જરૂર પૂછી શકો છો..!!"

પત્રકાર-૧," સર, મારો સવાલ શ્રીબકબક વિજયજી ને છે, આપે ઢોંગ-રેસ કેમ ત્યજી દીધી?"

શ્રીબકબક વિજયસિંહ-" આપ સહુ પત્રકાર મિત્રો એ નોંધ્યું હશે..!! ઢોંગ રેસ પક્ષ તથા પક્ષના રાજમાતા સુશ્રી ગુંગીનિયાજી તથા યુવરાજ શ્રી ખોટી હુલબાબાજી માટે અત્યાર સુધી, મેં શું શું નથી કર્યું? છતાં મને છેલ્લે-છેલ્લે યુવરાજ  હુલબાબાજીને, દેશના  રાજા બનાવવાના બયાન માટે તથા રાજા ઉપરાંત મુખ્ય ન્યાયાધીશને પણ, હયાત કૅબિનેટ દ્વારા અમલમાં લાવનાર, `ચોરપાલ બીલ` માં સામેલ કરવાના બયાન કરવા બદલ, આ ઢોંગી લોકો એ, મારી પાસે થૂંકેલું ચટાવડાવીને મને અપમાનિત કર્યો તેથી મેં, ઢોંગ-રેસ પક્ષ ત્યજીને  ભારતીય નચણિયા પાર્ટી જોઈન કરી છે..!!"

પત્રકાર-૨," પરંતુ શ્રીબકબકજી, આપનો ભાનપા માં રૉલ શું હશે?"

શ્રીકડવીકરીજી," એનો જવાબ હું આપું છું. સાધ્વી સુશ્રી માંખો મારતીજીને યુ.પી. માં `કાયાવતી` પ્રજાતિ ની માંખો ના ઉપદ્રવને ડામી, જનતાને તેનાથી ફેલાતા રોગમાંથી મુક્ત કરાવવાનું કાર્ય સોંપવામાં આવ્યું છે તથા શ્રીબકબકવિજયજી ને ભાનપાના પ્રવક્તા તરીકે દિલ્હીનું કાર્ય સોંપવામાં આવ્યું છે. યસ..? નો..નો, આપને તો સવાલ પૂછા ના..!! અબ દૂસરોં કી બારી. યસ, આપ પૂછિયે?"

પત્રકાર-૩," સુશ્રી માંખો મારતીજી, જનતાને શંકા છે કે શું આપ `કાયાવતી` પ્રજાતિની માંખો નો ઉપદ્રવ દૂર કરી શકશો ખરા?

સુશ્રી માંખો મારતીજી," જુવો, મને છેલ્લા સાડા પાંચ વર્ષથી માંખો મારવાનો ભયંકર અનુભવ છે એટલે હું જનતાને વિશ્વાસ કરાવવા માગું છુંકે, `કાયાવતી` હોય કે `છાયાવતી` તમામ પ્રજાતિની માંખો યુ.પી.માંથી હવે મારા ત્રાસથી ભાગી સમજોને..!!"

પત્રકાર-૪," શ્રીબકબકજી, આપ અત્યાર સુધી બટલા હાઉસથી લઈને યોગીબાબા શ્રીમનમેલાદેવજી  વિરુદ્ધ બયાન કર્યાં છે તેનું શું? આપે કયા આધારે યુવરાજ શ્રી ખોટી હુલબાબાને, દેશના રાજા બનાવવા બયાન કર્યું હતું?"

શ્રીબકબક વિજયસિંહ-" જુવો, જેના માંડવે બેઠા હોય તેનાં ફટાણાં બધાય ગાય, મેં પણ ગાયાં, તેથી શું..!!  પરંતુ હકીકત એ છેકે, સરકારના છુપા એજન્ડા મુજબ ૨૦૧૪ માં શ્રી ખોટી હુલબાબાને રાજા બનાવવાનું ફાઇનલ થયું છે, તેથીજ સરકાર દ્વારા `ચોરપાલ` બીલ માં રાજાના પદને તપાસની બહાર રાખવા આગ્રહ કરાય છે જેથી ભવિષ્યમાં યુવરાજનો ભ્રષ્ટાચાર પકડાય નહીં?"

પત્રકાર-૫," શ્રીબકબક વિજયસિંહજી, આપે ઢોંગરેસની પત્રકાર પરિષદમાં, શ્રીજુઠાર્દનને ચંપલ બતાવનાર પત્રકારને જાતે માર્યો હતો? "

શ્રીબકબક વિજયસિંહ-" જુવો, આજે જાહેરમાં આ અંગે હું દિલગીરી વ્યક્ત કરું છું તથા કોઈ પત્રકાર ભાઈ, શ્રીજુઠાર્દનને ફરીથી ચંપલ મારવાનો ઇરાદો ધરાવતા હોય તો મને કહેજો, બે-ચાર ચંપલ હું ય મારવા લાગીશ, બ..સ?"
   
સુશ્રી માંખો મારતીજી," વાહ, આદરણીય શ્રીબકબકજી, યે હુઈ ના મર્દોંવાલી બાત..!!"

પત્રકાર-૬," આપ ભારતીય નચણિયા પાર્ટીમાં જોડાયા છે તો આપને નાચતાં આવડે છે?"

શ્રીબકબક વિજયસિંહ-" મને નાચતાં નહીં નચાવતાં આવડે છે, હવે ઢોંગરેસવાળાને હું કેવા તાતાથૈયા નચાવું છું તે આખો દેશ જોશે..!!"

પત્રકાર-૭," આપે `ચોરપાલ બીલ`ની માગણી કરવા બદલ, જનતાના પ્રતિનિધિ બાબા શ્રીમનમેલાદેવજીને, `ઠગબાબા` અને શ્રી ગન્ના બજારેને, `તાનાશાહ` કહ્યા હતા?"

શ્રીબકબક વિજયસિંહ-" અરે, એ તો ઢોંગરેસના દબાણને કારણે, મેં આમ કહ્યું હશે..!! બાકી તો એમના જેવા દેશભક્ત શોધ્યા નહીં મળે..!!"

પત્રકાર-૭," શ્રીકડવીકરીજી, આપ એ બતાવશોકે, આપના ભારતીય નચણિયા પાર્ટીમાં, શ્રીબકબક વિજયસિંહને સમાવી તો લીધા પરંતુ તેમને ઢોંગરેસ પક્ષ દ્વારા , તમારા પક્ષની જાસૂસી કરીને, તમારા પક્ષને તોડવા મોકલ્યા હશે તો?"

શ્રીબકબક વિજયસિંહ-" અરે, ચૂ...પ,ડોસાભા બીન કી ઔલાદ..!! યા..ર, આપ સબ કો ઇસ ખુફિયા બાત કા,  કૈસે પતા ચલ ગયા?" 

શ્રીકડવીકરીજી,"  અબે,સાલે બકબક, ચલ ભાગ યહાઁ સે? મેરા પક્ષ તોડને આયા હૈ? પત્રકાર મિત્રો, શ્રીબકબકવિજયસિંહનો, ભાનપા પ્રવેશ રદ કરવામાં આવે છે,,!!"

(આખી પત્રકાર પરિષદમાં હોબાળો મચી જાય છે. ભાનપા તરફી પત્રકારો તથા કર્મચારીઓ પોતાના ચંપલ કાઢીને, શ્રીબકબક વિજયસિંહને ચંપલે-ચંપલે ધીબી નાંખે છે..!!

સુશ્રી માંખો મારતીજી," અરે,વાહ  બકબકજી, બડે બેઆબરૂ હોકર તેરે કૂચે સે હમ નિકલે?"

(બધા વિખરાય છે, આ એપિસોડ કાલ્પનિક છે પણ આ ભાંડ  ભેગા મળીને તેને વાસ્તવિક નૌટંકીનું સ્વરૂપ આપે તો નવાઈ નહીં..!!)

માર્કંડ દવે- તાઃ- ૨૨-૦૫-૨૦૧૧.

No comments:

Post a Comment

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.