Tuesday, February 16, 2010

લબાડ સવાલ - આળવીતરા જવાબ.

લબાડ સવાલ - આળવીતરા જવાબ.

લબાડ સવાલઃ-

" વહેલી પરોઢથી, નયનમાં કૈંક ખૂંચે છે, રાતના ખ્વાબમાં, તું જ આવી લાગે છે..?? "

આળવીતરો જવાબઃ-

"મારા મોટાભાઈ, જો આ સવાલ મને કર્યો હોય, તો રક્ષાબંધનના દિવસે હું તમને અવશ્ય મળીશ
અને જો તમારી ભાવી સાસુ (મારી મમ્મી) અંગે હોય તો, તમને ભગવાન બચાવે..!!"

=================

પ્રિય મિત્રો,


વૅલેન્ટાઈન ડૅ આવીને ગયો, ઘણા ગુલાબના બાગ ખીલ્યા, ઘણા કરમાયા. પણ સુકાયેલા બાગના પડછાયા બાકી રહી ગયા.

આવા દુઃખી પડછાયાઓના છાંયડામાં, તમેય બે ઘડી ઊભા રહીને, ગુલાબની રહી-સહી સુગંધ (??) નાકમાં ભરી લ્યો, બીજુ શું વળી..!!

(ચેતવણીઃ- જોકે,આ લ.સ ; અ.જ.નો અમલ પોતાની જવાબદારી પર જ કરવો. આ અંગે અમને જવાબદાર ગણવા નહી )


*લ.સ.-" હું ૨૨ વર્ષનો યુવક છું, મને ગર્લફ્રેંડ વગર એકલું લાગે છે, શું કરું ?"

અ.જ.-" મને લાગે છે, આપે દર્પણ સામે ઉભા રહી, બોયફ્રેંડ-ગર્લફ્રેંડના રૉલ જાતેજ ભજવવા જોઈએ. એક દુપટ્ટો સાથે રાખજો."

* લ.સ.-" મારી ગર્લફ્રેંડ રડે તોય, મને તો હસવું આવે છે,ગર્લફ્રેંડ ચીડાય છે. હું શું કરું?"

અ.જ -" તમારી ગર્લફ્રેંડના પપ્પા અને ભાઈઓને એકવાર મળી આવો, ગર્લફ્રેંડને જોતાં જ, રડવાનું આપોઆપ આવડી જશે."

*લ.સ. " મારા પ્રેમલગ્ન કર્યા પછી મને, જાણ થઈકે, મારી પત્ની બહેરી છે. હવે શું કરું?"

અ.જ.-"અરે..॥ આ તો ઍડવાન્ટેજ થયો..!! તમારા `વોહ` વાળા સંબધને કહો, SMS ને બદલે ફૉન કરવાનું રાખે."
(બહેરી છે,આંધળી થોડીજ છે?)

*લ.સ." મારી ગર્લફ્રેંડના પપ્પા પોલીસ ઈંસ્પેક્ટર છે અને મારા પપ્પા ડૉન, અમારાં લગ્ન થશે ?"

અ.જ-" બેટા, સમજોને કે, સોનામાં સુગંધ ભળી.તરતજ વાત આગળ ચલાવો."

*લ.સ.-" મારી સગાઈ હમણાંજ થઈ છે,મારી ભાવી પત્નીમાં અક્કલ ઓછી હોવાથી, હવે મને મારી સાળી ગમે છે, શું કરું ?"

અ.જ.-" કોઈ અક્કલ વગરના મિત્રને, તમારી ભાવી પત્નીને ભટકાડી, તમે સાળી સાથે ભાગી જાવ." (બંને પૂખ્તવયનાં હોવું જરૂરી છે.)

*લ.સ.- " હું ત્રીસ વર્ષનો થયો,છતાં કુંવારો છું,મને ગમતી એકેય કન્યા, મારાં માબાપને ગમતી નથી. શું કરું ?"

અ.જ.-" તમારાં માતાપિતા, હવે જો ના પાડે તો, તમે તમારા એક રૂપાળા દોસ્તની સાથે લગ્ન કરવા માંગો છો,તેમ જણાવી દો."

*લ.સ." મને મારી ગર્લફ્રેંડની માત્ર આંખો જ ગમે છે, ગર્લફ્રેંડ નહી.શું કરું?

અ.જ.-" લગ્ન પછી કાજળ બનાવવાનું કારખાનું નાંખી, તમારી આ પત્નીની આંખોમાં, આખો દિવસ કાજળ ઘસ્યા કરજો."

*લ.સ.-" વૅલેન્ટાઈન ડૅ પર એક છોકરીએ મારું ગુલાબ પગ નીચે કચડી નાંખ્યું, આવું કરાય ?"

અ.જ- " અ રે રે..!! ભારે થઈ..!! એમ કરો, આવતા વર્ષે, વૅલેન્ટાઈન ડૅ પર, ફ્લાવર કે ફૂલગૉબી ( શાકવાળું ) આપજો, કમ સે કમ કચડી તો નહીંજ શકે."

*લ.સ.-" હું મારી ગર્લફ્રેંડ સાથે બાગમાં, ખાલી અમસ્તુંજ (!!) બેઠો હતો, તોય મને પોલીસ પકડી ગઈ.શું કરું?"

અ.જ-" ખાલી અમસ્તું શું કામ બેઠા હતા? પોલીસ એટલે જ પકડી ગઈ,કદાચ તેમને ફેરો ફોગટ પડ્યાનું માઠું લાગ્યું,લાગે છે."

*લ.સ.-"મારું નામ કપિ છે. હું અમદાવાદનો છું વૅલેન્ટાઈન ડૅ પર, મને `---- દળ` વાળાઓએ માર્યો. આમ કરાય ? પ્રેમ કરવો કૈં ગુન્હો છે ?"

અ.જ-" ભાઈ, તમારે તમારું નામ પહેલાં કહી દેવું જોઈએને ? કપિનો અર્થ, બજરંગ થાય છે, જોકે, આવા કપિવેડા કરો છો જ શું કામ..!!"

*લ.સ.-" મારી પત્ની મને,તેનો પાળેલો કૂતરો સમજે છે.શું કરું?

અ.જ.-" વફાદારીનો ગુણ જાળવી રાખો."

*લ.સ.-" મારી પત્ની ખૂબ સુંદર છે,(કાચની પૂતળી જેવી).પણ હમણાંથી,તેના દિયર બનવા ઘણા ટ્રાય મારે છે, શું કરું ?"

અ.જ.- "તમારી પત્નીને કહો, આ દિયરો પાસે, મોટી રકમની ( બે-બે લાખ ) ઉધારી, ભાભીના દાપા પેટે, માંગવાનું શરું કરે. બધા મોંઢા સંતાડશે."

મારા તરફથી ? "NO COMMENTS."

તમારા તરફથી ?

માર્કંડ દવે.તા.૧૬-૦૨-૨૦૧૦.

No comments:

Post a Comment

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.