Saturday, February 20, 2010

ફિલ્મ-બેગાના - " न जाने कहाँ खो गया वो ज़माना ।"

ફિલ્મી ગઝલ રસાસ્વાદ શ્રેણી-૧૧. ફિલ્મ-બેગાના

પ્રિય મિત્રો,

આજે આપણે, સન ૧૯૬૩ ની, ફિલ્મ-બેગાના ની, સુપ્રસિદ્ધ ગઝલ," न जाने कहाँ खो गया वो ज़माना ।" નો રસાસ્વાદ માણીશું.

આ સાથે, ગીતની ઑડિયો લિંક - http://www.zshare.net/audio/727858518bbe7806/ અને

વિડીયો લિંક - http://movies.bollysite.com/videos/rHpeGag69X0/Begaana-Na-jane-kahan-gia-vo-saman.html, આપી છે.ડાઉનલૉડ કરી લેવા ભલામણ છે.

સન ૧૯૬૩ ની, ફિલ્મ-બેગાનાના, નિર્માતા-સદાશીવ ચિત્રા ; દિગ્દર્શક-સદાશીવ જે. રૉ. કવિ ; સંગીત-સપન જગમોહન ;ગીતકાર-શૈલેન્દ્ર ;
ગાયક-ગાયિકા,આશા ભોસલે,મન્નાડૅ,મહેન્દ્રકપૂર,લતામંગેશકર, ઉષામંગેશકર,મુકેશ,મોહંમદરફી.

આ ફિલ્મના કલાકાર, શ્રીધર્મેન્દ્ર, સુપ્રિયા ચૌધરી, શૈલેષકુમાર, તરુણ બોઝ, આગા, મનોરમા, માધુરી, બબલુ.છે.

===========

આજે આપણે, આ ગઝલના રસાસ્વાદની સાથે આ ફિલ્મના ગીતકાર, શ્રીશૈલેન્દ્રજી વિષે વધારે જાણીશું.

નામઃ- શ્રીશંકરદાસ કેસરીલાલ શૈલેન્દ્ર.

જન્મઃ- ઑગસ્ટ ૩૦, ૧૯૨૩ થી ડિસેમ્બર ૧૪,૧૯૬૬.

જન્મસ્થળઃ- રાવલપિંડી. અખંડ ભારત.

વ્યવસાયઃ-

૧. શરૂઆત - રેલ્વે કર્મચારી તરીકે. (૧૯૪૭.)

૨. બાદમાં, ફિલ્મી ગીતકાર- શાયર-કવિ.

એકવાર એક જાહેરસભામાં જ્યારે, શૈલેન્દ્રજી પોતાની રચના, " જલતા હૈ પંજાબ," રજૂ કરી રહ્યા હતા,ત્યારે ત્યાં હાજર, સુપ્રસિદ્ધ ફિલ્મનિર્માતા-અભિનેતા શ્રીરાજકપૂરે, તેઓને સાંભળીને, શૈલેન્દ્રજીને પોતાની આગામી ફિલ્મ- `આગ`( ૧૯૪૮ ) નાં ગીત લખવા માટે આમંત્રણ આપ્યું.

જોકે, પહેલાંતો શ્રી રાજકપૂરજીની આ ઑફરને શૈલેન્દ્રજીએ ઠૂકરાવી દીધી,પરંતુ ત્યારબાદ તેમના પુત્ર ` શૈલી` નો જન્મ થતાં, નાણાંની સખત જરૂરીયાત ઊભી થતાંજ, તેઓએ ફિલ્મી ગીતો લખવાની, ઑફર સ્વીકારી લીધી.

શ્રીરાજકપૂરજીની, ફિલ્મ- `બરસાત`(૧૯૪૯) માં તેઓએ,સર્વપ્રથમવાર ગીત લખ્યાં.તેમને તે સમયે, આ ફિલ્મનાં બે ગીત `પતલી કમર હૈ` અને `બરસાતમેં હમસે મિલે તુમ`, લખી આપવા બદલ,રૂપિયા - ૫૦૦/ નો પુરસ્કાર મળ્યો હતો સંગીતકાર હતા `શ્રીશંકર-જયકિશન`.

તે જમાનામાં, ગીતકારની પસંદગીમાં, સ્વરકાર-સંગીતકારનો અભિપ્રાય નિર્ણાયક ગણાતો હતો, વળી શ્રીશંકર જયકિશને, શ્રીશૈલેન્દ્રજીને, વચન આપ્યું હતું,પણ તેઓ તે વચનનું પાલન,કોઈક કારણસર કરી શક્યા નહીં,તેથી શ્રીશૈલેન્દ્રજીએ તેમને પોતાના દિલનો હાલ જણાવવા બે લાઈન લખીને મોકલી," છોટીસી યે દુનિયા, પહેચાને રાસ્તે હૈં, કહીંતો મિલોગે,કભી તો મિલોગે, ફીર પૂછેંગે હાલ." આ વાંચીને, શંકર-જયકિશનજીને તેમાં ગીતનું મૂખડું જણાયું, અને તે સુપ્રસિદ્ધ ગીતમાં ફેરવાઈ ગયું.

જોકે, ત્યારબાદ તો, શ્રીરાજકપૂરજી, શ્રીશૈલેન્દ્રજી અને શ્રીશંકર જયકિશનજીની, ટીમે ઘણાં સુપરહીટ ગીતો આપ્યાં,
શ્રીશૈલેન્દ્રજીએ, સંગીતકાર શ્રીશંકર-જયકિશન,ઉપરાંત શ્રીસલિલ ચૌધરી (મધુમતી), સચિન દેવ બર્મન (કાલાબાઝાર, બંદીની, ગાઈડ), રવિશંકર (અનુરાધા) જેવા દિગ્ગજો સાથે કામ કર્યું છે.

શ્રીશૈલેન્દ્રજીના જીવનની ગંભીર ભૂલ, ફિલ્મ નિર્માણમાં ઝંપલાવી, `તિસરી કસમ` ફિલ્મનું નિર્માણ કર્યું તે હતી. આ ક્લાસિક ફિલ્મ, બોક્ષઑફિસ પર , સાવ ફ્લોપ જતાં, તેમાંથી ઉભું થયેલું દુઃખ અને દેવું છેવટે, શ્રીશૈલેન્દ્રજીના મૃત્યુનું કારણ બન્યું,તેમ કહેવાય છે ?

ફિલ્મ `અનાડી`ના તેમના આ ગીતના શબ્દો તેમના જીવન સાથે બરાબર બંધબેસતા થતા હોય તેમ લાગે છે,
" કે મર કે ભી કિસી કો યાદ આયેગેં, કીસી કે આંસુંઓ મેં મુસ્કુરાયેંગેં, કહેગા ફૂલ હર કલી સે બારબાર, જીના ઈસીકા નામ હૈ."

જોકે,તેમના ગીતકારના વ્યવસાયને તેઓના સુપુત્ર શ્રી શૈલીશૈલેન્દ્રએ જારી રાખ્યો છે,તે નોંધપાત્ર છે.

શ્રીશૈલેન્દ્રજીને `યહુદી`(૧૯૫૮)ના ગીત `યે મેરા દિવાનાપન હૈ` ; `અનાડી`ના( ૧૯૫૯ ) ગીત`સબકુછ શીખા હમને` અને `બ્રહ્મચારી`ના (૧૯૬૮) ગીત, `મૈં ગાઉં તુમ સો જાઓ` માટે સર્વશ્રેષ્ઠ ગીતકારના ફિલ્મફૅઅર ઍવોર્ડ પ્રાપ્ત થયા હતા.

તે ઉપરાંત, શ્રી૪૨૦ નાં ગીત, `રમૈયા વસ્તા વૈયા` ; `મૂડ મૂડ કે નાદેખ` અને `મેરા જૂતા હૈ જાપાની` ;
ગાઈડ ફિલ્મના `આજ ફિર જીનેકી તમન્ના હૈ`, `ગાતા રહે મેરા દિલ`, `પિયા તોસે નૈના લાગે રે` અને `ક્યાસે ક્યા હો ગયા.` ;
સંગમ ફિલ્મના `હર દિલ જો પ્યાર કરેગા`, `દોસ્ત દોસ્ત ના રહા`,
અનાડી ફિલ્મના `કિસીકી મુસ્કરાહટોં પે હો નિસાર` ; ` દિલ કી નજર સે` ;
અને કાલાબાઝારના `ખોયા ખોયા ચાઁદ` જેવાં ગીતો પણ ઍવોર્ડને લાયક હતાં.

===========

ગઝલ રસાસ્વાદ , " न जाने कहाँ खो गया वो ज़माना"
ફિલ્મ-બેગાના
દિગ્દર્શક-સદાશીવ જે. રૉ. કવિ
સંગીત-સપન જગમોહન
ગીતકાર-શૈલેન્દ્ર
ગાયક - મુકેશ

न जाने कहाँ खो गया वो ज़माना
यहीं था चमन में मेरा आशियाना
मैं किस-किस दे पूछूँ, खुद अपना ठिकाना
यहीं था चमन में मेरा आशियाना
न जाने कहाँ......

(वफ़ाओं के वादे वोही भूल बैठे)-२
वोही भूल बैठे,
जो कहते थे मुझ से मोहब्बत निभाना
यहीं था चमन में, मेरा आशियाना
न जाने कहाँ......

(मुक़द्दर के हाथों हमीं कुछ न सीखे)-२
हमीं कुछ न सीखे,
उन्हें आ गया हमसे आंखें चुराना
यहीं था चमन में, मेरा आशियाना
न जाने कहाँ.....

======

શબ્દાર્થઃ-

* आशियाना - ઠેકાણું.
* चमन - બાગ .
* वफ़ा -વફાદારી.
* मुक़द्दर -નસીબ.

=====

રસાસ્વાદ -

न जाने कहाँ खो गया वो ज़माना
यहीं था चमन में मेरा आशियाना
मैं किस-किस से पूछूँ, खुद अपना ठिकाना
यहीं था चमन में मेरा आशियाना,

હે પ્રિયે , આજે હું ખૂબ ઉદાસ છું, એક સમયે જ્યાં પ્રેમનાં પતંગાઓની ચહલપહલથી,જે જીવનબાગ, જીવંત હતો, જ્યાં મારા દિલને શાંતિ અર્પતી, મારી આરામગાહ (આશિયાના) હતી. તેને આજે હું ફરીથી શોધવા ફરૂં છું તો, તે મને વિસરાઈ ગયેલું ભાસે છે. મારી મૂંઝવણ એજ છેકે, હું મારીજ આરામગાહનું એ સરનામું કોને-કોને પૂછું? મારૂં ઠેકાણું અહીંજ ક્યાંક આસપાસ હતું..!!

वफ़ाओं के वादे वोही भूल बैठे-२
वोही भूल बैठे,
जो कहते थे मुझ से मोहब्बत निभाना
यहीं था चमन में, मेरा आशियाना

મારા પ્રેમની આ આરામગાહ સમી તું, વફાદારીના ગુણને મારા હ્યદયમાં, કાયમ કરાવીને, ખૂદ પોતેજ, તેં કરેલા વફાદારીના વાયદાઓને, ભૂલી ગઈ છે..!! મને સદાય ગર્વ મહેસૂસ થતો હતો, જ્યારે-જ્યારે તું મારી પાસે, આપણા પ્રેમસંબંધને અમર રાખવાના સોગન લેવડાવતી હતી. આ એજ તો જગ્યા છે, જ્યાં આપણે બંનેએ, એક સ્વર્ગથી એ રૂડા, પ્રેમજગતની કલ્પનાનાં, બીજ આ બાગમાં રોપ્યાં હતાં.

मुक़द्दर के हाथों हमीं कुछ न सीखे-२
हमीं कुछ न सीखे,
उन्हें आ गया हमसे आंखें चुराना
यहीं था चमन में, मेरा आशियाना

જોકે, હજીપણ મારો પ્રેમ, મારા દિલને એમ સમજાવે છેકે, તારી પ્રિયાનો કોઈજ વાંકગુનો નથી. તમામ વાંક તારા નસીબનોજ છે. મારી સાથે આજીવન જોડાયેલા મારા દુર્ભાગ્યને હું જ ઓળખી શકતો નથી,તે પણ એક દુર્ભાગ્યજ કહેવાયને ? મારી સાથેની તારી આ સંતાકૂકડીની રમતને કારણે, મને વારંવાર લાગતા ઊંડા `ઘા` (ઝખ્મ) ના દર્દ છતાં,ફરી આ પ્રકારે વારંવાર લાગતા `ઘા` ની પીડામાંથી હું મૂક્તિના માર્ગ શોધી શકતો નથી.

જોકે મેં, તને પ્રાપ્ત કરવાની આશા હજી, યથાવત જાળવી-સાચવી રાખી છે, એક દિવસ, અસંખ્ય ઝખ્મોથી ભરેલા, મારા આ અશાંત દિલને તેની આરામગાહનું સરનામું ફરીથી જરૂર મળશે. ત્યાં સુધી હું એજ આશાએ તારી શોધમાં, ભટકતો રહીશ. શું એક સાચા પ્રેમીનો આર્તનાદ ઈશ્વર નહીં સાંભળે?

======

દોસ્તોં, આ ગઝલ, જ્યાં સુધી આપ દિલથી માણશો નહીં,ત્યાં સુધી, સ્વ.શ્રીશૈલેન્દ્રજીની કલમની તાકાત નો પરિચય થવો ખૂબ મૂશ્કેલ છે,

સાવ ખૂણેખાંચરે ધરબાઈ ગયેલી, આવી રચનાઓ માણવાનો આનંદ ક્યારેક અનેરો હોય છે.

કોઈ બાળકને તેનું ખોવાઈ ગયેલું રમકડું, ફરી મળે, અને તેની આંખોમાં, એક અનેરી ચમક ઉભરી આવે, તેવી ચમક આ ગઝલ માણીને,
આપની આંખમાં પણ જરૂરથી આવશે.

જોકે, લાખ રૂપિયાનો સવાલ એ છેકે, આપનામાં હજી એ બાળક જીવે છે..!!

માર્કંડ દવે.તા.૨૦-૦૨-૨૦૧૦.

No comments:

Post a Comment

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.