Sunday, January 17, 2010

तीन मूर्ख - Three Idiots

तीन मूर्ख - Three Idiots

પ્રિય મિત્રો,

અકબર-બિરબલની કથા મુજબ, બિરબલને ચાર મૂર્ખ શોધી લાવવાનું કામ અકબર સોંપે છે,ત્યારે નગરમાંથી બિરબલ માત્ર બે જ મૂર્ખ શોધી લાવે છે,બાકીના બે મૂર્ખ બાબતે પૂછતાં,બિરબલ જણાવે છેકે," જહાઁપનાહ,બેઅદબી માફ કરજો,પરંતુ રાજકાજનાં બીજાં અગત્યનાં કામ પડતાં મૂકી મૂર્ખ શોધવા જનાર એક તો, હું, પોતે ત્રીજો મૂર્ખ છું,અને ચોથા મૂર્ખ, આપ પોતે, જે બાદશાહ થઈને, આવા મૂરખ શોધવાનું કામ વિચારે છે, ફરમાન કરે છે."

તા - ૨૫ ડિસેમ્બર ૨૦૦૯ના રોજ,રિલીઝ થનાર બોલીવુડ ફિલ્મ , દિગ્દર્શક રાજકુમાર હિરાનીની , `तीन मूर्ख - Three Idiots`, રજૂ થાય તે પહેલાં,આમીરખાનની ચર્ચાસ્પદ,વિવાદાસ્પદ ફિલ્મ પ્રમોશનની પદ્ધતિને કારણે, પ્રેક્ષકોમાં ઉત્સુકતા જગાડી ચૂકી છે.

આમીરખાન, વેશપલ્ટો કરીને, ઓળખ છૂપાવી,જનતાની વચ્ચે ફરે છે.જનતાને ચેલેન્જ આપતાં તે ,જાણીતી હસ્તીઓ દ્વારા, ચાર પંક્તિઓ સ્વરુપે પોતે ક્યાં હશે,તેનો અણસાર આપે છે. હજી સુધી આ ચેલેન્જ કોઈ જીત્યું નથી.

ખરેખરતો એમ જણાય છેકે, આ ફિલ્મમાં ઈડીયટનો મૂખ્ય રોલ કરનાર,પરફેક્ટનીસ્ટ આમીરખાન જનતાને પરફેક્ટ્લી, ઈડીયટ બનાવી રહ્યા છે.
જુવોને, બનારસમાં તેમને કોઈ ઓળખી શક્યું નહીં,તેથી જનતા એક નંબરની મૂર્ખ સાબીત થઈ,
બીજો મૂર્ખ હૉટેલનો મેનેજર બન્યો, આમીરખાન હૉટલમાં ખોટું નામ ધારણ કરી રહ્યા તથા પોલીસને,તે બાબતે જાણકારી ના આપી,તેથી નોટીસ મળી.
ત્રીજા નંબરની મૂર્ખ પોલીસ પોતે બની ગઈ,જે હિન્દી ફિલ્મોના રીવાજ મૂજબ, ઘોડો છૂટી ગયા પછી તબેલાને તાળું મારવા પહોંચી ?
ખબર નહી,ફિલ્મ,`तीन मूर्ख - Three Idiots`, રજૂ થતાં સુધીમાં કેટલા લોકો મૂર્ખ બનશે..!!

આ ફિલ્મમાં,પ્રેક્ષકો માટે બોનસ સ્વરુપે, કાજલનો સ્પેશિયલ ઍપિયરન્સ છે. અન્ય કલાકારમાં આમીરખાન -`રેન્ચો` તરીકે, આર.માધવન - `ફરહાન કુરેશી`,
શરમન જોશી -`રાજુ રસ્તોગી`, કરીના કપૂર - `પિઆ સહસ્ત્રબુદ્ધે`, બૉમન ઈરાની - `વિરુ સહસ્ત્રબુદ્ધે`, મોના સિંગ -`મોના`,અને જાવેદ જાફરી,પરિક્ષીત સાહની, અભિનયનાં અજવાળાં પાથરે છે. ફિલ્મના નિર્માતા- વિધુ વિનોદ ચોપરા, દિગ્દર્શક -રાજકુમાર હિરાની, કથા - સંવાદ - વિધુ વિનોદ ચોપરા,રાજકુમાર હિરાની,અભિજીત જોશી,છે

જ્યારે,ગીતકાર - સ્વાનંદ કિરકિરે, સંગીત - શાંતનું મોઈત્રા, અને ગાયક-ગાયિકા -સોનુંનિગમ,સ્વાનંદ કિરકિરે,શાન,શ્રેયા ઘોશાલ,શાન્તનું મોઈત્રા, સુરજ જગન, શરમન જોશી છે. સિનેમૅટોગ્રાફી - સી.કે.મુરલીધરન, કૉરીયોગ્રાફી - બૉસ્કો માર્ટિસ,કૈસર ગૉન્સાવીસ, ઍડિટર -રણજીત બહાદુર અને રાજકુમાર હિરાણી છે.

આ ફિલ્મની વાર્તાના પ્લોટ અંગે વિવાદ થયો છે, જાણીતા લેખકશ્રી ચેતન ભગત કહે છે," આ ફિલ્મના સ્ક્રિપ્ટલેખનમાં હું કોઈપણ રીતે સંકળાયેલો નથી,પણ મારી પ્રખ્યાત નવલકથા -`Five Point Someone `,માંથી મિત્રતા,રોમાન્સ, અને કારકિર્દીની પસંદગીની મથામણમાંથી,પેદા થતી હ્યુમર સીધી ઉઠાવીને,રાજકુમાર હિરાનીએ,ફિલ્મની જરુરિયાત મુજબ, ફેરફાર કર્યા છે.જોકે, તેઓએ મારી મંજૂરી મેળવી આમ કર્યું છે, રાજકુમાર હિરાનીએ, મને આખરી સ્ક્રિપ્ટ બતાવી હતી અને ,મને તે ખૂબ ગમી હતી." નવાઈની વાત એ છેકે, લેખક ચેતન ભગતના આ દાવાને રાજકુમાર હિરાનીએ નકારી કાઢ્યો છે.

શ્રીચેતન ભગત ( જન્મ -૨૨ એપ્રિલ ૧૯૭૪) જાણીતા અખબાર, દૈનિક ભાસ્કર અને ધી ટાઈમ્સ ઓફ ઈંડિયાના,રાજકીય કટાર લેખક,વિશ્લેષક છે.
તેઓએ તેમની પ્રથમ નવલકથા,`Five Point Someone - What not to do at IIT.`(૩- ઈડિયટ્સ) સન ૨૦૦૪માં લખી હતી.તેઓની એક નવલકથા,`વન નાઈટ એટ કૉલ સેટર` ઉપરથી `હૅલો`નામની હિન્દી ફિલ્મ બની ચૂકી છે.

શ્રી ચેતન ભગતની,અંગ્રેજી નવલકથા, `Five Point Someone - What not to do at IIT`માં દિલ્હીની ` IIT` હૉસ્ટેલના વિદ્યાર્થીઓ,નામ - હરી, આલોક, રયાન,ની છબરડાની કથા છે.હરીની પ્રેમિકા નેહા, IIT ના મિકેનીકલ એન્જીનીયરીંગ ડિપાર્ટમેન્ટના હેડ,પ્રોફેસર ચેરિયનની દીકરી હોય છે. આ નવલકથાનો આનંદ અંગ્રેજી સિવાય પણ લેવો હોય તો, પબ્લિશર - પ્રભાત પ્રકાશ દ્વારા,આ નવલકથાનો હિન્દી અનુવાદ બહાર પડ્યો છે,જેની પ્રથમ ઍડિશનનું વેચાણ,એકજ માસમાં ૩૦,૦૦૦ કૉપીનું થયું છે,જે હિન્દી નૉવેલજગતમાં એક રેકૉર્ડ છે.

આમતો,કેવળ સહકલાકારોને લઈને, તા.૨૮ -જુલાઈ ૨૦૦૮.થી મુંબઈ,દિલ્હી,બેંગ્લોર,લડાખ અને સિમલામાં નિર્માણાધીન થયેલી આ ફિલ્મ અત્યારથી ભારે ચર્ચામાં છે. આમીર અને બીજા કલાકારોને તો, ત્યારબાદ છેક સપ્ટેમ્બરમાં નક્કી કરવામાં આવ્યા.બેંગ્લોરની ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ (IIM), માં ૩૩ દિવસ સુધી ફિલ્મનું શુટીંગ કરવામાં આવ્યું હતું

વાર્તા -" બે મિત્રો (માધવન અને શરમન જોશી ), પોતાના ખોવાયેલા દોસ્તની શોધનું ભગીરથ કામ ઉપાડે છે.આ કાર્ય દરમિયાન તેઓને, એક ભૂલાઈ ગયેલી શરત `લગ્નના ભંગાણ અને લાશની અંતિમક્રિયા,નો સામનો કરવો પડે છે.આ અશક્ય શરતથી સ્થિતિ તેઓના નિયંત્રણ બહાર જાય છે.તેવામાં તેમને સાવ અજોડ,અલગ વિચાર ધરાવતો રેંન્ચો મળે છે તે સાથેજ બંને મિત્રોની જિંદગી બદલાઈ જાય છે.આ વાર્તા એ ત્રણેના હોસ્ટેલના દિવસોમાં,રેન્ચોના,હિંમતબાજ પિયા સાથેના રોમાન્સની અને તેમના અત્યંત જૂલ્મી મૅન્ટોર વિષ્ણુ સહસ્ત્રબુદ્ધે ( બોમન ઈરાની ) ની આસપાસ ફરે છે.

અને અચાનક એક દિવસ રેન્ચો એકદમ ગૂઢ,ભેદીરીતે મિત્રો વચ્ચેથી અદ્રશ્ય થઈ જાય છે, પછી સર્જાય છે ધમાચકડી....!!"

ચાલો ત્યારે ૨૫ ડિસેમ્બર ક્યાં દૂર છે,મળવા તૈયાર થઈ જાવ ત્રણ મહામૂર્ખને,

ત્યાં સુધી,અત્યારેતો, આમીરખાન સહુને મૂર્ખ બનાવે છે,તેનો આનંદ લઈએ...!!

માર્કંડ દવે,તાં૧૮-૧૨-૨૦૦૯.

No comments:

Post a Comment

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.