Tuesday, March 2, 2010

લબાડ સવાલ - આળવીતરા જવાબ.ભાગ- ૨

લબાડ સવાલ - આળવીતરા જવાબ.ભાગ- ૨

લબાડ સવાલઃ-  ગુમશુદા બીવીકા ઈસ્તેહાર દેને મૈં ગયા. અખબારવાલેને હૈરાન હોકર પૂછા," ક્યા અબ ભી ખૂશ નહીં હો ?"

આળવીતરો જવાબઃ- મૈંને કહા," કૈસે ખૂશ રહૂઁ, મેરા પાયજામા જો સાથ ગયા...!!"

===========

પ્રિય મિત્રો,

હોળી ધૂળેટીના પર્વમાં, ગટગટાવેલી ભાઁગ અને પરાણે લગાવાયેલા રંગ,તન પરથી  ઉતરે તે પહેલાં, કેટલાક લબાડ સવાલ ના આળવીતરા જવાબ માણીએ.


લબાડ સવાલ - " બૂરા ના માનો હોલી હૈ.?"

આળવીતરો જવાબ," તમારા ગળાના સમ, લોકોની સાળીના ગાલ રંગવામાં કોઈ, ક્યારેય ખોટું લગાડે ખરા ?"

લ.સ.-" એણે મને ઉઠાવી,મારી કમર પકડી,મારૂં ઉપવસ્ત્ર હટાવ્યું અને મને તેના હોઠે ચાંપી, બોલો હું કોણ ?"

આ.જ.-" બધા...ગંદુ સમજ્યાને ? હ..મ..!! પેપ્સી બોતલ..હી..હી..હી..!!"

લ.સ.-" મારા ઘરમાં, મધમાખીએ મોટો મધપૂડો બનાવ્યો છે, હવે ?"

આ.જ.-" ભાઈ, તમારી સાસુને બોલાવી લો, બેમાંથી એક ત્રાસ કાયમ માટે ટળશે."

લ.સ.-" મારી પત્ની,દરેક વાતમાં હું `ના` કહું, તો તે `હા` કહે છે, આ `હા`,`ના` નું શું કરવું?"

આ.જ- " કહી દો, છૂટાછેડા નહીં જ મળે."

લ.સ.- " મારા પતિ સિગારેટ પીએ છે, તેમનું મોં બહુ ગંધાય છે. મારું માનતા જ નથી. હવે?"

આ.સ.-" યુવાન  નાનીબહેનને ( સાળીને) થોડો સમય રહેવા બોલાવી, તેની પાસે આ ફરિયાદ કરાવો."

લ.સ.-" મારાં લગ્ન થયાં તોય, ક્યારેક મારૂં બળોતિયું રાત્રે પલળે છે, શું કરું?"

આ.સ.-" અ..રે. તારી ભલી થાય..!! કુંવારા હોવ તો કોઈને કહેશો નહીં, પરણેલા હોવ તો, બળોતિયું જખ મારે છે..!!"

લ.સ.-" સ્કૂલમાં અમારા ભૂલકણા સાહેબ, અવારનવાર પૅંન્ટની ઝીપ બંધ કરવાનું ભૂલીને વર્ગમાં આવે છે,મને અજુગતું લાગે તો શું કરવું?"

આ.સ.-"  શાળાનાં કોઈ રુપાળાં બહેન (ટીચર) દ્વારા,ભૂલકણા સાહેબની પત્નીને, ફરિયાદ કરાવો." (પછી પૅન્ટ ભૂલી જશે, પણ ઝીપ નહી..!!)

લ.સ.-" અમારા સાહેબ, કાયમ વર્ગખંડમાં અવાજ ન કરવા કહે છે.આમ ચાલે?"

આ.સ.-" વર્ગખંડમાં સૂઈ ગયેલાને ખલેલ કરો તે ચાલે?"

લ.સ.-" મને કાલની, ભાઁગ બહુ ચઢી ગઈ છે, બધી વસ્તુઓ બબ્બે દેખાય છે, શું કરું?"

આ.સ.-" અત્યારેજ ઊભા થઈ બધાયનું ઊધાર ચૂકવી આવો.બબ્બે રસીદ મળશે."

લ.સ.-" ,અમારી સામે રહેતા પડોશી, મેં ઉધાર લીધેલી રકમ જાહેરમાં પરત માંગી મને હેરાન કરે છે.રસ્તો બતાવશો?"

આ.જ.- " તમારી પત્નીને કહો, તેને જાહેરમાં કહીદે,` જા પૈસા નહીં મળે,તારાથી થાય તે કરી લે..!!`..!!"

લ.સ.-" મારા પતિ બધું કામ એક મશીનની જેમ કરવાનો આગ્રહ રાખે છે, હુંય માણસ છું, મને કંટાળો ના આવે ?"

આ.જ.- " આવે બહેન આવે..!! પણ મશીનને અવારનવાર ઑઈલીંગ કરતા રહેજો, ખોટકાઈ ના જાય તે જોજો."

લ.સ.-" મને આ હોળીમાં કોઈએ રંગ ન લગાવ્યો, મને બહુજ ખરાબ લાગ્યું છે.આમ હોય?"

આ.જ.- "ભાઈ, ઉદાસ થઈને,તમારા ચહેરાનો રંગ ઉડવા ના દેશો. બાય ધ વૅ..તમે કાનુડાની માફક શ્યામવર્ણ તો નથીને?"

લ.સ.-" ભાઁગ પીધા પછી, મારા હાથ રબરની માફક ચોંટી ગયા હોય તેમ લાગે છે.ભગવાને રબરનાં  ઝાડ ના ઊગાડ્યાં હોત તો, શું બગડી જાત ?"

આ.જ." જરા, શુભ વિચારો, વસ્તી વધારાને લીધે તમારા હિસ્સામાં, ભાઁગ ના આવત અને આખુંય જગત ઍઈડ્સગ્રસ્ત હોત...!!"

લ.સ.-"મારા સસરા, મારી પીઠ પાછળ, મને ગધેડો કહે છે, શું કરું?"

આ.જ.-" સસરા જો પ્રજાપતિ (કુંભાર) અટક ના અપનાવે તો, તેમની દીકરીને ( પત્નીને) ,કાઢી મૂકવાની ધમકી આપો."

હવે...બસ...!! મારી ભાઁગ ઉતરવા આવી લાગે છે..!!

મારા તરફથી ?  "NO COMMENTS."

તમારા તરફથી ?

માર્કંડ દવે.તા.૦૨-૦૩-૨૦૧૦.
================

1 comment:

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.