Thursday, January 27, 2011

ચાલો,પરીક્ષા આપો.

ચાલો,પરીક્ષા આપો.

======================================================================

નોંધ- આ પરીક્ષામાં નાપાસ થવાય તો ચિંતાના કરશો, લેખકને અવારનવાર પરીક્ષા લેવાની ટેવ છે તો, વિદ્વાન પાઠકશ્રીએ વારંવાર પરીક્ષા આપવાની ટેવ પાડવી. આ આખાય પ્રશ્નપત્રની, આદર્શ જવાબવહી (સાચા ઉત્તર સાથે) ઉપર દર્શાવેલ  બ્લોગ લિંક પર ટૂંક સમયમાં, આપના જવાબોના આધારે ઉપલબ્ધ કરાશે. જવાબો ફક્ત બ્લોગના પ્રતિભાવ ( રૅકર્ડ પરપઝ કાજે. ) `COMMENT ` વિભાગમાંજ આપવા વિનંતી છે.

====================================================================== 
દેશદાઝ  જ્ઞાન અને સામાન્ય જ્ઞાન

વિષયસંદર્ભઃ  વિદેશોમાં સંગ્રહાયેલાં કાળાં નાણાં

સમય - અમર્યાદિત

કુલ ગુણ - ૧૦૦% દેશપ્રેમ                                                                                

* દરેક દેશપ્રેમીએ, અહીં આપેલા તમામ પ્રશ્નોના ઉત્તર આપવા ફરજીયાત છે.

* કોઈપણ પ્રશ્નનો ઉત્તર ન આવડે તો કોઈને પણ પૂછવાની કે ગાઈડમાં જોઈને લખવાની છૂટ છે.

* આ પ્રશ્નપત્ર દરેક દેશવાસીને ( અન્ય ભાષાઓમાં ટ્રાન્સલેટ કરીને પણ ) ફોરવર્ડ થાય તો કુલ ગુણ ઉપરાંતના અલગ વધારે ગુણ ફાળવાશે ..!!

* મતદાર કાર્ડ હોય પરંતુ મત આપવા જવામાં આળસ કરતા હોય તેવા નાગરિકો માટે, આ પરીક્ષા મરજીયાત છે. (હાશ, છૂટ્યા..!!)

======================================================================

પ્રશ્નઃ૧ (અ) ફક્ત એક શબ્દમાં ઉત્તર આપો. (હા કે ના) (દેશપ્રેમ ગુણ- ૨૦)

* આ કાળા નાણાં જાહેર જનતાના હિત ઉપયોગ માટેનાં નાણાં છે?

* આ કાળાં નાણાં આપણા દેશના ટેક્સમાંથી છટકીને એકઠાં કરેલાં નાણાં છે?

* આ કાળા નાણાં  આતંકવાદી સંગઠનોનાં પણ હોઈ શકે છે?

* આ કાળા નાણાંથી માનવતાવાદી નૈતિકતાનો હ્રાસ થયો છે?

* આ કાળા નાણાં દેશના વિકાસ કાર્યમાં વપરાય તે માટે,સમગ્ર જનતાએ એક અવાજે આંદોલન કરવું જોઈએ?

પ્રશ્નઃ૧ (બ) ફક્ત એક-બે વાક્યમાં ઉત્તર આપો. (દેશપ્રેમ ગુણ - ૨૦)


* આ કાળા નાણાં દેશમાં પરત લાવવા વિદેશી બેંકો તથા સરકારો આપણને  સહયોગ આપશે, કે શ્રીપ્રણવબાબુની માફક કરારનું બહાનું કાઢશે?

* આ કાળા નાણાં, ફક્ત ૧૦૦ દિવસમાં, દેશમાં પરત લાવવા, કોંગ્રેસે ગત લોકસભા ચૂંટણીના મૅનિફેસ્ટોમાં આપેલું વચન રહી-રહીને પણ  પાળશે? (બે વર્ષથી વધારે સમય તો થઈ ગયો..!!)

* આ કાળા નાણાં બાબતે કેન્દ્રસરકારે કરેલા ખુલાસાથી,નામદાર સુપ્રિમ કૉર્ટને પણ સંતોષ થયો નથી, હવે સરકાર કેવો પૂરક ખુલાસો રજૂ કરશે?

* આ કાળા નાણાં બાબતે ન્યાયપાલિકા કોઈ યોગ્ય આદેશ આપશે? આ આદેશને કેન્દ્રસરકાર ગાંઠશે?

* આ કાળા નાણાં દેશમાં પરત લાવી ધોળાં કરવા, જેતે ખાતાધારકોને કોઈ ઉદાર ટેક્સ રાહત તથા કોઈ દંડ કે સજા નહીં કરવાની બાંહેધરી, જાહેર કરવાની જરૂર આપને લાગે છે?

* આમ ઉદાર રાહતોને કારણે, દેશના નાગરિકો વચ્ચે, આર્થિક અસમાનતા વધશે? પહેલેથીજ અમીર ખાતાધારક વધારે અમીર બને, તે યોગ્ય બાબત ગણાશે?

* આ કાળાં નાણાં, આવી રાહતને અનુસરીને, સફેદ કરી આપનારા સત્તાધિશો, " ગાંધી વૈદ્યનું સહિયારું" કરીને કટકી કરી લેશે તમ આપને લાગે છે?

* આ કાળા નાણાં દેશમાં પરત લાવવા બાબતે ઉદાર રાહતની અવધિ સમાપ્ત થયા બાદ, તે નાણાં જપ્ત કરીને, દેશના આ ગુન્હેગાર પર રાષ્ટ્રદ્રોહ જેવો ગંભીર ગુન્હો દાખલ કરી સજા મળે તે બાબતે આખો દેશ સર્વસંમત છે?

પ્રશ્નઃ ૨ એક પેરેગ્રાફમાં ઉત્તર આપો. (દેશપ્રેમ ગુણ- ૨૦)

* જેમ બોફોર્સ કે હવાલા કાંડનું સુરસુરિયું થઈ ગયું તેમ, આ કાળાં નાણાની બાબત પણ ભૂતકાળની ગર્તામાં વિલીન થઈ જશે?

* મોંઘવારી  સહિત આંતરિક  અનેક પ્રકારની સમસ્યાઓથી ઘેરાયેલી U.P.A. સરકારની નિષ્ફળતાનો દોષનો ટોપલો, યુવરાજ રાહુલબાબાએ અન્ય સહયોગી પક્ષોના શંભુમેળા પર નાંખ્યો છે ત્યારે, આ કાળાં નાણાં પરત લાવી, વાહવાહ મેળવી, આવતી લોકસભાની ચૂંટણીમાં, કોંગ્રેસ પોતાના એકલા હાથે બહુમતી મેળવી પોતાના એકજ પક્ષની સરકાર બનાવી શકશે?

* પડોશી દેશોની દાદાગીરી સામે પહોંચી વળવા તથા ભારતને વિશ્વમાં સક્ષમ સુપર પાવર બનાવવા, આ કાળાં નાણાં અત્યારે દેશને ખૂબ ઉપયોગી થાય તે માટે, આ સમય જ  એકદમ યથાયોગ્ય છે તેમ આપ માનો છો?

* આ કાળાં નાણાં પરત આવે તો, તે આખો રૂપિયો જનતાના આરોગ્ય, શિક્ષણ, માળખાકિય સુવિધા માટે જ ખર્ચાશે તેમ આપ માનો છો? કેપછી, સ્વ.શ્રીરાજીવ ગાંધીના બ્રહ્મવાક્ય પ્રમાણે, સામાન્ય જનતા સુધી માત્ર પંદર પૈસા જેટલોજ લાભ પહોંચશે?

પ્રશ્નઃ૩ ,   ટૂંકનોંધ લખો (દેશપ્રેમ ગુણ -૨૦)

* કાળાં નાણાં અને સામાન્ય જનતાની લાચારી.

* કાળાં નાણાં અને ન્યાયપાલિકાની સક્રિયતા.

પ્રશ્નઃ ૪  સાચાં જોડકાં જોડો (કોણ શું કહે છે?) (દેશપ્રેમ ગુણ -૨૦)

* નામદાર સુપ્રિમ કૉર્ટ -

" According to Wikipedia, illicit money lodged in Swiss banks totaled $2.6 trillion (Rs 130 lakh crore in today’s exchange rate) in 2001 and $5.7 trillion (Rs 285 lakh crore) in 2007, and that illicit money deposited by rich Indians in Swiss banks and tax havens elsewhere was between $0.5-1.4 trillion (Rs 25-70 lakh crore). Illicit money comprised political bribes, crime money and venal business.

* નામદાર શ્રીમનમોહનસિંઘ-

" This is all the information you have or you have something more? We are talking about the huge money. That is the plunder of nation."

* નામદાર શ્રીપ્રણવ મુખરજી -

" Money belonging to terrorists might have been invested in the Indian stock market through participatory notes."

* નામદાર શ્રીએમ.કે. નારાયણ- નેશનલ સિક્યુરિટિ ઍડવાઈઝર-

" Action has already started  for getting back black money belonging to Indians from Swiss banks. "

* નામદાર શ્રીએલ.કે અડવાણી-

" One of the conditions is the secrecy. We have given names to Supreme Court in sealed cover."

પ્રશ્નઃ ૫ કોઈપણ એક વિષય પર વિસ્તારપૂર્વક નિબંધ લખો. (દેશપ્રેમ ગુણ - ૨૦)

* સ્વિસ બેંકની ઉપયોગિતા અને ખાતાં ખોલાવવાની કાર્યપ્રણાલિ.

* આશરે $ ૨.૬  યુ.એસ.ડૉલર્સ ( લગભગ ૧૩૦ લાખ કરોડ રૂપિયા) થી ભારતમાં થઈ શકતા વિકાસકાર્ય.

======================================================================

તા.ક. પ્રશ્નપત્રના ઉત્તર માત્ર બ્લોગ પર પ્લી..ઝ..!! ( રૅકર્ડ પરપઝ કાજે. )

માર્કંડ દવે. તા.૨૭ જાન્યુઆરી ૨૦૧૧.

======================================================================

3 comments:

  1. પ્રશ્નઃ૧ (અ) ફક્ત એક શબ્દમાં ઉત્તર આપો. (હા કે ના) (દેશપ્રેમ ગુણ- ૨૦)

    * આ કાળા નાણાં જાહેર જનતાના હિત ઉપયોગ માટેનાં નાણાં છે? હા

    * આ કાળાં નાણાં આપણા દેશના ટેક્સમાંથી છટકીને એકઠાં કરેલાં નાણાં છે? હા

    * આ કાળા નાણાં આતંકવાદી સંગઠનોનાં પણ હોઈ શકે છે? હા

    * આ કાળા નાણાંથી માનવતાવાદી નૈતિકતાનો હ્રાસ થયો છે? હા

    * આ કાળા નાણાં દેશના વિકાસ કાર્યમાં વપરાય તે માટે,સમગ્ર જનતાએ એક અવાજે આંદોલન કરવું જોઈએ? હા

    પ્રશ્નઃ૧ (બ)---------------

    * આ કાળા નાણાં દેશમાં પરત લાવવા વિદેશી બેંકો તથા સરકારો અંગત માહિતી હોઈ જાહેર જનતાને ના આપી શકાય તેવું બહાનું જ કાઢશે .
    * આ કાળા નાણાં, ફક્ત ૧૦૦ દિવસમાં, દેશમાં પરત લાવવાનું વચન તો લોલીપોપ હતી , આવી કેટલીય લોલીપોપ મતદારો મમરાવે છે .
    * આ કાળા નાણાં બાબતે કેન્દ્રસરકારે કરેલા ખુલાસાથી,નામદાર સુપ્રિમ કૉર્ટને પણ સંતોષ થયો નથી અને કદાચ રાષ્ટ્રપતિને પણ ના થાય તોય સરકાર પૂરક નહી તેના પણ પૂરક ખુલાસા રજુ કરવા સક્ષમ છે .
    * આવા કેટલાય ન્યાયપાલિકાના આદેશ સરકાર ઘોળી વાટી પી ગઈ છે .
    * આ કાળા નાણાં દેશમાં પરત લાવવા ધોળાં કરવા, જેતે ખાતાધારકોને જરૂર લોભામણી જાહેરાત કરવી જ જોઈએ .
    * આમ ઉદાર રાહતોને કારણે અમીર ભલે ને અમીર બને પણ પૈસા તો એકવાર પાછા દેશમાં આવશે .
    * આ કાળાં નાણાં સફેદ કરવા ભલેને કટકી કરે તે નાણા પણ દેશમાં જ રહેવાના છે ને , એ થોડો દુરનો વિષય છે .
    * આ કાળા નાણાં દેશમાં પરત લાવ્યા પછી આ ગુન્હેગાર પર રાષ્ટ્રદ્રોહ જેવો ગંભીર ગુન્હો દાખલ કરી સજા આપશો ત્યાં સુધી તેઓ ખોવાઈ જશે .

    પ્રશ્નઃ ૨ -------------

    * ભૂતકાળની ગર્તામાં વિલીન થઈ જશે નહી પણ તે તરફ જવા માંડી જ છે .
    * આવતી ટર્મમાં પણ કદાચ કોંગ્રસ જ આવશે કેમ કે બીજા થોડા વધારે ભ્રસ્ટાચારી છે .
    *આ સમય અને આવનાર દરેક સમય નાણા માટે યોગ્ય જ રહેશે .
    * આ કાળા નાણામાંથી ૧૫ પૈસા આવશે તોય કોઈ વાંધો નહી , તેમ કરતા કંઇક તો આવશે .

    પ્રશ્નઃ૩ , ટૂંકનોંધ લખો

    બધા જવાબ આપવા ફરજીયાત છે પણ અહી આપણે કોળું છોડીએ છીએ . કેમ કે આઝાદ ભારતના આઝાદ નાગરિક .

    પ્રશ્નઃ ૪ સાચાં જોડકાં જોડો

    બધા જવાબ આપવા ફરજીયાત છે પણ અહી પણ આપણે કોળું છોડીએ છીએ . કેમ કે આપણી યુનિવર્સીટીમાં પણ કોળું છોડવાની છુટ છે તો અહીં પણ હોવી જ જોઈએ .

    પ્રશ્નઃ ૫ વિસ્તારપૂર્વક નિબંધ

    * સ્વિસ બેંકની ઉપયોગિતા અને ખાતાં ખોલાવવાની કાર્યપ્રણાલિ----- આપણી પાસે એટલા પૈસા નથી કે ઉપયોગિતા અને કાર્યપ્રણાલિ વિશે વિચારી શકીએ . મારા મુજબ આવું વિચારવું પણ કદાચ દેશ દ્રોહ જેવું છે . આ એક પ્રકારની આંતકી પ્રવુતિ કહી શકાય .


    * ભારતમાં થઈ શકતા વિકાસકાર્ય -- સપના જોયા કરતા આવશે ત્યારે આપણા દેશમાં વહીવટ કરવા વાળાને આપણે મોકલ્યા જ છે ને તેમને કરવા દઈએ એ જ સારું .

    ---------------------------------

    *દવે સાહેબ જવાબ ના પસંદ આવે તો નાપાસ કરી દે જો પણ જવાબવહી ફાડી નાખતાં નહી .

    ReplyDelete
  2. પ્રિય શ્રીરુપેનભાઈ,

    આભારસહ, એકવાર નહીં ૧૦૦ વખત પાસ, અસલ દેશપ્રેમીનો મિજાજ આપના જવાબમાં દેખાય છે.

    આપનો ખૂબ આભાર. આપના જવાબ ગાઈડ સ્વરુપે પ્રકાશિત કરી દીધા છે.

    માર્કંડ દવે

    ReplyDelete
  3. મારા જવાબો પણ એકદમ રૂપેનભાઇ ના જવાબો જેવા જ છે. અને હમણા જ મેં એક બ્લોગ પર જોયું કે થોડા યુવાન બ્લોગર મિત્રો ભેગા થઇ ને ભારત ને લાંચરૂપી રાક્ષસ ના હાથ માંથી કઈ રીતે બહાર કાઢવો તેના માટે કૈક કરી રહ્યા છે. આશા છે કે તે લોકો ને કૈક સારો પ્રતિભાવ મળે. તેઓએ લખેલી થોડી પોસ્ટ તમને ઈ-મેઈલ દ્વારા મોકલાવીશ.
    માધવ મેજિક બ્લોગ

    ReplyDelete

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.