Monday, December 6, 2010

સંગીતપ્રેમી પરદેશી

સંગીતપ્રેમી પરદેશી

" એકજ બારીના સળીયાની આરપાર બે માણસ નજર કરે છે, એકને દેખાય છે કાદવ, એકને  તારા." -ફ્રેડરિક.

==========

પ્રિય મિત્રો,

આપણા દેશમાં, એવા કેટલા ઔરંગઝેબ હશે જેઓને, સ્વ.શ્રીમોહંમદ રફી સાહેબની ગાયકી નહીં ગમતી હોય? કદાચ એકપણ નહીં..!!

આમ પણ સ્વ.શ્રીરફીસાહેબનાં ગીતમાં  છૂપાયેલી સ્વર ગાયકી-ગમકનું ઉંડાણ (Depth), દર્દ,રેન્જ, વૉઈસ મૉડ્યુલેશન, ભાવગાયકી, સંવેદનશીલતા, વગેરે સર્વે મળીને, બોલીવુડની હિંદી ભાષાને ન  જાણનાર, અન્ય દેશના સંગીત રસિકોના પણ, હ્યદયને સ્પર્શે તેવી તેઓની આગવી શૈલી` ન ભૂતો ન ભવિષ્યતિ` મનાય છે.

આપણે જાણીએ છીએકે, સ્વ.શ્રીમોહંમદ રફી સાહેબના કંઠ તથા શૈલીની નકલ કરવાનું  સરળ નથી.સ્વ.શ્રીરફીસાહેબના જન્નતનશીન થયા બાદ, કેટલાય ગાયક કલાકારોએ, તેઓની ગાયકીને આબેહૂબ અનુસરવાના સફળ-નિષ્ફળ પ્રયત્ન કર્યા, જેમાં એકમાત્ર સોનુ નિગમ નોંધપાત્ર રહ્યા છે.

ગત સન- જુલાઈ-૨૦૦૮માં, ` રફી કી યાદેં- Rafi Resurrected ` નામથી, શ્રીસોનુ નિગમે લંડન,યુ.કે.માં ત્યાંના એક સગીત ગ્રુપ, `The City of Birmingham Symphony Orchestra -CBSO`ના કુલ ૭૫ કુશળ સાજિંદાઓ સાથે, સુંદર કાર્યક્રમ આપ્યા હતા. આ કાર્યક્રમ તા. ૨૧ સપ્ટેમ્બર ૨૦૦૮ ના રોજ, સૉની ઍન્ટરટેઈનમેન્ટ ચેનલ પર પ્રસારિત કરવામાં આવ્યો હતો.

એ જાણવા જેવું છેકે, સન ૧૯૨૦માં, રચાયેલી, `The City of Birmingham Symphony Orchestra - CBSO` એ, બર્મિંગહામ, લંડનની, એક  સુપ્રસિદ્ધ બ્રિટીશ ઑરકૅસ્ટ્રા છે, જેની હાલમાં તા.૧૦મી નવેમ્બર ૨૦૧૦ના રોજ, પોતાની ૯૦મી વર્ષગાંઠની ઊજવણી કરી, તેના હાલના, 12th principal conductor and music director , `Andris Nelsons` છે. (Website -  www.cbso.co.uk ).

જો સમગ્ર દુનિયાના કૃત્રિમ વાડાઓને ભૂલીને, બારીની બહાર નજર કરીશું તો, આપણે સંગીતના અનંત આકાશમાં સ્વરોના ટમટમતા તારા દેખાશે..!!તોપછી ચાલો, સહુ પ્રથમ, આપણે પરદેશી ઑરકેસ્ટ્રા સાથે, બૉલીવુડ સંગીતની એક ઝલક માણીએ, ત્યારબાદ પરદેશી ગાયિકાઓ દ્વારા ગવાયેલાં બૉલીવુડનાં ગીતનો રસાસ્વાદ માણીશું.

૧. શ્રીસોનુ નિગમ, `City of Birmingham Symphony Orchestra -CBSO` સાથે. (ડાઉનલૉડ)

http://www.4shared.com/audio/vg6bNByZ/Sonu_Nigam_in_London.html



જોયુંને..!! બોલીવુડ નું સંગીત અને તેનાં મનમોહક સુરીલાં ગીતો, દેશ-વિદેશની સરહદોના વાડા તોડીફોડીને, સાત સમંદર પાર પ્રસિદ્ધિને વર્યાં છે ત્યારે, સોનુએ પરદેશી ઑરકેસ્ટ્રાને સાથે રાખીને, સ્વ.શ્રીરફીસાહેબની યાદને જેરીતે તાજી કરી, તેજરીતે કેનેડા અને ચાઈનાની કેટલીક ગાયિકાઓ દ્વારા બોલીવુડનાં હિન્દી ગીતોને, પોતાની શૈલીમાં ગાવાનો નિષ્ઠાપૂર્વક પ્રયત્ન કર્યો છે. જેને આજે આપણે માણીશું.

તા.ક. પરદેશી ગાયિકાઓ દ્વારા ગવાયેલાં આ હીન્દી ગીતોમાં, યોગ્ય ઉચ્ચારણની ભૂલો સ્વાભાવિક પ્રકારેજ ક્ષમ્ય ગણવી.
.
* ANGELICA - Pop/Classical Singer, Songwriter & Author

નામઃ ઍન્જેલિકા ( અર્થાતઃ ખુશબોદાર વનસ્પતિના મીઠાશભર્યા સાંઠા)

વ્યવસાયઃ ક્લાસિકલ અને પોપ સિંગર, ગીતકાર તથા લેખિકા.

વતનઃ ટૉરેન્ટો, કૅનેડા.

વસવાટઃ ગલાટી ટાઉન, રૉમાનિયા.

પ્રથમ વાર સ્ટેજનો સાક્ષાત્કારઃ માત્ર પાંચ વર્ષની વયે.

ઉપલબ્ધીઃ  ફક્ત ૧૯ વર્ષની ઉંમરે, નેશનલ ટીવીનો સર્વશ્રેષ્ઠ ગાયિકાનો ઍવોર્ડ.

સુપ્રસિદ્ધ પુસ્તકઃ `Remember  Who You Are` ( કુલ ૧૦ વાર્તાઓ. પાનાં ૧૩૦. વર્ષ ૨૦૧૦). પ્રકાશક,ડીસ્ટ્રીબ્યૂટર- `Baker & Taylor`

વૉકલ રેન્જઃ  તાર સપ્તક ( ૨૫" માઈક્રોફોન દૂર રાખવા છતાં, બારીના કાચ તોડે તેવો દમદાર અવાજ.)

જીવન સૂત્રઃ " સંગીત ખરેખર મારા માટે પ્રેમાવેશ, મારી જિંદગી અને મારી સાચી ઓળખ છે."

પ્રથમ સુપ્રસિદ્ધ સંગીત આલ્બમઃ `You’re My Reflection`

૧.  `You’re My Reflection Angelica - Download.

http://www.4shared.com/audio/yoTRi2IB/New__Youre_My_Reflection_Angel.html



ઍન્જેલિકાએ ગાયેલાં બોલીવુડનાં હિંદી ગીતો (ડાઉનલૉડ)

૧. ઍન્જલિકા - ઓ રે  પિયા

http://www.4shared.com/audio/USUfuxPU/New__Angelika_sang_O_RE_PIYA.html



૨. `Teri Ore` - Singh Is Kinng  by Angelica  - Download

http://www.4shared.com/audio/Umx9iqN7/New_Teri_Ore_Singh_Is_Kinng_by.html



મિત્રો, આવીજ બીજી એક પરદેશી ગાયિકા છે, જે આપણી ક્રિયેટીવ સંગીતકાર બેલડી શ્રીસલિમ - સુલેમાન ની એક બોલીવુડ ફિલ્મ - `બૅન્ડ બાજા બારાત` (૨૦૧૦)ના એક ગીત`આધા ઈશ્ક`માં શ્રેયા ઘોષાલ સાથે કંઠનાં કામણ પાથરી ચૂકી છે, જેનું નામ છે,`Natalie Di Luccio`

૧. `આધા ઈશ્ક` - બૅંડ બાજા બારાત (2010) Shreya Ghoshal & Natalie Di Luccio - Download

http://www.4shared.com/audio/KJYbPA4J/Aadha_Ishq_-_Band_Baaja_Baaraa.html



નામઃ `Natlaie Di Luccio`

વતનઃ કૅનેડા.

ભારત મુલાકાતઃ સંગીતકાર શ્રીતુષાર પાત્રેના આમંત્રણને માન આપીને.

હિંદુસ્તાની ગાયકીઃ  ૧. ક્લાસિકલ ફ્યૂઝન આલ્બમ શ્રીમતી સૂચિત્રા પાત્રે સાથે. ૨. ઑગસ્ટ ૨૦૦૯માં સોનુ નિગમ સાથે માઈકલ જેક્શનને શ્રદ્ધાંજલિ અર્પતું આલ્બમ, ૩. બોલીવુડ ફિલ્મ -` નામ એન્ડ જેલ` માં બેકગ્રાઉન્ડ ગાયકી, ૪.બોલીવુડ ફિલ્મ - `બૅન્ડ બાજા બારાત` (૨૦૧૦)ના એક ગીત`આધા ઈશ્ક`માં શ્રેયા ઘોષાલ સાથે પાર્શ્વગાયકી. ૫. ફિલ્મ- `રબને બના દી જોડી`માં પાર્શ્વગાયકી.

૧. `Kahin To Hogi Wo`- Natalie Di Luccio (Jaane Tu Ya Jaane Na) -Download

http://www.4shared.com/audio/Blqw7IDO/New__Kahin_To_Hogi_Wo-_Natalie.html



2. `Tu Jaane Na`- Natalie Di Luccio  - Download

http://www.4shared.com/audio/uI27W4Mf/New_Tu_Jaane_Na-_Natalie_Di_Lu.html



આ ઉપરાંત, એક ચાઈનિઝ મ્યુઝીક બેન્ડ દ્વારા રજુ કરાયેલું, ફિલ્મ `ઉમરાવ જાન` નું સુપ્રસિદ્ધ ગીત,` દિલ ચીજ ક્યા હૈ` પણ માણવા લાયક છે.

૧. chinese singers sang umarav jaan - Download

http://www.4shared.com/audio/2LQ0jf1l/New_chinese_singers_sang_umara.html



મિત્રો, કમસેકમ સંગીતના મામલે, આખુંય વિશ્વ, `દો જીસ્મ એક જાન` હોય તેમ નથી લાગતું..!!

"ANY COMMENT?"

માર્કંડ દવે. તાઃ ૦૬ - ડીસેમ્બર ૨૦૧૦.

=====================

2 comments:

  1. માર્કંડ ભાઈ , સુરીલી પોસ્ટ, થોડી પુરક માહિતી, વિદેશ ના કલાકારો ના ઉચ્ચાર ની ભૂલોતો ભાષાની મુશ્કેલી ને લીધી સમજી શકાય છે પણ જયારે તેઓને ઇન્ડિયન ધૂનો પર ગાવાનું હોઈ છે ત્યારે કેટલાક નોટ્સ ને સુર પર પણ પકડ ઢીલી પડતી લાગે છે, પણ તેમાં મુખ્ય કારણ ભારતીય ને પશ્ચિમ સંગીત માં રહેલા કેટલાક પાયાના તફાવત નીછે . આ તફાવતો ને ગાયકી વિષે જે મિત્રો ને જાણવામાં રસ હોય તેમને શ્રી ધનશ્રી પંડિત રાઈ નો નીચેનો વીડિઓ જોવે રહ્યો. આ વીડિઓ માં બતાવ્યા પ્રમાણે જો આપડે પશ્ચિમી કલાકારો ની માનો સ્થિતિ સમજી શકયે તો સુર ની ઢીલાશ પણ શમ્ય લાગે. ફરી એક વાર સુરીલી પોસ્ટ , માણવાની મજા આવી !

    ધનશ્રી પંડિત નો વીડિઓની લીક
    http://www.youtube.com/watch?v=ZXnV5HzS7nA

    ReplyDelete
  2. પ્રિય મિત્ર શ્રીસૂર્યભાઈ,

    આપે આપેલી લિંક, ખરેખર ઘણીજ રસપ્રદ છે.

    પૂરક માહિતી માટે આપનો ખૂબ-ખૂબ આભાર,

    માર્કંડ દવે.

    ReplyDelete

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.