Thursday, December 8, 2011

હળવે-હળવે ચાલો જરા. (ગીત.)




હળવે-હળવે ચાલો જરા. (ગીત.)




હળવે   હળવે  ચાલો   જરા, સંગાથ  કરી  લઈએ.

સાથ છે આ  જીવનભરનો, જિંદગી માણી  લઈએ.


અંતરા-૧.


મરક - મરક  મલકો  જરા, આંખો  ઠારી  લઈએ.

ગાલ  કેરા   ખંજનમાં,  અમે  તલ બની  જઈએ.


હળવે  હળવે ચાલો  જરા, સંગાથ  કરી  લઈએ.



અંતરા-૨.


ટપક-ટપક વરસો જરા, અમે વહાલ કરી લઈએ.

લાલ   ચટ્ટક   હોઠો  પરનું,   ગીત  બની  જઈએ.

ળવે હળવે ચાલો  જરા,  સંગાથ   કરી  લઈએ.


અંતરા-૩.


દિલ   કેરી  વાતો  છે  આ,  કાનમાં કહી દઈએ.

ધીરે  ઓરા  આવો  જરા, હવે એક બની જઈએ.

હળવે  હળવે  ચાલો  જરા,સંગાથ  કરી  લઈએ.


અંતરા-૪.


સોગન  તમને   દઈને   જરા, પ્રેમ  કરી લઈએ.

તમે અમને તરછોડો તો, આ જીવ આપી દઈએ.

હળવે  હળવે ચાલો  જરા, સંગાથ  કરી  લઈએ.


માર્કંડ દવે. તા.૦૮-૧૨-૨૦૧૧.

No comments:

Post a Comment

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.