કડવી દવા. (ગીત)
માનોકે મોતને, બાથ ભિડાવી છે,
કોરોનાને, કડવી દવા પાવી છે..!
કહેવા જેવું તો, કૈં નથી હવે પણ,
મારી ધીરજને, ડોઢીએ સતાવી છે...!
કોરોનાને, કડવી દવા પાવી છે..!
ભાવ-અભાવ તો હશે, લકીર મુજબ પણ,
આ કમબખતે, હવે તો હદ વટાવી છે....!
કોરોનાને, કડવી દવા પાવી છે..!
નાત-જાત, અમીર-ગરીબ સહુ કોઈને,
એક સરખી કતારમાં, એ લઈ આવી છે..!
કોરોનાને, કડવી દવા પાવી છે..!
માર્કંડ દવે. તા.૧૦-મે-૨૦૨૦.