Thursday, November 5, 2009

અશ્રુમાં તરતો સ્વપ્નમહેલ.

અશ્રુમાં તરતો સ્વપ્નમહેલ.



પ્રિય મિત્રો,

છેવટે એ ચાલી ગઇ.હા,મેં મારી સગ્ગી આંખે એને જતાં જોઇ.
સાવ નિશ્ચેતન,છતાં એવી જ શાંત,જાણે,જ્યારે મેં એને મારી ક્ષુલ્લક મજબૂરી ના નામ પર તરછોડી હતી.
ખરું કહું ? ત્યારે એના શ્વાસની સુગંધ મારા શ્વાસમાં જવાન હતી.
હવે ? ખબર નથી,કારણ ? મારી બેદરકારી,વિરહના દુઃખમાં,એ શ્વાસને એણે અલવિદા કહી છે.
દોસ્તો,છેવટે એ ચાલી ગઇ.હા,મેં મારી સગ્ગી આંખે એને જતાં જોઇ.

એક સમય હતો..!!જ્યારે,એના દૈહિક અદ્વિતિય રુપના સંમોહનમાં મોહિત થઇ,હું અર્ધપાગલ જેવો થઈ ગયો હતો.
અરે..!! મેં તો એને મારા અણમોલ ખજાનાના સહુથી કિંમતી `કોહિનૂર`નો ખિતાબ સુધ્ધાં અર્પણ કર્યો હતો.
એની સંગ વિતાવેલી પ્રત્યેક ક્ષણને હું એવીરીતે માણતો રહ્યો..!! કે, કે, જગતને મારી ઇર્ષા થતી હતી.
પરંતુ હવે ? દોસ્તો,છેવટે એ ચાલી ગઇ.હા,મેં મારી સગ્ગી આંખે એને જતાં જોઇ.

આવા `કોહિનૂર`ને તરછોડવા બદલ મારા ઉપર ગુસ્સો આવે છે ને ? તે,આવેજ ને..!!
શું કહ્યું ? મારી કઇ મજબૂરી ને કારણે મેં એને કોરાણે મૂકી ? એજ પૂછવું છે ને તમારે ?
મારી,ઐયાસી,નશાખોરી માટે,એની વારંવાર મને ટોકતા રહેવાની ખરાબ આદત મને આતંકિત કરતી હતી.
અરે..!! હું તો મારી મરજીનો માલિક..!! હું ગમે તે કરું..!! એ બાબતે,એને શું લેવાદેવા ?
જોકે,એ મને છેલ્લે સુધી સમજાવતી રહી,"હું છું,ત્યાં સુધી,તારે બીજા કોઇ નશાની જરુર છે ખરી ?"
પરંતુ હવે ?દોસ્તો,છેવટે એ ચાલી ગઇ.હા,મેં મારી સગ્ગી આંખે એને જતાં જોઇ.

મારી આંખોની બારી પાસેથી જ,એની અંતિમયાત્રા પસાર થઇ અને વર્ષ નામના ડાધુઓની કતાર એટલીતો લાંબી ..કે..!!
બાપરે..!! અખંડતાપૂર્વક,પ્રચંડતાપૂર્વક એને ચાહનારા,એના આટલા બધા ચાહકો હશે..!!
મને જરા વહેલું કેમ ના સમજાયું ?હું વધારે કશું કહી શકવાની સ્થિતિમાં નથી.
અત્યંત ક્રુરતાપૂર્વક એને તરછોડવાના પસ્તાવામાં,આજે મારી આંખ દુઃખાશ્રુથી ઉભરાઈ રહી છે,અને ક્યારેક,
હર્ષાશ્રુના મહાસાગરમાં તરતો મારો સ્વપ્નમહેલ,આજે અથડાતો,કૂટાતો,તૂટી-ફૂટીને ઈતિહાસ બનવાના માર્ગે પ્રયાણ કરી રહ્યો છે.
દોસ્તો,મને ખાત્રી છે હવે એ પાછી ક્યારેય નહીં આવે..!!
કારણ ? છેવટે એ ચાલી ગઇ.હા,મેં મારી સગ્ગી આંખે એને જતાં જોઇ.

હે ત્સુનામી,તું ધરાને ધમરોળવાનું પડતું મૂકીને,મારા નયનો સુધી પહોંચી ગઈ ?
હે પ્રભૂ,મને જરા માર્ગદર્શન આપને ,હવે હું શું કરું ?

મિત્રો,હું કોની વાત કરું છું ? તે તો આપ સમજી જ ગયા હશો.
જી હા,આપણા "હર્ષાશ્રુના મહાસાગરમાં તરતા સ્વપ્નમહેલ" સમી,પણ સાવ વ્યર્થ ગયેલી જવાની..?
જવાની ની વાત કરું છું,એને કોઇ પ્રિયતમાથી સહેજ પણ ઓછી(ઉતરતી) થોડીજ આંકી શકાય ?

આ ત્સુનામી આતંકના દુઃખને ટાળવા (કે જવાનીને પાછી લાવવા?),આપની સમક્ષ આદરણીયશ્રી બડેગુલામાલીખઁસાહેબની પ્રખ્યાત ઠૂમરી
"કા કરું સજની આયે ના બાલમ " રજૂ કરુંછું આશા છે,આપને જરુર ગમશે.

http://www.4shared.com/file/139899063/8b91afc9/KA_KARU_SAJANI-BADE_GULAM_ALI.html

માર્કંડ દવે.તા.૦૫-૧૧-૨૦૦૯.

No comments:

Post a Comment

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.