Saturday, July 31, 2010

(હાથ )તાલી મિત્ર.

(હાથ )તાલી મિત્ર.


"  મકબરાના   મિત્ર   થૈ  જડાવું છે,  કોઈ  નડે  તો  નહીં..!!
    નભઅનંતે    ચિત્ર  થૈ  મઢાવું છે,  કોઈ  અડે  તો  નહીં..!!"


લખનાર - તાલી મિત્રોએ દીધેલી, હાથતાલીથી, થાકેલા સર્વે  જણ..!!

========

`FRIEND SHIP DAY`

Human beings are social creatures.They  have always valued the importance of friends in their lives. To celebrate this noble feeling it was deemed fit to have a day dedicated to friends and friendship.

Accordingly, first Sunday of August was declared as a holiday in US,  in honor of friends by a Proclamation made by US Congress in 1935.

Since then, `World Friendship Day`, is being celebrated every  year on  the  first Sunday,  in the month of August.


પ્રિય મિત્રો,

માનવી સામાજીક પ્રાણી છે તેથી તે,  અનેક પ્રકારનાં લેબલ ધરાવતા, સબંધોથી જ શ્વાસ લઈ શકે છે.

તેમાંનો જ,  એક પ્રકાર એટલે મિત્રાચારી.

પરંતુ, આજની તારીખમાં, એકજ માઁ ની કૂખે જન્મેલા, એક લોહીના સગા જ, જો  એકમેકના  લોહીતરસ્યા  બની શકતા હોય તો?

સાવ અજાણ્યા ને મિત્ર બનાવીને, તેના બેવફાગ્નિમાં બળી જવું, કેટલું ડહાપણભર્યું છે?


તો શું, માનવીએ, મિત્રો ન  બનાવવા જોઈએ?  મિત્રો બનાવવા સહેલા હશે, ઓળખવા મુશ્કેલ છે. તો સાચા મિત્રને ઓળખવા, શું કરીશું?

કદાચ, આ સવાલનો જવાબ, આ હાઈકુ અને સોનેરી સૂત્રો પાસેથી મળી જાય..!!
========

હાઈકુ  અને   સોનેરી સૂત્ર.

========

*   ક્યારની હતી,

 નજરમાં  તું, 
છે..ક,

  આજે   ફસાઈ..!!સોનેરી સૂત્ર  - આ તરફ , વિજાતીય  આકર્ષણ અને  સામી તરફ,  સાચી મિત્રતા. બંનેની વચ્ચે, હંમેશા સમજદારીની સરિતા વહેતી હોય છે.તરતાં આવડશે?
========

ઑગસ્ટ માસ,

સુધી  રા..હ  જોઈ,
લે

  ગુલાબી કાંટો?સોનેરી સૂત્ર  -  ગુલાબ લેતાં, વાગે જો કાંટો તો, વાંક  આપનાર કે લેનારનો  જ  હોઈ  શકે,  તેમાં  ગુલાબ  શું   કરે?

========

હું  ને તું મળ્યાં,

ફૂલી ફાલી મિત્રતા,

 ને બોલી, ઉ..વાઁ?


સોનેરી સૂત્ર.- લક્ષ્મણ રેખા દોરતાં ન આવડે તો,  ફ્રેંન્ડશીપ બૅલ્ટને, મિત્રતાનો  ફંદો  જ   સમજો..!!

========


કઠણ રાખ

કાળજું,
લે,  ઘા  કર્યો,

 તારી પીઠમાં .!!


સોનેરી સૂત્ર -  `સુખમાં ઈર્ષાથી આગળ અને દુઃખમાં દગાથી પાછળ`,  પીઠમાં  વાર  કરનાર, બીજો કોઈપણ  હોય પણ, મિત્ર તો ન જ હોઈ શકે..!!
========

દે તાલી મને,

તને  જ  ખંખેર્યો  મેં,

 દોસ્તી ના નામે..!!


સોનેરી સૂત્ર -  તકવાદી  મિત્રને  ઓળખતાં ન આવડે તો,  તકલાદી   મિત્રતા   બાંધીને   શું  કરશો?

========

  મુરખ  છે  તું,

હું  તો  માત્ર  રમ્યો`તો,

 ખેલ દોસ્તીનો.


સોનેરી સૂત્ર -  મિત્રતાને `ખેલ` સમજતા મિત્રનો,  `ખેલ` પાડવામાં  કશું ખોટું નથી.

========


એમ જ માન,

તારું છે, તે મારું છે..!!

 કપાયું ખિસ્સું?સોનેરી સૂત્ર  - ધન ખર્ચવાથીજ, દોસ્તી  મળે તેમ હોય તો,  ખિસ્સાં વગરનાં  વસ્ત્ર પહેરીને જ, બહાર નીકળવું,  ડહાપણભર્યું છે.

========

*   માઁ બાપને જ,

બનાવને  દોસ્ત,
તું

   તરી જઈશ.


સોનેરી સૂત્ર  -  માઁ ના ગર્ભંમાં રહ્યો, પિતાના વાત્સલ્યે મઢ્યો,  તોય  મૂરખ,  મિત્રતાના નામે,  વૈતરણીમાં   ડૂબ્યો?

========

*    પ્રથમ  મિત્ર

હું,  બીજો ય  હું, ત્રીજો?

  છે  ને,  ઝમીર..!!સોનેરી સૂત્ર -  બહારના  `ભ્રમને`,  મિત્ર બનાવો તેના કરતાં, ભીતર `બ્રહ્મ - આત્મા - ઝમીર` ની, મિત્રતા વધારે હિતકારી છે, દગો નહીં કરે..!!

========

કોણ માનશે,

વાત?  બાળ કલમ,

  બેવફાગ્નિમાં..!!


સોનેરી સૂત્ર -   

મિત્રાચારી બાંધતાં પહેલાં, કહેવાતા  મિત્રને,  દરરોજ  સાચી સલાહ આપી જુવો,  

શક્ય છે, તમને, તે  બાલબાલ બચાવી લે..!!

========

પ્રિય  યુવા  મિત્રો,

મિત્રતાની લાગણીની ઉજવણી, વિરોધને પાત્ર હરગીજ નથી.  

ફક્ત, મિત્રતાની માંગણી ( લાગણીની  ઉઘરાણી..!!)  વિરોધને પાત્ર છે.

આવી મિત્રતા, સામાજીક અપરાધ છે?  

હા,  વડીલોને  સવાલ કરી જુવો, સમગ્ર જીવનમાં તેમને, કેટલા સાચા મિત્રો મળ્યા?

બાય ધ વૅ, આપ શું  માનો છો?

માર્કંડ દવે. તા. 3૧ - જુલાઈ  -૨૦૧૦.

========

1 comment:

 1. મિત્રતા એ ભાગ્યની વાત છે., તે નથી માટીનો ઘડો કે તે થપ થપાવી - ટાપલી મારી ને નક્કી કરી શકાઈ કે મજબુત રેહશે કે નહિ?

  અપેક્ક્ષા હોઈ તો મિત્રતા ના ટકે.

  સમય અનુસાર સારો લેખ

  અભિનંદન

  અમારાં બ્લોગની જરૂરથી મુલાકાત લેશો અને આપનો અભિપ્રાય પણ આપસો.
  દાદીમાની પોટલી
  http://das.desasi.net

  ReplyDelete

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.