Saturday, September 24, 2011

કાજળભર્યા નયન.(ગીત)


સૌજન્ય-ગૂગલ.


કાજળભર્યા નયન.(ગીત) 

કે તારા કાજળભર્યા નયનોનાં કામણ..,(૨) 
નેવળી તીરછી નજરનું આમંત્રણ..,
પાગલ પરવશ ભટકતો રહ્યો..,(૨) 
મારી બરબાદીનું એજ છે એક કારણ..,

કોરસ- કે તારા કાજળભર્યા નયનોનાં કામણ..,

અંતરા-૧.

પ્રીતની રીત જો સત્વર મળે તો..,
દ્વૈત-અદ્વૈતમાં તત્પર ભળે તો..,(૨)
આયખાંની અવધિ અટકે અધવચતો,
છળને કપટનું કાઢજે તું તારણ..,

કોરસ- કાજળભર્યા નયનોનાં કામણ..,

અંતરા-૨.

યાદ ફરી-યાદના તાણા વણે તો, 
સાદ પ્રતિ-સાદે કણે-કણે તો,(૨)
ભેદને ભરમના ઊઠે તરંગ તો, 
જાણજે ધડક્યું છે તારું સંભારણ..,

કોરસ- કાજળભર્યા નયનોનાં કામણ.., 

અંતરા-૩.

પ્રેમની ભાષા જો ભરમાતી લાગે, 
ઉરની ઉષા જો કરમાતી લાગે,(૨)  
આંખમાં આંસુની ઓછપ અંજાયતો, 
દુઃખ કેરા દરિયા સુકાયાનું કારણ..,

કોરસ- કાજળભર્યા નયનોનાં કામણ..., 

અંતરા-૪.

નયનોમાં સમણાનું કસ્તર પડેતો..,
કાળજાને કોરતું નસ્તર નડે તો..,(૨)
શ્વાસ-નિશ્વાસના અટકે ચરણ તો,
જાણજે, કર્યું છે માયાએ મારણ.., 

કોરસ-કાજળભર્યા નયનોનાં કામણ..,(૨)
કસ્તર=તણખલું; રજ; કચરો
નસ્તર=છેદન; છેદ; કાપ.
કે તારા કાજળભર્યા નયનોનાં કામણ..,(૨) 
નેવળી તીરછી નજરનું આમંત્રણ..,
પાગલ પરવશ ભટકતો રહ્યો હું..,(૨) 
મારી બરબાદીનું એજ છે એક કારણ..,
કોરસ- કે તારા કાજળભર્યા નયનોનાં કામણ..,(૨) 

માર્કંડ દવે-તા.૨૪-૦૮-૨૦૧૧.

2 comments:

  1. નેણ અને કાજળ નો સમન્વય કરી ને તમે જે રીતે આ પધ્ય રજુ કર્યું છે તે ખરેખર દાદ માંગી લે તેવું છે. દવે સાહેબ, મને અંતરા ૪ માં આપે ઉપયોગ માં લીધેલ "કસ્તર " અને "નસ્તર" શબ્દો નો મર્મ સમજાવજો ને.મને એ બે શબ્દો બહુજ ગમ્યા. તેનો અર્થ સમજવો છે. આભાર.

    ReplyDelete
  2. પ્રિય શ્રીવેદાંગભાઈ,

    કસ્તર=તણખલું; રજ; કચરો
    નસ્તર=છેદન; છેદ; કાપ.

    આપનો ખૂબ-ખૂબ આભાર.

    ReplyDelete

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.