Wednesday, December 28, 2011

બાળક બનવું.(ગીત.)



મારો દોહિત્ર- ક્રીદય દવે.

બાળક બનવું.(ગીત.)



આપણે  તો    ભૈ     હસવું,   એટલે  બાળક બનવું.
પહેલાં  ફોરમ, પછી   ફોરું, અં...તે   છાલક બનવું.


અંતરા-૧.


સોગિયા સામે, આ જગતમાં, કોણ જુવે છે યાર,

થૈ  કૂકરી, કદી સોગઠી ? શી...દ ઘાતક બનવું.

આપણે તો   ભૈ  હસવું,   એટલે  બાળક બનવું.  

(કૂકરી= રમવાની કાંકરી.)


અંતરા-૨.

મોભા  એવા  શું  રાખવા ? હસવું  આવે તો હસ,

શરૂ-શરૂમાં  લગીર પછી,તળી..યા ઝાટક બનવું.

આપણે  તો   ભૈ   હસવું,   એટલે  બાળક બનવું.


અંતરા-૩.


શરમ  ને  તું,  પહેલેથી  જ, તડકે   મૂકી   દે  યાર,

શરૂ-શરૂમાં  લગીર પછી, થોક..બંધ  લાયક બનવું.

આપણે   તો   ભૈ    હસવું,    એટલે  બાળક બનવું.


અંતરા-૪.


કહે તો  મને, કેટલા  દિ`ની,  જિંદગી  ગણે  છે તું,

થૈને  છલોછલ, છલ  પછી, શી...દ ચાતક બનવું.

આપણે  તો    ભૈ   હસવું,   એટલે  બાળક બનવું.


પહેલાં ફોરમ, પછી   ફોરું, અં...તે  છાલક બનવું.
આપણે   તો   ભૈ   હસવું,   એટલે  બાળક બનવું.


માર્કંડ દવે.તા.૨૭-૧૨-૨૦૧૧.

5 comments:

  1. પહેલા શિર્ષક અને ફોટો જોઇને પછી કાવ્‍યવાંચિને બાળક બનવાની એક જુદી જ વાત ગમી. મારા તરફથી સ્‍માઇલ.

    ReplyDelete
  2. sanjay thorat

    Aava dada ke nana na dohitra banvanu saubhagya prapt thavu ej aneri ghatana kahevay... sundar rachana mate hardik abhinandan...

    ReplyDelete
  3. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  4. you have a unique personality.

    we can meet and share our vision.

    call me ..
    if you are near navrangpura at any time.

    regards,
    Maulik Shah
    98240-19971

    ReplyDelete
    Replies
    1. THANKS A LOT SHRIMAULIKBHAI,

      YOU ARE ALWAYS WELCOME SIR.

      Delete

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.