Showing posts with label પ્રેમપત્રો. Show all posts
Showing posts with label પ્રેમપત્રો. Show all posts

Monday, July 4, 2011

કૉલેજ લાઈફ


કૉલેજ લાઈફ.

સૌજન્ય ગૂગલ.

http://www.youtube.com/watch?v=F-5dVUmQBQ0





મિત્રો,આપે નવા શૈક્ષણિક સત્રના પ્રારંભે,કોઈ કૉલેજ કૅમ્પસ્ નો નજારો નિહાળ્યો છે?

આશા, ઉમંગ અને તરવરાટથી ભર્યા-ભર્યા રુપકડાં, નર-માદા પતંગિયાં જાણે ચંચળતાપૂર્વક ઊડાઊડ ના કરતાં હોય?

નવા વાતાવરણની આનંદભર મૂંઝવણ,સામાન્ય પરિચયમાં મોબાઇલ નંબર ની આપ-લે, આ ફોર્મ ને તે ફોર્મ, ઑલટાઇમ ફેવરીટ કૉલેજ કેન્ટીન,વગેરે...વગેરે...વગેરે..!!

વડોદરાની આવીજ એક નામાંકિત કૉલેજના,મુક્ત વાતાવરણમાં,કવિકા કૉલેજનું આર્ટ્સ ફેકલ્ટીનું પ્રથમ વર્ષ પૂર્ણ કરી,દ્વિતીય વર્ષમાં પ્રવેશી હતી.આજે કૉલેજના પ્રથમ દિવસે જુના મિત્રોને મળવાનો ઉમંગ લઈ, ગ્રે જિન્સ અને લાઇટ યલો કલરના ટીશર્ટમાં સજ્જ થઈ, કૉલેજ જવા કવિકા કાયનેટીક ઉપર સવાર થઈ ત્યાંતો, તેનો મોબાઈલ રણક્યો..!! 

કવિત્વ હતો."હાય હની..!! તું કૉલેજ આવે છે ને? હું પહોંચું છું, O.K.Bye..!!" 

કવિકા કૉલેજ જવા અધીર થઈ ગઈ. તેણે કૉલેજ પહોંચવા કાઇનેટીક મારી મૂક્યું.

કવિત્વ આર્ટ્સ ના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતો,એક સોહામણો,તેજસ્વી વિદ્યાર્થી હતો.તે મૂળ તો રાજપીપળાનો,પરંતુ વડોદરા,બોયઝ હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતો હતો.

પરિચયમાં તો, એક સંદર્ભગ્રંથ માટે,લાઇબ્રેરિયન સાથે,જીભાજોડી કરતી કવિકાને,કવિત્વએ ગ્રંથ શોધી આપી,તેમાં કયા પ્રકરણમાં શું વાંચવા મળશે?તે વિસ્તારથી સમજાવ્યું ત્યારે તો કવિકા તેના ઉપર આફરીન થઈ ગઈ,પછી તો મુલાકાત,વિચારોની આપ-લે માં એવું સામ્ય વર્તાયું કે, બંને એકબીજાને ક્યારે, દિલની પણ આપ-લે કરી બેઠાં,તેની સૂધબૂધ ના રહી.

કવિત્વને કૉલેજની બહાર ઊભેલો જોઈ રોષમાં, કવિકા એના ઉપર કાઈનેટીક સાથે એવી ઝડપથી ધસી ગઈ જાણે,પરીક્ષા પછી વેકેશનમાં સંપર્ક ન કરવા બદલ કવિત્વને સજા કરવાની ના હોય!!

"અરે...!! અરે..!! મને વાગી જશે તો?"કહી કવિત્વ સ્ફૂર્તિથી દૂર કૂદી ગયો.

કવિકાની નબળાઇને જાણતા કવિત્વએ સ્વરચિત મુક્તક ફેંક્યું,

"મધમીઠું મલકો છો તમે,હૈયે ઉભરાઇ છલકો છો તમે!
કર્ણનાદ ન સુણ્યો તેથી શું?રુંવે-રુંવે તો રણકો છો તમે!!"

કવિકા ગુસ્સો ઉતારી,ફૂ..ઉ..સ્ કરી, ખરેખર મધમીઠું મલકી ઊઠી .

પ્રથમ વર્ષના અંતે શરુ થયેલો પરિચય, હવે પૂરેપૂરા રંગમાં ખીલી ઊઠ્યો હતો.કૉલેજના સાચા-ખોટાં અનેક જોડા-કજોડાંની વચ્ચે આ જોડી,તેની બૌધ્ધિકતાને કારણે વિદ્યાર્થી,અધ્યાપકગણથી લઈ આચાર્ય સુધી પ્રિય બની ગઈ હતી.

બંને પ્રેમીપંખીડાં કેન્ટીન,લાઇબ્રેરી,રેસ્ટોરન્ટ અને ક્યારેક નવી ફિલ્મ જોવા જતાં,પરંતુ આજસુધી ખાનદાન કવિત્વએ, કવિકાના શરીર સાથે છૂટછાટ લેવાનો પ્રયત્ન સુધ્ધાં કર્યો ન હતો..

કવિત્વએ,આજે નવી ફિલ્મ જોવાનું વચન આપી,કવિકાને થિયેટર પર બોલાવી હતી.શૉ શરૂ થયાને અડધો કલાક થઈ ગયો,પણ ના કવિત્વ આવ્યો કે,ના એનો ફોન આવ્યો.મોબાઈલ પણ સ્વીચઑફ આવતો હતો,

"કવિત્વની તબિયત બે દિવસથી ખરાબ હતી,વધારે ખરાબ તો નહીં થઈ હોય ને?'

બૉયઝ હૉસ્ટેલ પર આવવાની કવિત્વએ મનાઈ કરી હોવા છતાં, ચિંતાને કારણે, કવિકાએ કાઈનેટીક હોસ્ટેલની દિશામાં ભગાડ્યું.

વામકુક્ષિની મઝા માણતા,વૉચમેનને કવિત્વનો રૂમ પૂછતાં,હોસ્ટેલના પ્રથમ માળ પર,સૌથી ખૂણામાં આવેલી એક રૂમ તરફ તેણે આંગળી ચીંધી.બપોરનો સમય હોવાથી મોટાભાગના રૂમ બંધ હતા,અનેક તર્ક-વિતર્ક કરતી કવિકા,કવિત્વના રૂમના દરવાજા પાસે પહોંચી ત્યાંજ એના પગ થંભી ગયા.

કવિત્વના રૂમમાંથી દબાતા અવાજે કોઇ યુવાન કન્યા ઝઘડો કરતી હોય તેમ લાગ્યું.કવિત્વ તેને,ઓશિયાળા,નરમ અવાજે સમજાવવાની કોશિશ કરતો હતો.દરવાજે ઉભા રહી કવિકાએ પાંચ મિનિટ જે સાંભળ્યું,તેનાથી કવિત્વની ખાનદાની અને સંસ્કારના લીરેલીરા ઊડી ગયા.

ઝડપથી સીડી ઊતરી કવિકા,ભયંકર આઘાત ને કારણે કાઈનેટીક સ્ટાર્ટ કરવાનું ભૂલી,એના પર બેસી પડી.બીજી પાંચ મિનિટ પછી કવિત્વના રૂમમાં થી નીકળી,હોસ્ટેલના દરવાજે આવેલી કન્યા,બીજી કોઈ નહીં પણ કવિત્વની ક્લાસમેટ મહિમા હતી.કવિકા એને ઓળખતી હતી.મહિમા સાવ ગરીબ ઘરની, દેખાવ તથા અભ્યાસમાં પણ સાવ સામાન્ય હતી.

મહિમાની માનસિક  સ્થિતિ તથા વિનંતીને કારણે,પાસેના બગીચામાં બેસી કવિકાએ, મહિમાની દર્દનાક કહાણી ધ્યાનથી સાંભળી.કવિકાએ, મહિમાને સાંત્વના આપી ઘેર વિદાય કરીને તરતજ અત્યંત ગુસ્સામાં આવી જઈને કવિત્વને મળવા બોલાવ્યો.

રેસ્ટોરન્ટમા મળવા આવેલા કવિત્વને,કવિકાનો પહેલો સવાલ એ હતો કે,"તેં મહિમા સાથે દગો કેમ કર્યો અને મને આ બાબતે અંધારામાં કેમ રાખી?"

કવિત્વએ ગુન્હેગારની જેમ માથું નીચે નમાવી દીધું,તે કવિકાની સાથે નજર મેળવીને વાત કરવાની સ્થિતિમાં ન હતો," કવિકા, તું મને મળી તે અગાઉ, સાવ સામાન્ય પરિચયમાં,મને મળવા માટે, પ્રથમવાર મહિમા જ્યારે મારી હૉસ્ટેલ ઉપર આવી ત્યારે, સમજદારી દાખવીને, મેં તેને તરત વિદાય કરી દીધી હતી તથા સ્પષ્ટ જણાવી દીધું હતુંકે, મારું કામ હોય તો મને કૉલેજમાં મળવું. પરંતુ,તેના ગયા પછી,મારા રૂમ પાર્ટનરે,મારું બ્રેઈન વૉશ કરી મને, કૉલેજ લાઈફ માણી લેવા તથા તારી ગર્લફ્રેન્ડ સામેથી કોઈ દિવસ પહેલ નહી કરે, કે પછી તું નપુંસક તો નથી ને? એમ ટોણો મારી ઉશ્કેરતાં, મારું મન વિચલિત થઈ ગયું, એજ સમયે નીચે ગયેલી મહિમા ફરી કાંઈક પૂછવા, પરત આવી તો, અમે મનભર એકાંત માણી શકીએ તે માટે, મારી સામે આંખ મિચકારીને રૂમ પાર્ટનર બહાર જતો રહ્યો, એ નબળી ક્ષણે, મહિમા ની આનાકાનીને સ્ત્રીસહજ વિરોધ માની લઈ,હું ના કરવાનું કરી બેઠો. હા,અમારાથી લક્ષ્મણરેખા ઓળંગાઈ ગઈ છે.મારે તને ગુમાવવી ન હોવાથી મેં તારાથી આ વાત છુપાવી હતી.એ ફક્ત એકવારની ભૂલ હતી.મને માફ કરી દે."

કવિકાએ રોષપૂર્વક કહ્યું,"કવિત્વ,મને તો તેં ક્યારનીય ગુમાવી દીધી છે.તું જો સાચે મર્દ હોત તો તારા રૂમ પાર્ટનરને તેં એક લાફો મારી દીધો હોત.સાવ આવારા રુમપાર્ટનરની ઉશ્કેરણીથી,તારા ભરોંસે તને મળવા આવેલી, કોઈ નિર્દોષ ગર્લફ્રેન્ડની જિંદગી બરબાદ કરે.!! તેવા કવિત્વ ને હું ઓળખતી નથી, ઓળખવા માંગતી પણ નથી."

કવિકા ગુસ્સામાં ધ્રૂજતી ઊભી થઈ. રેસ્ટોરન્ટના દરવાજા સુધી જઈ કૈંક યાદ આવ્યું હોય તેમ કવિત્વ પાસે પાછી ફરી,"જો તારામાં થોડી પણ માનવતા અને ખાનદાની બચી હોય તો,ખરા દિલથી મહિમાની માફી માંગી,એને સ્વીકારી, તેની સાથે લગ્ન કરી લેજે. અને હા,મને ફરી કદી મળવાનો પ્રયત્ન ના કરીશ."

આ બનાવ પછી કવિત્વ કદી કૉલેજમાં દેખાયો નથી.કોઈકે કહ્યું કે, બદનામી ના ડરથી તે રાજપીપળા જતો રહ્યો છે.પછી મહિમાનું શું થયું? તેની પણ કવિકાને,જાણ નથી.કવિકાને કવિત્વ વિષે કોઈ પૂછે તો,તે સાવ ઉદાસીભર્યું ફિક્કું હસી લે છે.

કવિકાને એટલી જાણ અને ખાત્રી જરૂર છે કે,આ કારમા આઘાતથી,તેનું દિલ તૂટી જવાથી,તે આ વર્ષે ચોક્કસ ફેઇલ થવાની છે.

આપને શું લાગે છે? કવિકા પરીક્ષામાં ફેઇલ થશે કે જીવનમાં?

કવિકાએ,કવિત્વને ભૂલ માફ કરી,અપનાવી લેવો જોઈએ?

માર્કંડ દવે.અમદાવાદઃતાઃ૧૪-૦૭-૨૦૦૯.

Sunday, May 29, 2011

વાહ ક્યા પ્રેમ હૈ..!! wow..!! what a LOVE?

વાહ ક્યા પ્રેમ હૈ..!! 
wow..!! what a LOVE?
(સૌજન્ય-ગૂગલ)



પ્યારે દોસ્તોં,
 
ઉત્તર મહાભારત મહાગ્રંથ મેં કલયુગ કે ભવિષ્ય કે બારે મેં મહર્ષિ વેદવ્યાસ ને કુછ ત્રુટિરહિત કથન કિએ હૈં.શિક્ષા જગત મેં વ્યાપ્ત મલિનતા કે કારણ, જ્ઞાન ઔર વિદ્યા કા નાશ હોગા.

( ક્યા સહી - ક્યા ગ઼લત? પઢ઼ને-પઢ઼ાને વાલોં કી પઢ઼ાઈ કે ક્ષેત્ર મેં ઉદાસીનતા ઔર સચ્ચે જ્ઞાન કા હ્રાસ ?)

આઈએ, સુનેં, એક આધુનિક કૉલેજ કન્યા કી મોબાઈલ talk..!!

======

" અરે યાર..!! માય મમ્મા ભી દેખના? સુબહ-સુબહ કૉલેજ જાતે વક઼્ત હી ઉસકી ખિચપિચ શુરુ હો ગઈ..!! શૈલા યે ડ્રેસ મત પહનના, ઇસમેં તેરા સારા બદન દિખતા હૈ..!! આજ જલ્દી વાપસ ઘર આ જાના..!! યાર હમારી કોઈ ચોઈસ હી નહીં?

સૈલાબ કી ભી રિંગ આઈ થી ,"હાય હની, કૉલેજ આ રહી હૈ ના? આજ કહાઁ મિલના હૈ? મૈં, શૈલા ઉસ પોપટ સે મિલૂઁ? MY FOOT!! સાલા કભી પૉકેટ મેં  તો હાથ ડાલતા નહીં હૈ ? LEAVE IT યાર..!!"

ઇસ મંથ કે મેરે સારે પૉકેટ મની ફિનિશ હો ગએ હૈં, બટ યુ નૉ? મૈને ક્યા કિયા? ઇસ શૈલા ને  સ્માર્ટનેસ દિખાતે હુએ, ઉસ પોંગા પંડિત કૌશિક કો ઐસી મીઠી સ્માઈલ દેદી કિ, ઉસને ૫૦૦ કા નોટ તુરંત નિકાલ કર મુઝે દે દિયા. નહીં યાર, ફ્રી મેં નહીં..!! ઉસકે બદલે, મૈંને ઉસકે સાથ લોંગ ડ્રાઇવ પર જાનેકા પ્રોમિસ કિયા હૈ. તુ ભી આએગી ક્યા? વો રિતુડી કો હમારે સાથ આના થા મગર, you know !! વો સિર્ફ ન્યૂજ઼ પેપર નહીં, પૂરા ન્યૂજ઼ ચૈનલ હૈ? ક્યા, ઍક્જ઼ામ નજ઼દીક હૈ? તુ કબ સે ઍક્જ઼ામ કી ફ઼િક્ર કરને લગી? હી..હી..હી..!!

મુઝે  કોઈ ચિંતા નહીં હૈ? you see, મૈંને તો વો હૅન્ડસમ પ્રોફેસર હૈં ના? હાઁ..હાઁ, ઉસી કો પટા લિયા હૈ..!! મુઝે બહુત હૅલ્પ કર રહા હૈ. નહીં,નહીં..વો મેરા નહીં, સૈલાબ કા  રિલેટિવ હૈ. ઉસકા હૈબિટ થોડ઼ા ખ઼રાબ હૈ, મેરે સાથ શૅક હૅન્ડ કરને કે બાદ હાથ જલ્દી છોડ઼તા નહીં હૈ..!!નહીં..નહી..યાર,ઉસકી? નો મોર હિંમત, શૈલા કો તો તુ જાનતી હૈ ના? મુઝે ઐસોં કો હૈન્ડલ કરના અચ્છી તરહ આતા હૈ..!!

સન્ડે કો ક્યા કરતી થી? યા..ર..!! મેરા યે સન્ડે બિલકુલ બેકાર ગુજ઼રા..!!

મેરી મમ્મા અભી સે, you know,જન્મ કુંડલી ઔર ઐસા હી કુછ સમથિંગ-સમથિંગ લે કર, મેરે રિશ્તે કે લિએ રિશ્તેદારોં સે બાત કરતી રહતી હૈ? બટ, મૈંને તો ઉસકો ક્લિન-ક્લિન કહ દિયા હૈ, હાલાઁકિ મૈં થર્ડ ઈયર મેં સ્ટડી કર રહી હૂઁ,But, I want to study further?

મેરે પાપા? મેરે પાપા તો વૅરી-વૅરી nice guy હૈ..!! પતા હૈ, એક દિન ક્યા હુઆ થા? ઉન્હોંને મુઝે હૈં ના, સૈલાબ કે સાથ બાઈક પર ચિપક કર બૈઠે હુએ દેખ લિયા થા, ફિર ભી હી ડીડન્ટ ટેલ મી અ સિંગલ વર્ડ..યા..ર? મેરી મમ્મા, મેરી શાદી કો લેકર, ફ઼ાલતૂ મેં Worry હો રહી હૈ..!!

હાઁ..મગર પાપાને, મમ્મા કો  ટૂ મચ, worry કરતે દેખકર, ઉસે સાફ-સાફ કહ દિયા, શિલા  is mature  enough  to take care of her self..!! no..no..યાર,  કૉલેજ કે કિસી ભી પોપટ કે સાથ,મેરેજ તો મૈં કરનેવાલી નહીં..!! પાપા જહાઁ કહેંગે, ઉસી લડ઼કે કે સાથ..!! you know our સંસ્કાર culture ઔર ઐસા હી કુછ સમથિંગ-સમથિંગ..!!

 O.K. I am in hurry,we will talk later,bye."
 
=======
 
જાન લે લો  મેરી મગર પ્યાર સે(ગીત)
 
=======
 
નોટ- પૂરે ગીત મેં, પ્રિતમ સૈલાબ ગીત ગા કર શિલા સે પ્યાર જતા રહા હૈ ઔર શૈલા `I DON`T CARE.` કહ કર ઇન્કાર કર રહી હૈ.

 
જાન લે લો  મેરી મગર પ્યાર સે....!!
 
I DON`T CARE.
 
જ઼ખ્મ દે  દો નયા મગર પ્યાર સે...!!
 
I DON`T CARE.

 
૧.
 
ચલ પડ઼ા હૂઁ મૈં, ઇશ્ક઼ કી રાહ પર.
 
દિલ રખા હૈ ક઼દમોં મેં, હર આહ પર.
 
દો ક઼દમ સાથ ચલ, મગર પ્યાર સે....!!
 
I DON`T CARE.
 
૨.
 
જ઼ુલ્ફ઼ મેં તેરી યૂં હી ઉલઝતા ગયા.
 
અશ્ક બહતે રહે, મૈં પિઘલતા રહા.
 
એક નજ઼ર દેખ લે,મગર પ્યાર સે....!!
 
I DON`T CARE.

 
૩.
 
આગ સી લગ ગઈ, જિસ્મ જલતા રહા.
 
સાઁસ  થમ  સી   ગઈ, મૈં  તડ઼પતા રહા.
 
દિલ જલાઓ મેરા, મગર પ્યાર સે.....!!
 
I DON`T CARE.

 
 ૪.
 
કોઈ  ક્યૂઁ ન મરે, બેરૂખ઼ી દેખ કર.
 
કોઈ કૈસે જીએ, યાર કો છોડ઼ કર.
 
ક઼ત્લ કર દો મેરા,મગર પ્યાર સે....!!
 
I DON`T CARE.

=======
 
બસ, હમ આગે ક્યા કહેં, યે નયે જ઼માને કા LOVE હૈ,સાહબ..!! અબ આપ હી કુછ ફરમાઈએ?
 
માર્કંડ દવે. દિનાંકઃ- ૨૯- ૦૫-૨૦૧૧.

Saturday, April 16, 2011

વાર્તા-`વિચારવાયુ`


વાર્તા-`વિચારવાયુ`
(Courtesy Google Images)


તારા નયનોની ઝાંઝરીને, બાંધ જરા, કાજલના દોરે,
ભૂલથીય જો રણકી, તો હું કેમે, ઝાલ્યો નહી રહું..હાઁ?

========

જયપાલના મનના કેન્દ્ર બિંદુમાંથી, વિચારોનું એક નાનું સરખું વલય, જાણેકે ઉઠ્યુંને, ઝૂ..ઉ..ઉ..ઉ..મ, કરતુંક ને,આખા મસ્તકમાં વર્તુળાકારે ફેલાઈ જઈને, બેસૂરી કિકિયારીઓ કરતું, ગોળ-ગોળ ચક્કર-ભમ્મર ફરવા લાગ્યું..!!

શહેરની ભીડભાડ ભર્યા માર્ગ પર,વાહનોથી ભરચક સડક ,મધ્યે કાર ડ્રાઈવ કરી રહેલા જયપાલને લાગ્યું, કાર સહિત તેનું આખું શરીર, સડકની વચ્ચોવચ ગોળ-ગોળ ઘૂમી રહ્યું છે અને કારના સ્ટિયરીંગ પરથી તેનો કાબૂ છૂટતો જાય છે?

જયપાલે સહસા કારને બ્રેક મારી,તે સાથેજ કાર કારમી ચિચિયારી સાથે, સડક પર ચોંટીને ઉભી રહી ગઈ. ટાયરની ચિચિયારી સાથેજ, કારની પાછળ ડેકી સાથે અથડાઈ જવાથી, એક સાયકલ સવારે પણ ચિચિયારી ભરી ગંદી અશ્લીલ ગાળ કાઢી..!!

જોકે, કારચાલકને, સ્ટિયરીંગ પર માથું ઢાળીને, અર્ધબેભાન હાલતમાં નિહાળીને, સાયકલસવાર કોઈ કાયદાકીય ઝંઝટમાં ફસાઈ જવાના અજ્ઞાત ભયથી,બીજી ગાળને ગળામાં જ સમાવીને, જયપાલ સામે, ભય-આશ્ચર્ય તથા તિરસ્કારના ભાવ સાથે, નિહાળતો, લગભગ ભાગી જ ગયો..!!

થોડીવાર પછી કળ વળતાં, જયપાલે આપમેળે ઝૂકી ગયેલું માથું, જરા બળપૂર્વક ઉંચુ કર્યું, ત્યારે તેની કારની આસપાસ કેટલાક ભલા માણસો, જાણેકે તેને મદદનો હાથ લંબાવીને ઉભા હોય તેમ ઉભેલા જણાયા. તે તમામ અજાણ્યા મિત્રો સામે, જયપાલે આભારવશ ફિક્કું હસીને, કારને ફરીથી સડક પર વહેતી મૂકી દીધી.

જયપાલને પોતાની જાત પર ખૂબ ગુસ્સો આવ્યો," મેં આવું વિચાર્યુંજ શા માટે? કેમ બીજા કોઈના જીવનમાં, ક્યારેય આટલી ગંભીર સમસ્યા આવીજ નહીં હોય? શું વિધાતા માત્ર તેનેજ હેરાન કરવાનું પ્રણ લઈને બેઠી હશે? શું મારા જીવનમાં સમસ્યા જો આવી છે, તો તેનો કોઈ ઉકેલ નહીં હોય?"

જયપાલને લાગ્યું, મનના કેન્દ્ર બિંદુમાંથી બીજું વિચાર વલય આકાર લેવાની તૈયારી છે,ફરીથી તે વર્તુળ ઝૂ..ઉ..ઉ..ઉ..મ, કરતુંક ને, આખા મસ્તકમાં વર્તુળાકારે ફેલાઈ જઈને, બેસુરી કિકિયારીઓ કરી તેને હેરાન કરે તે પહેલાં, સમયસર પોતાના ઘેર પહોંચી જવું જ વધારે સલામતીભર્યું છે..!!


પોતાના મનને બીજા વિચારે ચઢાવવા,જયપાલે કાર રેડિયો ઑન કર્યો. કોઈ જુની ફિલ્મનું ગીત વાગી રહ્યું હતું," હર ફિક્ર કો ધૂયેં મેં ઉડાતા ચલા ગયા, મૈં જિંદગીકા સાથ નિભાતા ચલા ગયા..!!"


જયપાલને, આ ગીતના, ગીતકાર પર ચીડ ચઢી, "આ કવિઓ, શું જેમ ફાવે તેમ લખતા રહેતા હશે? જીવનની ભયંકર ચિંતાઓ, જો આમ ધુમાડો થઈને ઉડી જતી હોત તો, આજે તેને આટલા ખરાબ વિચારો શા માટે આવતા હોત?"


આટલી તકલીફ વચ્ચે પણ, જયપાલ મનમાંને મનમાં હસી પડ્યો..!! "આજે તેને થયું છે શું? આ વિચારવાયુ, છેક ઘર સુધી તેનો પીછો નહીં છોડે કે શું?"


મને એક લેખક તરીકે, અત્યારે એમ લાગે છેકે, જયપાલના મનના કેન્દ્ર બિંદુમાંથી ઉઠતા વિચાર વલય, ઝૂ..ઉ..ઉ..ઉ..મ, કરતાક ને,તમારા આખા મસ્તકમાં વર્તુળાકારે ફેલાઈ જઈને, બેસુરી કિકિયારીઓ કરે, તે પહેલાં મારે તમને હવે કહી દેવાનો સમય આવી ગયો છેકે, ખરેખર જયપાલના મનમાં ખરેખર ક્યા વિચારો તેને સતાવી રહ્યા હતા..!!


તો સહુથી પહેલાં તો એ જાણી લો કે, જયપાલ પોતે કોણ છે? એક નાનો સરખો બિઝનેસમૅન, ધંધામાં સારી કમાણી, ઘેર નવવિવાહિત રૂપવતી નમણી પત્ની `ગૌરી` , ઘરના નામે એક સુંદર વિશાળ ફૂલવાડી..! બસ, પોતાના જીવનમાં માનો ચારેબાજુ આનંદ જ આનંદ..!! સવારે મોડા ઉઠવું, નિરાંતે ઑફિસે પહોંચવું, સાંજના પાંચ વાગતા તો, વિશ્વાસુ મેનેજરને કામ સોંપી, વહેલા-વહેલા ઘર ભેગા થઈ, નાજુક નમણી ગૌરી સાથે એવા તો તોફાને ચઢવું કે, તે જોઈને બેડરૂમની દિવાલો પણ શરમાઈ જાય..!!

બિઝનેસ-ઑફિસના કામના ટાઈમટેબલને, ક્યારેય ગંભીરતાપૂર્વક ન અનુસરનાર જયપાલ, પોતાની પત્ની ગૌરીનું ધ્યાન રાખવાથી માંડીને, તેને અનર્ગળ હેત-પ્રેમ કરવા સુધીના, પ્રત્યેક `કામ`ના ટાઈમટેબલનું પાલન એટલું તો અત્યંત ચૂસ્તતાપૂર્વક કરતો કે, અત્યાર સુધી બેડરૂમની દિવાલો પાછળ, શરમથી મોઢું સંતાડવા મથતી બેશરમ-શરમ, તેને પોતાનેય ચઢેલા `કામ` નો તોફાની આફરો શમતાંજ, દોડીને બારીઓના હાંફતા પડદાઓ પાછળ છૂપાઈને, જયપાલ-ગૌરીને એકમેકના પ્રેમ સાંનિધ્યને મનભર માણતાં એકટશે, બેશરમીથી જોઈ રહેતી..!!

પણ,અચાનક આ શુંથઈ ગયું? ખરેખર, વિધાતા માત્ર જયપાલને જ હેરાન કરવાનું પ્રણ લઈને બેઠી હશે? શું જયપાલના જીવનમાં આવેલી સમસ્યાનો કોઈ ઉકેલ નહીં હોય?"

સમસ્યા,સમસ્યા,સમસ્યા..!! કેવી છે, કઈ છે સમસ્યા?

આ રહી તે..!! આજે સવારે જ પત્નીના વોર્ડરોબમાં, પોતાની ફાઈલ શોધવા જતાં, કોઈ અજાણ્યા પુરુષના હાથે લખાયેલો એક પ્રેમપત્ર જયપાલના હાથે ચઢી ગયો..!! વાંચીને જયપાલના હ્રદયમાં માનો એક ઊંડો ચીરો પડી ગયો..!!

એક સમયે તો જયપાલને એમ વિચાર તો આવ્યો જ, "દુઃખી શું કામ થવું,સીધું મોંઢામોંઢ ગૌરીને જ પૂછી ના લઉં, આ પ્રેમપત્ર તને કોણે લખ્યો છે? "

પરંતુ કોણ જાણે કેમ, ગૌરીને એવો પ્રશ્ન કરવાની, જયપાલની હિંમત જ ન ચાલી..!!

ચ્હા-નાસ્તો કર્યા વગર જ, સવારથી ઘરની બહાર તે નીકળી પડ્યો હતો અને રોજ દોડીને વહેલો ઘેર પહોંચે તેના બદલે, અત્યારે રાત પડી છતાં, વિચારવાયુના વલયમાં અટવાતો જયપાલ ભીડભરેલા રસ્તે, કેટલાય સહયાત્રીઓની ગાળો ખાતો-ખાતો "શું કરું, હું શું કરું?" નો જાપ જપતો, અંધારે અટવાઈ રહ્યો હતો..!!

પોતે જેને આટલો બધો પ્રેમ કરે છે તે વહાલી પત્ની અને તેય પાછી બેવફા?

જોકે,પોતે જ લાડમાં ઘણીવાર ગૌરીને ચીઢવતો," જાનુ, તુ એટલી રુપાળી અને રસાળ છેને કે, જો તું બીજા કોઈ ની પત્ની હોત તોય તને સાંગોપાંગ પામવા, હું તારી પાછળ હાથ ધોઈને પડી જાત..!! હું જરાય ઝાલ્યો ન રહેત..હાઁ..!!"

આટલું સાંભળીને, ગૌરી, સાવ ખોટે-ખોટું, જયપાલ પર એવું તો ચીઢાતી કે, જયપાલ ની છાતી પર પોતાના કોમળ હાથની, બંધ નાજુક મુઠ્ઠી મારવા લાગતી..!!

જોકે, આ બહાને બેડરૂમની દિવાલો,ફરીથી થોડું શરમાઈ લેવાનો લહાવો ઉઠાવી લેતી..!!
ખેર, જેમતેમ કરીને, કાર તથા જાતને સંભાળતો જયપાલ ઘરભેગો તો થયો, પણ, પોતાને દિવસભર સતાવતા રહેલા ગંભીર સવાલનો ઉત્તર મેળવવાનો મોકો, ઘેર પહોંચીને પણ તેને ન જ મળ્યો.કારણ?

દરવાજામાં પ્રવેશ કરતાંજ તેણે,પોતાના જિગરી દોસ્ત પ્રથમને ગૌરી સાથે, ગૌરીની નાજુક હથેળીમાં તાળીઓ દઈને, જોર-જોરથી હસતો જોયો. "નક્કી આ જ છે, ગૌરીને પ્રેમપત્ર લખનારો પ્રથમ જ છે..!! અરે હા, યાદ આવ્યું, આ અક્ષર તો પ્રથમના જ છે? મને પહેલાં કેમ યાદ ન આવ્યું?"

જયપાલને દરવાજામાં પ્રવેશતો જોઈ, ગૌરી અને પ્રથમ જાણે કોઈ ચોરી કરતાં પકડાઈ ગયા હોય તેમ, ચહેરે-મહોરે જરા ઓઝપાઈ ગયાં હોય, તેમ જયપાલને આભાસ થયો..!!

ગૌરી અને પ્રથમને, એકમેક સાથે, ઠઠ્ઠામશ્કરી કરતાં જોઈ, જયપાલને મનમાં ખૂબ ગુસ્સો આવ્યો. તેના હાથમાં જો રિવૉલ્વર હોત તો કદાચ, તેજ ક્ષણે બંનેને ગોળીએ પણ દઈ દેત, એટલો બ..ધો ગુ..સ્સો..!!

પણ કોણ જાણે,અચાનક જયપાલને શું સૂઝ્યું?

પોતાના જિગરી મિત્ર પ્રત્યે, ચહેરા પર શક્ય તેટલો નફરતનો ભાવ પ્રગટ કરીને, પેલો પ્રેમપત્ર ખીસ્સામાંથી બહાર કાઢીને જયપાલે, પ્રથમના હાથમાં તે કાગળ પકડાવી દીધો.

પ્રથમે કાગળની ગડી ખોલીને, પત્ર પર સહેજ ઉડતી નજર ફેરવી ત્યાંતો, `ફૂ..ઉ..ઉ..ઉ..સ` કરતૂકને, પ્રથમ ફરીથી જોરથી હસી પડ્યો, સાથે જ પ્રથમે તે પત્ર નફ્ફટાઈપૂર્વક ગૌરીના હાથમાં મૂકી દીધો..!!

ગૌરીએ પણ પત્ર જોતાંજ, ફરીથી જોરથી હસતાં-હસતાં,તેના તરફ પ્રથમે લંબાવેલી હથેળીમાં જોરદાર તાળી આપી..!!

"સાલાં..!! બંને ને જરા શરમ પણ નથી આવતી?" જયપાલનું મન બહુ ખાટું થઈ ગયું, તેને લાગ્યું, "પેલું વિચારવાયુનું વલય, તેના મનના કેન્દ્ર બિંદુમાંથી, ફરી પાછું ઝૂ..ઉ..ઉ..ઉ..મ, કરતુંક ઉઠીને, આખા મસ્તકમાં વર્તુળાકારે ફેલાઈ, બેસુરી કિકિયારીઓ પાડતું, ગોળ-ગોળ ચક્કર-ભમ્મર ફરવા લાગશે કે શું?"

અને ખરેખર ચક્કર ચઢવાથી, બંને હાથે પોતાનું માથું પકડી, શરીરની સમતુલા જાળવવા મથતો જયપાલ, પોતાની પાસેના સોફા પર ધબ્બ દઈને બેસી પડ્યો..!!

હવે ગૌરીને જયપાલની ચિંતા થઈ હોય કે ગમે તે થયું? પરંતુ, ગૌરીએ હસવાનું પડતું મૂકીને, જયપાલને પાણીનો ગ્લાસ આપ્યો, ત્યારે જયપાલ, તે બંનેને ઉદ્દેશીને, માંડ-માંડ એટલું બોલી શક્યો," આ બધું શું છે યાર, તારા હાથે લખેલો આ પ્રેમપત્ર, ગૌરી પાસે?"

હવે તો પ્રથમ પણ ગંભીર બની ગયો, તેને ખ્યાલ આવી ગયોકે, કાંઈક કાચું કપાતું હોય તેમ લાગે છે..!!

તેથીજ વાતને વધારે લંબાવ્યા વગર, પ્રથમ બોલ્યો," શું યાર, તું પણ..!! ડફોળ, તારા એંગેજમેન્ટ પછી, તેં ગૌરીભાભીને લખેલા પ્રેમપત્રની મારા હાથે લખેલી, આ હૂબહૂ નકલ માત્ર છે. ગૌરીભાભીને પામ્યા પછી, સાલા, અગાઉ તું પ્રેમપત્રમાં, કેવું-કેવું લખતો હતો, તેય ભૂલી ગયો?"

જયપાલના ચહેરા પર, હજીય મૂંઝવણ લીંપાયેલી જોઈને, ગૌરી બોલી," મારા પ્રાણનાથ, પ્રથમભાઈને અભિનંદન તો આપો? બે દિવસ બાદ, તેમની મનગમતી પ્રિયતમા સાથે તેમની સગાઈ છે..!! તેમની પ્રિયાને પ્રેમપત્ર પાઠવવા, પ્રથમભાઈએ મારી મદદ માગી એટલે તમારા જુના કાવ્યાત્મક પ્રેમપત્રની એક નકલ તેમને કરવા દીધી હતી? હવે કાંઈ સમજ્યા?"

ગૌરીની આટલી વાત સાંભળી, ત્યાં તો અધકચરા મલકાયેલા ચહેરે, જયપાલે સહસા ઉભા થઈને, પ્રથમને કસીને બાવડેથી પકડ્યો અને દરવાજા બહાર ધકેલી દઈને મજાકના અંદાજમાં દરવાજો બંધ કરતાં,બોલ્યો," સાલા ચાલ, અત્યારે ભાગ અહિથી, તારા એંન્ગેજમેન્ટના દિવસે મળીશું. અત્યારે તો, મારા પ્રેમપત્ર ના `પ્રેમ`ને અમલમાં મૂકવાનો સમય થઈ ગયો છે..!!"

સાલું, મને કેમ એવું લાગ્યુંકે, બેડરૂમની દિવાલો પાછળ શરમથી મોઢું સંતાડવા મથતી, બેશરમ-શરમને પોતાને પણ માનો કે,`કામ` નો તોફાની આફરો ચઢ્યો હોય અને તે દોડીને બારીઓના હાંફતા પડદાઓ પાછળ છૂપાઈને, જયપાલ-ગૌરીને એકમેકના પ્રેમ સાંનિધ્યને મનભર માણતાં એકટશે, બેશરમીથી જોઈ રહેવા બેબાકળી બની ગઈ હોય..!!

પ્યારા દોસ્તો, આપ પણ, અત્યારે એવુંજ અનુભવી રહ્યા છો કે શું?

માર્કંડ દવે. તાઃ- ૧૬-૦૪-૨૦૧૧.

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.