Showing posts with label books. Show all posts
Showing posts with label books. Show all posts

Wednesday, May 16, 2012

૬૧ મો જન્મદિન


પ્રિય મિત્રો,



આપ સહુથી ઘણા સમયથી તન હારવાને કારણે દૂર છું.જોકે, મન હજી હાર માનતું નથી. ગઈકાલે તા.૧૫-૦૫-૨૦૧૨ મારો ૬૧ મો જન્મદિન હતો.મારી ષષ્ટિપૂર્તિ  નિમિત્તે પ્રથમવાર લાઈવ આપ સહુની શુભેચ્છા ઈચ્છતો આ વિડિયો આપને કદાચ મારી યાદ તાજી કરાવે..!!

http://youtu.be/nVUbvT9CdcQ

પતંગિયું. (ગીત)



ભૂલથી  મેં   એક,  પતંગિયું  પકડ્યું, કોપિત ચમન, આખેઆખું ગરજ્યું..!!
ઝાકળ   ઘસી તેજ  થૈ,  તેગ  શૂળની, ભોંકાય   ભીતર,  મન  મારું   કણસ્યું.

અંતરા-૧.

સુવાસ   રીસાઈ,  કુમાશ  ખીજાઈને,  સુકી  પાંદડી  તો પાછળ પડી,
ભરમાતાં, ડરતાં, રડતાંને સરતાં, કુસુમ અશ્રુ જોઈ, ઉર મારું કણસ્યું.
ભૂલથી મેં એક,પતંગિયું  પકડ્યું..!!

અંતરા-૨.

હચમચ્યાં  મૂળ ને, તમતમ્યા  છોડ,ગગન ભેદ ગર્જન, ધમધમાટ રોષ,
પંજો  ફેલાવી  થોર, મારવા ધસ્યા, વિકટ  રૂપ જોઈ,   રૂંવે રૂંવું  ભડક્યું.
ભૂલથી મેં એક, પતંગિયું  પકડ્યું..!!

અંતરા-૩.

ભમરા ભડક્યા  ને,રજ પરાગ ચીખી,શોરબકોર   સુણી,  મધમાંખો  ધખી,
ચહુ   કોર  ઘેરતી,  ડંખતી ને  દંડતી, વેદના  જાગી  તૈં, મન મારું સમજ્યું,
ભૂલથી  મેં એક, પતંગિયું  પકડ્યું..!!

અંતરા-૪.

ભયભીત થૈ, ને પલ-પલ વિલયતું, છૂટવા  કાજે,  તે ફફડતું,  તરફડતું ,
અંતે   હારી - થાકી  શાંત  થૈ  જાતું, કકળાટ  જોઈ  મારું, કાળજું  કકળ્યું.
ભૂલથી મેં  એક, પતંગિયું  પકડ્યું..!!

માર્કંડ દવે. તા.૧૭-૧૦-૨૦૧૧.

PL.ALL FRIENDS CAN CONTACT ME ON

mdave42@gmail.com/ or

Mob: 09376913202

for book inquery.

THANKS.

MARKAND DAVE

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.