Friday, March 5, 2010

લબાડ સવાલ - આળવીતરા જવાબ.ભાગ- 4.

લબાડ સવાલ - આળવીતરા જવાબ.ભાગ- 4.

લબાડ સવાલ -" રજા આપો તો, પ્રેમનો મંત્ર થઈ કાનમાં ફૂંકાઈ જાવું છે."

આડવીતરો જવાબ- " મને શું વાંધો હોય? પણ કાનમાં, અંદર જાય તો, જરા કાનનો મેલ સાફ કરતો આવજે, ભઈલા..!!"

==========

પ્રિય મિત્રો,

આખુંય જગત પોતાને ડાહ્યા અને બીજાને મૂરખ માને છે, ચાલો, આવાજ મૂર્ખામીભર્યા, લબાડ સવાલ અને આડવીતરા જવાબ માણીએ.

`આ.જ.` ને સમજવા દરેક જવાબ, બેવાર વાંચવો પડે તો, આવા `આ.જ`. આપવા બદલ મને મૂરખ ન સમજવા વિનંતી છે.

લ.સ.-" ક્યારેક મારી વાત સાચી પણ હોય છે. છતાં બધા મને મૂરખ માને છે,  એમ કેમ?"

આ.જ." મૂરખની વાત, ત્યારેજ સાચી પડે,જ્યારે ડાહ્યા (દોઢ?) મૂર્ખાઈ કરે..!!" (રહેવાદો, નહીં સમજાય..!!)

લ.સ.- " મારા મિત્રો મને મગજ ન હોવાના ટોણા મારે છે. મગજ વગરનો માણસ હોય?"

આ.જ.- " જ્યાં સુધી તમારા મિત્રોને મગજ છે, તેવો પુરાવો ના મળે ત્યાં સુધી, તેમનો અભિપ્રાય બદલવાનો હક્ક તમને નથી."

લ.સ.-"મારી પત્ની, એક નંબરના મૂરખ સાથે લગ્ન કરવા બદલ, હવે વીસ વર્ષે, અફસોસ વ્યક્ત કરે છે.શું હું મૂરખ છું?"

આ.જ." એમ જ લાગે છે..!! વીસ વર્ષ સુધી સહન કરવાની, મૂર્ખાઈ કરનાર સાથે કેમ કરીને રહેવાય..!!"

લ.સ.-" મારી પત્ની મારા પર શક કરીને, દર દસ મિનિટે, `હું ક્યાં છું, શું કરું છું?`, તે મોબાઈલ કરીને પૂછ્યા કરે છે."

આ.જ.-" હવેથી મોબાઈલનું-બીલ સસરાને ભરવાની ફરજ પાડો."

લ.સ.-" મારા ડેડીને, પાંચસોવાર કહેવા છતાં, મને મોબાઈલ નથી લાવી દેતા. શું કરું?"

આ.જ.-"તમારી ગર્લફ્રેંન્ડને, ડેડીનો મોબાઈલ નંબર આપી, તમારી મમ્મીને શક પડે તેવા `SMS` મોકલવાનું, ગર્લફ્રેંન્ડને કહો."

લ.સ.-" ઑફિસમાં કામનો, આટલો ઢસરડો કરવા છતાં,બધાની હાજરીમાં, બૉસ મને ગધેડો કહે છે. શું કરું?"

આ.જ.-" બસ, `YES BOSS` (!!!) , કહીને પોતાને કામે રાખવા બદલ, જાહેરમાં વારંવાર બૉસનો આભાર માનો."

લ.સ.-" મોટાભાગની સ્ત્રીઓના, સફળ લગ્નજીવનનું રહસ્ય શું છે?"

આ.જ." તેઓની અને તેમના પતિની લગ્નગાંઠ, બંને એકજ હોય છે..!! "

લ.સ.-" જગતની સ્ત્રીઓના સ્વભાવ વિષે, કોઈએ મહાગ્રંથ લખવો હોયતો?"

આ.જ.-" રહેવા દો, કાગળ બનાવવા, આખા જગતનાં વૃક્ષોનું નિકંદન નીકળી જશે."

લ.સ.-" સંસારમાં,એકલા મૂરખાઓનું ગામ કોઈક જગ્યાએ અસ્તિત્વમાં હશે ખરું?"

આ.જ.-" કેમ, તમારે ત્યાં રહેવા જવું છે?  મારે નથી આવવું ભૈ`શાબ..!!"

લ.સ.-" મારે એકસાથે ચાર ગર્લફ્રંન્ડ છે, કોઈ દિવસ, કોઈ અનહોની તો નહીં થાયને?"

આ.જ.-" એજ દાવનો છે,  સ્વાર્થી..!! આને અનહોની ના કહેવાય ? બીજાનો વિચાર નહીં કરવાનો? કાંઇ  થાય તો ભોગ તારા..!!  "

લ.સ.-" મારી પત્ની, મને લગ્ન પછી સાવ બદલાઈ ગયો છું, તેમ કહે છે, પરંતુ અરીસામાં જોઉં તો એવું કાંઇ લાગતું નથી..!!"

આ.જ.-" મૂરખા, તે તો જણાવકે, તારી જાતને અરીસામાં, તું ઑફીસ જતી વખતે જુએ છેકે, બાથરુમમાં નહાતી વખતે?  "

લ.સ.-" મારી વહાલીને, ટપાલમાં હું ચૂંબન મોકલવા ઈચ્છું છું, ટપાલ ખાતું આવી પોસ્ટ સ્વીકારે છે?"

આ.જ." કેમ નહીં..!! હું ટપાલી જ છું, ક્યો વિસ્તાર છે? તે વિસ્તારમાં બદલી કરાવું ,પછી મોકલજો."

ટપલીદાવઃ- તમેય તે શું `બિરાદર`(..!!), આ મૂરખની વાતોથી કંટાળો નથી આવતો ? ખરા છો બૉસ..!!

મારા તરફથી ?  "NO COMMENTS."

તમારા તરફથી ?

માર્કંડ દવે.તા.૦૨-૦૩-૨૦૧૦.

2 comments:

  1. Enjoyed and share happiness
    with your Answer,Shri Markand Dave मार्कंड दवे

    Ramesh Patel(Aakashdeep)

    દાઝી ગયો…રમેશ પટેલ(આકાશદીપ)

    Pl find time to visit and comment
    સ્વરચિત અને ગમતીલી ગદ્ય અને પદ્ય રચનાઓ
    http://nabhakashdeep.wordpress.com/

    With regards
    Ramesh Patel

    ReplyDelete

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.