Tuesday, August 28, 2012

ધરાને પાદર મારો દીકરો ખોવાણો.
(Google Images)


ધરાને  પાદર  રુડો  દીકરો  ખોવાણો.

જોશીડા  બોલાવો, મોટાં   ટીપણાં  મંડાવો,  ધરાને  પાદર  રુડો  દીકરો  ખોવાણો.


ઘર-ઘર જઈ પૂછાવો,ગામ  આખાને શોધાવો, ધરાને પાદર એક જીવડો  ખોવાણો.અંતરા-૧.ડાયરો કહે છે હજી અહીં રમતો`તો ને, વાયરો કહેકે ઈ`તો ભાગોળ ભમતો`તો.


હાલ્ય, હટ, હાલ્ય,  ભારે સાદ પડાવો કે, ધરાને  પાદર   એક  જીવડો  ખોવાણો.


જોશીડા  બોલાવો,મોટાં ટીપણાં મંડાવો,  ધરાને પાદર રુડો  દીકરો  ખોવાણો.અંતરા-૨.સહુ  ગોઠિયાને  બોલાવોને, તલાવ-કૂવા  ઊલેચાવો, કોઈ વનવગડે દોડાવો,દસ દિશ-દિશ  કેડીયે કરી લ્યો તપાસ કે, ધરાને પાદર એક જીવડો ખોવાણો.જોશીડા  બોલાવો, મોટાં  ટીપણાં  મંડાવો,  ધરાને પાદર રુડો  દીકરો  ખોવાણો.અંતરા-૩.ભગા  ભુવાને તેડાવો, મંતર-દાણ જોવરાવો, હંધીય બાધા માનતા   બંધાવો.


ચાહે અન્ન-જળ તરછોડાવો કે જોને આ, ધરાને  પાદર  એક  જીવડો  ખોવાણો. 


જોશીડા  બોલાવો,મોટાં ટીપણાં મંડાવો,  ધરાને  પાદર  રુડો  દીકરો  ખોવાણો.અંતરા-૪.લગીર મૂંઝાતો મા, જરા ગભરાતો મા, સાદ કોઈ સાંભળે તો ભરજે  હોંકારા,અરે, ભોળા લાડલાની વા`રે કોઈ ધાવ કે, ધરાને પાદર એક જીવડો ખોવાણો.જોશીડા બોલાવો,મોટાં  ટીપણાં  મંડાવો,  ધરાને પાદર રુડો દીકરો  ખોવાણો.


માર્કંડ દવે. તાઃ૨૮-૦૮-૨૦૧૨.

No comments:

Post a Comment

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.