Showing posts with label Ahmadabad. Show all posts
Showing posts with label Ahmadabad. Show all posts

Saturday, November 26, 2016

કાળ.

ભૂતકાળ. 

મનના મ્યુઝિયમમાં યાદના અવશેષ જાળવણીની વ્યર્થ મથામણ..!

વર્તમાનકાળ. 

સંબંધની ગલીઓમાં આપ-લેના ત્રાજવે  સંગ્રહીત  કર્મકથા..!

ભવિષ્યકાળ. 

અજ્ઞાત ભયથી શંકાસ્પદ અસ્તિત્વ પાછળ આંધળી દોટ..! 

માર્કંડ દવે. તા.૧૫ સપ્ટેમ્બર ૨૦૧૬.­­

 http://markandraydave.blogspot.in  

  

Friday, November 25, 2016

સંતાકૂકડી.

પહેલાં તેં છુપાવ્યો, પછી મેં છુપાવ્યો,

આ તો  પ્રેમ  છે  કે, રમત  સંતાકૂકડી...!


માર્કંડ દવે. તા.૨૪ નવેમ્બર ૨૦૧૬.


Thursday, November 24, 2016

મૌસમ.

ગ્રહોને આ રાશી ગોઠવાશે ફરીથી, વિધાતા લેખ આપણા લખશે ફરીથી.

વિધાતાને જાણ થઈ ગઈ છે એની કે, તને ચાહવાની મૌસમ છવાઈ છે.


માર્કંડ દવે. તા.૨૦ નવેમ્બર ૨૦૧૬.


Monday, November 21, 2016

સમય.

આજે થોડો સમય મળશે એમના માટે?

આંસુંઓને વાત કરવી છે તારી સાથે...!


માર્કંડ દવે. તા.૨૦ નવેમ્બર ૨૦૧૬.


Sunday, November 20, 2016

મોજ.

હ્રદયની એક વાત, 

મને  બહુ   ગમે  છે,

   કબર ખોદી યાદોની,
 
        મો.........જ  કરાવે  છે....!
 
     માર્કંડ દવે. તા.૨૦ નવેમ્બર ૨૦૧૬. 



Saturday, November 19, 2016

બસ.

મારા માટે તો ક્યાંક તું છે, 

એટલું જ બસ છે,

પાસે 

કે 

     દૂર...!

માર્કંડ દવે. તા.૧૭ નવેમ્બર ૨૦૧૬.  

 

Thursday, November 17, 2016

વાતનું વતેસર.......

પ્રેમ કરો તોય  શું, ના કરો તોય શું?

કોણ સાથે આવે, કોણ આપણું થયું..!
 
વાતનું  વતેસર, જાણે  આકરું  થયું, 


થૈ  નજર  એક  ને,  ભારે લફરું થયું..!

માર્કંડ દવે.તા.૧૯-૧૦-૨૦૧૧.


Tuesday, November 15, 2016

ભેદ.

આવ તારા શ્વાસમાં, મારો શ્વાસ એકાત્મ કરી લઈએ,

ના રહે ભેદ શ્વાસોશ્વાસ તણો, આપણામાં લગીર પણ...!


એકાત્મ = એકરૂપ;

માર્કંડ દવે. તા. ૧૧ નવેમ્બર ૨૦૧૬.


Monday, November 14, 2016

દુઃખ-DUKH.

દુઃખનો ગુસ્સો ફાટીને ધુમાડે ગયો,

તો 

    ખુશીની ખાલ ઉતરડી નાંખી એણે...!
 
માર્કંડ દવે. તા.૧૪ નવેમ્બર ૨૦૧૬.


Sunday, November 6, 2016

કનૈયો.

આજથી, તું  રાધા અને હું  કનૈયો,

આટલી, નાની  વાતમાં શું  નનૈયો....!


નનૈયો =  નકાર, ના કહેવી તે;

માર્કંડ દવે. તા.૦૫ નવેમ્બર ૨૦૧૬.


Saturday, October 22, 2016

ખોટો રુપિયો.

રખડીને આવ્યો માઁ પાસે,ને સાચો થઈ ગયો.

લાડમાં  બધા એને, ખોટો રૂપિયો કહેતા હતા...!


માર્કંડ દવે. તા.૨૨ ઓક્ટૉબર ૨૦૧૬.


Friday, October 21, 2016

યાદ.

શ્રાવણી સરવડિયાંને, બાથ ભરી, 

રડી લીધું મેં પણ, તને યાદ કરી...!


શ્રાવણી સરવડિયાં = થાય ને વળી રહી જાય એવો વરસાદ.
ઝાપટાં;
માર્કંડ દવે. તા.૨૦ ઓક્ટૉબર ૨૦૧૬.


Thursday, October 20, 2016

શબ્દ.

અસર જુઓ, લાગણી ભીના એક શબ્દની,
 
લૂંટાવ્યું.....તે.....પણ, ન હતું જે તેનું કદી...!


 માર્કંડ દવે. તા. ૧૫ ઓક્ટૉબર ૨૦૧૬.


Wednesday, October 19, 2016

હાયકુ - મફત.

મોતની રાહ

જોઈ થાક્યો ને અંતે, 

મળ્યું મફત..!

માર્કંડ દવે. તા.૧૮ ઓક્ટૉબર ૨૦૧૬. 
 



વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.